________________
અંત્ર ૩ ]
जैन तत्त्वचर्चा
[ શ્ય
શારીરિક દોષ બતાવીને શાબ્દિક અધ્યયનના જે નિષેધ કરાયેલે છે તે પ્રાયિક જણાય છે. અર્થાત્ વિશિષ્ટ સ્ત્રીઓ માટે અધ્યયનના નિષેધ નથી. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીએ દૃષ્ટિવાદનું અર્થજ્ઞાન, વીતરાગભાવ, કેવલજ્ઞાન અને મેાક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે તે પછી તેનામાં માનિસકદેોષની સંભાવના પણ કેમ હાઈ શકે ? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમપવિત્ર આચારવાળી સ્ત્રીએમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય ? જેને દૃષ્ટિવાદના અધ્યયન માટે મેગ્ય માન્યા તે પુરુષો પણ-જેવાકે સ્થૂલિભદ્ર, દુર્બલિકા પુષ્યમિત્ર આદિ તુચ્છÄ સ્મૃતિદેષ વિગેરે કારણેાથી દિષ્ટવાદની રક્ષા ન કરી શક્યા.
66
'तेण चिंतियं भगिणीणं इडि दरिसेमि त्तिसीहरूवं विवइ । ”
આવશ્યકવૃત્તિ પૃ૦ ૬૯૮-૧.
“ ततो आयरिएहिं दुब्वलियपुस्तमित्तो तस्स वायणारिओ दिण्णो ततो सो कवि दिवसे वायणं दाऊण आयरियमुवट्ठितो भणइ - मम वायणं देंतस्स नासति, जं च सण्णायघरे नाणुप्पेहियं, अतो म अज्झरंतस्स नवमं पुत्र्वं नासिहि त्ति । ताहे आयरिया चिंतेति - जइ ताब एयस्स परममेहाविस्स एवं झरंतस्स नासइ अन्नस्स चिरनट्टं चेव । "
આવસ્યકવૃત્તિ પૃ૦ ૩૦૮
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીએ માટે જ ભણવાના નિષેધ કેમ કરાયા ? આ પ્રશ્નને ઉત્તર એ રીતે આપી શકાય-(૧) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષોની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું થાડી સંખ્યામાં તૈયાર થવું, અને (ર) ખીચ્છ ઐતિહાસિક પરિસ્થિતિ.
(૧) જે પશ્ચિમ વિગેરે દેરશામાં સ્ત્રીઓને ભણવા વિગેરેની સામગ્રી પુરુષ સમાન પ્રાપ્ત થાય છે ત્યાંને ઇતિહાસ જેવાથી આ જાણી શકાય છે કે સ્ત્રીએ પુરુષની તુલ્ય થઈ શકે છે. પરંતુ યેાગ્ય વ્યક્તિઓની સંખ્યા સ્રીતિની અપેક્ષાએ પુરુષતિમાં વધારે થાય છે.
(૨) દિગંબર આચાર્ય કુંદકુંદ સરખાએ પણ શારીરિક અને માનસિક દોષાના કારણથી સ્ત્રીજાતિને દીક્ષા માટે અયેાગ્ય ઠરાવી છે.
लिंगम्म य इत्थी, थणंतरे णाहिकक्खदे सम्मि । भणिओ सुमो काओ, तासं कह होइ पव्वज्जा |
પાહુડ-મૂત્રપાહુડ ગા૦ ૨૪-૨૫
અને વૈદિક વિદ્વાનોએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને શુદ્ર જાતિને વેદના અધ્યયન માટે અયેાગ્ય ઠરાવી, ‘‘શ્રી શુદ્રો નાધીયાતામ્ ” એમ કહ્યું છે.
આ વિરાધી સંપ્રદાયેની એટલી બધી અસર પડી કે તેના લીધે સ્ત્રીજાતિની યાગ્યતા પુરુષ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યો પણ તેને વિશેષ અધ્યયન માટે અયેાગ્ય બતાવવા લાગ્યા હશે.
અગીયાર અંગ આદિ ભણાવવાના અધિકાર માનતા છતાં પણ ફક્ત ખારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દૃષ્ટિવાદનું મહત્ત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથાની મહત્તા સમજાતી હતી. ષ્ટિવાદ બધા અંગેામાં પ્રધાન હતું એટલા
Aho ! Shrutgyanam