________________
૨૧૮]
जैन साहित्य संशोधक
[खंड ३
મૂર્તિપૂજાનું માહામ્ય
અહિં પ્રસંગથી આપણી મૂર્તિપૂજા અને તેના અંગે થએલા આવા અનિષ્ટ આક્રમણોના વિષયમાં કાંઈક વિચારણીય વાત ઉપર પણ થોડોક ઊહાપોહ કરવાની ઇચ્છા થાય છે. વિચારશીલ જનેને આ વિચારે ખાસ મનનપૂર્વક વાંચવા જેવા છે. - મૂર્તિપૂજાની ભાવનાએ આપણા દેશમાં ઘણાં ઘણાં ઉત્ક અને અપક–બંને ઉપસ્થિત કર્યા છે. મૂર્તિપૂજાના નિમિત્તે દેશમાં લાખો મંદિરો રચાયાં અને તેથી શિલ્પકળાનો ખૂબ પ્રકર્ષ થયો. મૂર્તિપૂજાએ લોકેમાં વિસ્તૃત ધર્મભાવના ઉત્પન્ન કરી અને તેથી લોકેએ એ નિમિત્તે પિતાની સંપત્તિને વિનિમય કરી ત્યાગ અને ઉદારતાના ઉંચા ગુણે ખીલવ્યા. મૂર્તિપૂજાના કારણે જનસમાજમાં ભક્તિભાવને ઈષ્ટ આવિર્ભાવ થયો અને તેના લીધે સાહિત્ય અને સંગીતના અનેક અંશે ઉચ્ચ વિકાસ થયો. મૂર્તિપૂજાએ ગામેગામ સાર્વજનિક સ્થાનોની સૃષ્ટિ કરી અને તેના ગે સર્વ સમાનધર્મિઓને, વિનાસંકેચે અને વિના આમંત્રણે, એક સ્થાને વારે ઘડીએ ભેગા મળવાનું અને તે દ્વારા પોતાની વિવિધ જીવનપ્રવૃત્તિઓને વ્યવસ્થિત બનાવવાનું સારું સાધન મળ્યું. મૂર્તિપૂજાએ નિરાધારને આધાર અપાવી, અનાથોને સનાથ કરાવી, પાપીઓને પુણ્યાત્મા બનાવી મનુષ્યજાતિને ઘણી શાંતિ આપે છે. આમ મૂર્તિપૂજા જ્યારે ઉત્કર્ષક જણાઈ છે ત્યારે બીજી બાજુએ તે અપકર્ષક પણ તેટલી જ થઈ છે. દાખલા તરીકે–મૂર્તિપૂજાના કારણે દેશમાં જે અનેક મેટાં દેવસ્થાને ઉભાં થયાં તે કાળાંતરે લોકોમાં પરસ્પર કલહના પણ મેટાં સાધનો થઈ પડ્યાં. એ દેવમંદિરોના નિમિત્તે હજારો લડાઈ-ઝઘડા થયા. લાખ કરોડ રૂપીઆના અપવ્યો થયા. સાધર્મિ સંદ્ય અને જનસમૂહોમાં જીવલેણ વૈરભાવ સર્જયા. મૂર્તિપૂજાના ખાને દંભ અને દુરાચારને પોષણ મળ્યાં. મૂર્તિપૂજાના આચરણ પાછળ સ્વાર્થ અને અહંકાર પિષાયા. મૂર્તિપૂજાના કાલ્પનિક માહાભ્યના લીધે આળસ્ય અને અકર્મણ્યતાને ઉત્તેજને મળ્યાં. આમ મૂર્તિપૂજાની જમે અને ઉધાર બંને બાજુએ બહુ માંડી શકાય તેમ છે.
મૂર્તિપૂજાને લીધે ક્યારેક દેશ ઉપર કેવી આપત્તિ આવી પડે છે અને એ વખતે કલ્પિત મૂર્તિસામર્થ્ય પ્રજાને કેમ કર્તવ્યશન્ય બનાવી દે છે એના ઉલેખ ઇતિહાસમાં ઘણા મળી આવે છે. સોમનાથ અને મહમૂદની સ્વારીને અંગે પણ આવા વિચારો ઇતિહાસકારોને આવ્યા કરે છે અને તે વિદ્વાનોમાં ચર્ચાયા કરે છે. ઉપર્યુક્ત શ્રી ચિંતામણી વિ. વેવ મહાશયે, પિતાના મદuપુર મારત નામના મનનીય મરાઠી ઐતિહાસિક ગ્રંથમાં (ભાગ ૩)માં, “હિંદુઓની મૂર્તિપૂજા” એ નામનું જે એક સ્વતંત્ર પ્રકરણ પરિશિષ્ટરૂપે લખ્યું છે અને તેમાં જે વિચારે એમણે દર્શાવ્યા છે તે, આ વિષય પર ખાસ મનન કરવા જેવા હોવાથી અહિં આપીએ છીએ. - વૈદ્યજી લખે છે કે “સોમનાથ સંબંધી મૂર્તિભંગ અને લૂટની હકીકત ઉપરથી હિંદુઓની મૂર્તિપૂજા વિષે સૂઝી આવેલા કેટલાક વિચારો ગિબનની માફક ઇતિહાસન પ્રક્રમ બંધ કરીને વચ્ચે જ ન આપતાં, અહિં પરિશિષ્ટરૂપે અમે આપીએ છીએ. દસમા સૈકાની અંતે મૂર્તિપૂજાની બાબતમાં ઘણું જ ભેળપણ હિંદુસ્થાનમાં વધી ગયું હતું અને તેથી મુસલમાની ધર્મવાળા લોકોને પોતાને ફાયદે કરી લેવાનું સાધ મળ્યું હતું. મહમૂદની મૂર્તિભંજક ચઢાઈઓ હિંદુ લોકોની આ ભોળપણ ભરેલી આંખે ઉઘાડવા માટે જ થઈ હતી એમ કહી શકાય. પણ આ ચઢાઈઓ પરથી નીકળતે બેધ, દુર્ભાગ્યે હજીયે, હિંદુઓએ લીધે નથી એમ કહેવું પડે છે. મૂર્તિપૂજા વેદમાં કહેલી છે કે નહિં, અથવા તે બુદ્ધિને પટે છે કે નહિં આ
Aho! Shrutgyanam