________________
जैन साहित्य संशोधक
। खंड ३
માટે વ્યવહાર દષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે બીજા મોટા પાડોશી સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે યોગ્ય માનતા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દૃષ્ટિથી શારીરિક અશુદ્ધિને વિચાર કરી તેને ફકત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હોય એમ લાગે છે.
ભગવાન ગૌતમબુદ્ધ સ્ત્રી જાતિને ભિક્ષપદ માટે અયોગ્ય ઠરાવી હતી પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષુપદની અધિકારિણી કરાવી હતી. આ કારણથી જૈન શાસનમાં ચતુર્વિધ સંઘ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકેની અપેક્ષાએ સાધ્વઓ તથા શ્રાવિકાઓની સંખ્યા આરંભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમ બુદ્ધ
જ્યારે સ્ત્રીઓને ભિક્ષપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દુિઓ પછી અશિક્ષા કુમબંધ આદિ કેટલાંક કારણોથી તેમાંથી ઘણી સ્ત્રીએ આચારભ્રષ્ટ થઈ જેને લીધે બૌદ્ધ સંઘ એક પ્રકારે દૂષિત મનાવા લાગે. સંભવ છે કે આ પરિસ્થિતિની જૈન ઉપર પણ કાંઈ અસર પડી હોય, જેથી દિગબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાર્યોએ એ પ્રમાણે નહીં કરતાં સ્ત્રી જાતિને ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્બળતા ઈદ્રિયચપલતા આદિ દોષ વિશેષરૂપથી બતાવ્યા. કેમ કે સહચર સમાજોના વ્યવહારનો એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાર્ય છે.
-પંડિત સુખલાલજી (૨) અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિની કલ્પના આ લેખ લખવાનો ઉદ્દેશમાત્ર એક જ છે, ને તે એ છે કે અવ્યવહારરાશિ ને વ્યવહારરાશિની કલ્પના માત્ર કલ્પિત છે કે તથ્થભૂત છે?
(૧) જનદર્શન કથનાનુસાર જીવોની અનંતાનંતતા છે, ને તે અવ્યહાર ને વ્યવહારરાશિ એમ બે વર્ગમાં વહેંચાયેલી છે. અવ્યવહારરાશિ સ્થાન જેને કહેવામાં આવે છે, તેમાં માત્ર સૂકમ નગાદિક છે છે, ને તે સિવાય જે જીવો છે, તે સર્વ વ્યવહારરાશિમાં ગણાય છે. - (૨) એ અવ્યવહારરાશિસ્થિત જીવો પિતાનું અવ્યવહારરાશિસ્થાન કયારે પણ છોડતા નથી. તેના ઉપર આજ સુધીમાં અનંત ઉત્સર્પિણીઓ ને અવસર્પિણીઓ ચાલી ગઈ, પણ તેઓ હજી તે સ્થાન (સૂમ નૈદિકસ્થિતિ)માં રહ્યા છે. હવે પણ તેના ઉપર તેટલી કાલચકતા જશે, તે પણ તે જીવો પોતાના સ્થાનમાંથી ખસવાના નથી.
(૩) વ્યવહારરાશિગત જીવો ભલે એકેન્દ્રિયમાંથી માંડી પંચેન્દ્રિય સુધી અથવા નાકથી માંડી દેવ સુધી ગત્યાગતિ કરે; ને ત્યાંથી અનુક્રમે કદાચ વિકાસ પામતા મુક્ત સ્થાનમાં જાય. પણ આ અવ્યવહારરાશિસ્થ જી પંચેન્દ્રિયવ તો પણ ધૂલ એ કેયિત્વને પામવાને પણ ક્યારેય સમર્થ થવાના નહિ. | (s) આમ હોવામાં તે જીને પોતાના કર્મની પ્રધાનતા છે. એટલે આટલી છેક છેલ્લો અધઃસ્થિતિ પાસવામાં તે છાને મિથ્યાત્વ (અવિધા-અજ્ઞાન ) અવિરત્યાદિ આશ્રયોની તીવ્રતા, ને આર્ત રૌદ્રાદિ મલિન-નિકૃષ્ટમાં નિકૃષ્ટ પરિણામોની ઉગ્રતા છે. તે છે પિતાના મૂળ (ૌગોદિક ) સ્થાનમાંથી આગલ વધવા જાય. પણ, જેમ કેાઈ જવાશયમાં રહેલી માછલીઓને ઠંડીમાં બરફરૂપ આવરણો માથે બહાર હાવા દેતા નથી, તેમ તેમનાં પ્રખર–ગાઢ ચીકણું મિથ્યાત્વાદ અશ્વપટલવત આવરણો બહાર ઉપરની કટિમાં તેમને આવવા દેતા નથી.
Aho! Shrutgyanam