________________
૨૬ ]
जैन साहित्य संशोधक
[ રચંટ ૩
ફિરિસ્તા અને બીજા બીજા મુસલમાન લેખકોએ ઉબીની આ હકીકતને ખૂબ વધારીને લખી છે અને તેમાં અનેક અતિશયોકિત ભરેલાં વર્ણનો લખ્યાં છે. એ ઉપર ઉક્ત શ્રીયુત ચિ. વિ. વૈદ્ય સમાલોચનાની પદ્ધતિએ લખે છે કે “પ્રારંભમાં જ અમારે એ કહી દેવું જોઇએ કે આ અતિશ પ્રચુર વૃત્તાંતમાં, પછીના લેખકો વડે વિસ્મય કારક વાતની ખૂબ જ ભરતી થતી રહી છે. ખાસ કરીને, મહમૂદના ધાર્મિક ગૌરવની સજાવટ કરવાની ઈચ્છાથી સ્વપલ કલ્પિત એવી અનેક વાતો તેમણે આ વૃત્તાંત સાથે જોડી દીધી છે. ઉદાહરણ તરીકે, સોમનાથની મૂર્તિમાં અગણિત સંપત્તિ છુપાવેલી હતી, ત્યાંના બ્રાહ્મણોએ, કોડે પિઆ દંડ તરીકે મહમૂદને આપવા કબૂલ કર્યા, તેના મંત્રીએ તે લઈ લેવાની સલાહ આપી, પણ મહમૂદે કહ્યું કે-ઈશ્વરના દરબરમાં આપણે સન્નેિ વેચનારા તરીકે ન કરીએ; મૂર્તિ ભાગનારા તરીકે પ્રસિદ્ધ થઈએ એવી મ્હારી ઈચ્છા છે. આ વાત ગગન સુધાંયે લખી છે અને એ ફિરસ્તાની નહિં તે કઈ બીજાની પણ કેવળ કપિલ-ક૯૫ના જ છે. સોમનાથની આ હકીકત બનાવટી છે એ વિષે ટીકા કરતાં, ખુદ ઇલિયટે જેનો ઉતારો લીધો છે તે વિસન કહે છે કે--- આ સત્તના અવયવ છિન્ન-વિછિન્ન કરવા બાબત, જજીના મુસલમાનોના લેખોમાં કશેણે ઉલ્લેખ નથી. ખરી રીતે તે મર્તિ ને અવયવ જ ન હતા. તેમ જ તે મત્તિમાં સંપત્તિ ભરી રાખવાનો ઉલ્લેખ નથી. તે મર્સિ નકર અને ભરતની હતી તેથી તેમાં સંપત્તિ છુપાવી રાખવા માટે અવકાશ જ ન હતો. તે મૂર્તિમાં હીરા અને માણેક છુપાવી રાખવાને જે શેધ ફિરસ્તાએ કર્યો છે તેને કશો જ આધાર નથી.' આ હકીક્ત બિલકુલ અક્કલ વગરની છે. કારણ કે સોમનાથની મૂર્તેિ છે તે એક નક્કર પત્થર હે જોઈએ. તે જ પ્રમાણે એક વિશ્વાસધાતકી હિંદુ ભેમીયાએ મહેમૂદન એક નિર્જલ રણમાં લઈ ગયા પણ ખુદાની પ્રાર્થના કરતાં જ તેને પાણી મળી આવ્યું; અથવા, ગૂજરાત પ્રાંત રસાળ હોઈ તેમાં સોનાની ખાણે હોવાથી મહમૂદનું મને ત્યાં જ રહેવાનું થઈ ગયું, પણ ખુરાસાન આપણી જન્મભૂમિ
આપણને વધારે સુખકર છે, એમ કહી તે કલ્પના છોડી દેવા માટે અધિકારીઓએ તેના મનને ફેરવ્યું; આવી વાતે વિશ્વસનીય લાગતી નથી. પાછાં ફરતાં મહમૂદે તે દેશને રાજ્યકારભાર, નાસી છૂટેલા રાજાના કોઈ સંબંધી અને સંસાર છોડી વિરકત થએલા દાબશિલીમને સોંપી દીધે; આ વાત પણ-ગુજરાતના તે વખતના રાજા ભીમને કાકે થતું હતું અને સાચે જ તે સરસ્વતી નદીના કાંઠે સંન્યાસી થઈને રહેતો હતો એમ બતાવવામાં આવે છે છતાં--તે વિચિત્ર હોઈને તે પર વિશ્વાસ બેસાડવા સરખી નથી. ઇલિયટે આ સ્વારી વિના પુષ્કળ ઇતિહાસકારોના ઉતારાઓ આપ્યા છે અને જેમને વિશેષ જાણવાની ઈચ્છા હોય તે વાંચકેએ ઇલિયટના ગ્રંથમાંથી વાંચી લેવા. ઈબ્ન અસીરના મૂળમાં જ અતિશયોક્તિ ભરેલા વૃત્તામાં વળી મીઠું-મરચું નાંખીને એ ઇતિહાસકારોએ પિતાનું વૃત્તાંત લખેલું હોવાથી તેમને સારાંશ આપવાની કશી આવશ્યક્તા નથી.”
આમ લખીને વેદ્ય મહાશય ઇન્ત અસર લખેલા વૃત્તાંતને ટુંક સાર આપે છે, જે અમે સવિસ્તર ઉપર આપી દીધો છે) અને તેનું પ્રત્યાલોચન કરતાં તેઓ કહે છે કે-“આ વૃત્તાંત સરળ અને વિશ્વસનીય લાગે છે. બ્રાહ્મણોએ કે પછી જોઇએ તે ક્ષત્રિઓએ, મંદિર પાસે, ક્રોધથી સંતપ્ત થઈને પ્રતિકાર કર્યો પણ તે કેવળ મૃત્યુને બોલાવવા માટે જ હતો. ગુજરાતના રાજા ભીમને સોમનાથની બહાર જ શત્રુને જોરથી પ્રતિકાર કરતાં આવ્યા હતા. તે પિતાના નામને અને રાજપૂત બિરુદને જાળવવા તૈયાર થયો હોત તો તેને, મહદે આણેલા સિન્ય કરતાં વધારે મોટું સૈન્ય, અધિક શું ઘેડેસ્વારનું દળ પણ, રણાંગણ ઉપર ઉભું કરી શકી હોત. પરંતુ અહિં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે એ વખતે મહમૂદની કીર્તિ, તેરો મેળવેલા સતત વિજોને લીધે, નેપોલિયન પ્રમાણે પરાકાષ્ઠાએ પહેચી
Aho! Shrutgyanam