________________
શં રૂ 1
महमूद गजनवी अने सोरठना सोमनाथ
[२५७
ગઈ હતી. એક નેપોલિયન એટલે લાખ માણસનું સૈન્ય માનવામાં આવતું. પરંતુ આવા નેપલિયનને પણ વાટર્લના સમરાંગણ ઉપર જર્મન અને અંગ્રેજોએ સખત વિરોધ કર્યો. આપત્તિના નિરાશકાળમાં સખ્તાઈનું તેજ હિંદલોકોના હાડમાં દેખાઈ આવતું નથી. મતલબ કે ભીમે કચ્છમાંના એક કિલ્લાને આશ્રય લીધો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કચ્છના રણમાં પાણીની અડચણ છતાં અને ભરતીના વખતે પાણી વધવાનો સંભવ હોવાથી ત્યાં થઈને જવું છેકાવાળું હોવા છતાં, સોમનાથ લૂટયા પછી મહમૂદ ત્યાં પણ હુમલો લઈ ગયો એમ કહેવાય છે. વિજેતા મહમદ આવે છે એ જાણીને ભીમ ત્યાંથી પણ નાસી છૂટયો. પછી રણમાં થઇ સિંધના માર્ગે મહમદ ગજની પાછો ફર્યો. રણમાં પાણી મળે તેમ નથી એની તેને ખબર હતી. તે પાણીનો રસ્તો જ ન હતું તે પછી વિશ્વાસ ઘાતકી હિંદી ભોમિયાધારા તેને ફસાવવાને અવકાશ જ ક્યાંથી હોય. સિંધના પ્રદેશમાંના ચાંચિયાઓએ માત્ર તેને ખુબ જ ત્રાસ આપ્યો હતો. આ ચાંચિયાઓ જૂડ દેશમાંના (ાટ) હતા એમ જણાય છે. પાછળથી આ જાટ ઉપર છેવટની સ્વારી કરીને મહમદે તેમને પણ યથાયોગ્ય શિક્ષા આપી દીધી.
મહેમૂદ સોમનાથ આવ્યો તે મુલતાનપરથી મભૂમિમાં થઈ રસ્તામાં આવતા અજમેર અને અણહિલવાડ સર કરી, પૂર્વના રસ્તે આવે; અને કચ્છમાં થઈ પાછા જતાં માર્ગમાં મનસૂર તોડી, મુલતાન અને સિંધુ નદીના રસ્તે ગયો; એમ કેટલાક કહે છે. માળવાનો પરમાર ભાજદેવ તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરતો હતો અને તેણે એને વચ્ચે અડાબે હોત તેથી તે આ પશ્ચિમના માર્ગે પસાર થશે. હિન્દલકો સાથે લડવું પડશે તે કદાચિત પિતાની આવી મેટી લૂટ ચાલી જશે એવો તેને ભય લાગ્યો હોવો જોઈએ એમ પણ કેટલાકએ લખેલું છે.”
આ બધી વિગત ઉપરથી સોમનાથ ઉપર મહમૂદે કરેલી સ્વારીની સમજણ સારી પેઠે થઈ શકશે અને એ સ્વારીના વિષે જે સહ એતિહાસિકમાં આજ સુધી થઈ રહ્યો છે તેને નિર્ણય, અમે પ્રથમ લેખમાં આપેલા જિનપ્રભસૂરિ અને કવિ ધનપાલના ઉલ્લેખોથી, યથાર્થ થઈ જાય તેમ છે. અમારી કલ્પના છે કે-મહમૂદ તેમનાથને સર કરી, જેમ ઇતિહાસમાં જણાવ્યું છે તેમ, કચ્છમાં થઈને સિંધુ પ્રાંતમાં નહિં ગયો હશે, પણ તે, કચ્છનું નાનું રણ જે કહેવાય છે તેના કાંઠે કાંઠે વાગડ પાસેના પ્રદેશમાં થઈ સાચોર જઈને પછી મુલતાન તરફ ગયો હશે. માર્ગમાં જતાં જતાં સાચોરના મહાવીરને લૂટવાનું તેનું મન થયું હશે પણ ગમે તે કારણથી તે તેમાં ભગ્નમનોરથ થયો છતે જલ્દીથી ત્યાંથી કૂચ કરી ગયો હશે. તેના આવા શીધ્ર પ્રયાણને શ્રદ્ધાળુ લોકોએ મહાવીર દેવના માહામ્યથી બનેલું પલાયન માન્યું અને તેથી તે વિષેના આવા ઉલેખો આ ગ્રંથકાર અને ભક્તજનેએ છે.
Aho! Shrutgyanam