________________
सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय
[ ૨૪છે.
==
=
બધી અઢળક સંપત્તિ ખર્ચી નાંખી હશે તેની કલ્પના, આજના જૈનતીર્થોની સમૃદ્ધિને જોઇને પણ સહેજ કરી શકાય તેમ છે. આવા એક સમૃદ્ધિસંપન્ન દેવસ્થાનની મહમૂદને ખબર ન પડે એ માની શકાય તેમ
. કારણ. એક તે તે ભારતના પ્રસિદ્ધ દેવસ્થાનને ભ્રષ્ટ કરવાની કીર્તિને ભયંકર ભૂખ્યો હતો અને બીજું તે સ્થાનની સંપત્તિને લટવાનો પણ તેટલો જ ઉગ્ર તરસ્યો હતો. પિતાના આ સ્વભાવને લઈને તેણે ભારતના બધા સંપત્તિશાલી અને કીતિશાળી સ્થાનેની ચેકસ ભાળ મેળવી લીધી હતી અને એક પછી એક તે બધાનો વિધ્વંસ કરવો તેણે આરંભ્ય હતે. અને તેમાં વળી સાચારના આસપાસના પ્રદેશમાં તો તે સારી પેઠે ફરી વળ્યું પણ હતું. માટે તેના જેવા મહાકુશલ લુટારાથી સારના દેશ પ્રસિદ્ધ મહાવીર અજ્ઞાત રહે એ માનવું ભૂલ ભરેલું ગણાય. આ કારણોથી આપણને માનવાનું પ્રાપ્ત થાય છે કે તેણે સાચોર ઉપર વારી તો કરી જ હશે; પણ ગમે તે કારણથી, તેને એમાં સફળતા નહિં મળી હોય અને તેથી મહાવિરની મૂર્તિને વિધ્વંસ કર્યા સિવાય એ જતો રહ્યો હશે. એવા જ કઈ અજ્ઞાત કારણને ધનપાલ અને જિનપ્રભસૂરિ અતિશયતા માનતા હોય એમ જણાય છે જિનપ્રભસૂરિ ગૂજરાત ઉપર થએલી એ ચાઈનું જે ચોક્કસ વર્ષ આપે છે તે અન્ય ઇતિહાસ ઉપરથી યથાર્થ ઠરતું હોવાથી, તેમ જ એમના સિવાય બીજા કોઈ હિંદુ ગ્રંથકારે આ ચઢાઈને લગતી કશીયે હકીકત આપેલી ન હોવાથી, તેની ઉપયોગિતા અને પ્રામણિકતા પુરવાર થાય છે. ધનપાલનું કથન તો એથીયે વધારે પ્રમાણભૂત છે; કારણ કે તે તે એ વખતે પ્રત્યક્ષ વિદ્યમાન હતું. પ્રભાવક ચરિત્ર અને પ્રબંધચિંતામણી ગ્રંથમાંના વર્ણન ઉપરથી સમજાય છે કે, મહમદ ગજનીની ભારતમાંની આખી કારકીર્દી દરમ્યાન એ જીવિત હશે. સાચોર ઉપર તુર્કોના થએલા હુમલા પછી તરત જ કે બેચાર વર્ષની અંદર જ એ ત્યાં જઇને રહેલો હશે. કારણ કે તે વખતે એની ઉમર સારી પેઠે પુખ્ત થવા આવી હતી. પાઈયેલી નામમાલા નામે જે પ્રાકૃત શબ્દ કે એણે બનાવે છે તેની સમાપ્તિ સંવત ૧૦૨૯ જેટલા પાછળના વર્ષમાં જ થઈ ગઈ હતી. જે આપણે એ રચનાને એની બહુ નાની ઉમરમાં થએલી ગણીએ તે પણ તે ઓછામાં ઓછી ૨૦ વર્ષ જેટલી તે હશે જ અને તે રીતે જોતાં સંવત ૧૦૮૧ માં તેની અવસ્થા લગભગ ૭૦ વર્ષ જેટલી થવા આવી હશે. સંભવ છે કે એ પછી પણ તે ૧૦-૨૦ વર્ષ જીવિત હોય. પણ તે કરતાં કાંઈ વિશેષ કહી ન શકાય. એટલે તુર્કોની સારવાળી સ્વારીનું જે સૂચન, એના કરેલા આ પ્રસ્તુત તેત્રમાંથી મળી આવે છે, તે બનેલા બનાવના બહુ જ નિકટવર્તી સમયમાં જ થએલું છે એ અર્થપત્તિથી જ સાબીત થઈ જાય છે,
આ સ્તોત્રનું નામ ઉત્સાહુ એવું આપેલું છે. “ઉત્સાહ'ની રચના પ્રતિષ્ઠા વગેરે જેવા કે મોટા મહોત્સવના પ્રસંગે ગાવા માટે કરવામાં આવેલી હોય છે. જેમ કે રાજ્યસિંહાસન ઉપર શત્રની ચઢાઈ થાય અને તે ચઢાઇમાં એ સિંહાસન અચળ રહી ફરી પાછી નવી પ્રતિષ્ઠા પામે, ત્યારે એ રાજયના ઉપાસકેને જે જાતને હર્ષોલ્લાસ થાય અને એ હર્ષોલ્લાસના નિદર્શક તરીકે રાજકવિઓ જે જાતના ઉત્કર્ષક ગીતો ગાય તે જાતના કવનને ઉત્સાહ નામ આપવામાં આવે છે.
ધનપાલકૃત આ મહાવીરસાહ પણ એ જ પ્રકારની કૃતિ છે. આમાંથી એ સ્પષ્ટ ધ્વનિત થાય છે કે મહાવીર ઉપર કઈ અનિષ્ટ આક્રમણ થએલું છે અને તે આક્રમણમાંથી એ દેવમૂર્તિ સહીસલામત બચી ગઈ છે. જેથી કવિ તેના અભંગણાનાં ગૌરવવાળાં ગુણગાન કરે છે. જિનપ્રભસૂરિ તીર્થ કલ્પમાં જે એમ જણાવે છે કે મહાવીરના દેવી સામને લઈને ગજનીપતિ જ્યારે વિલો થઇને જાતે રહ્યો ત્યારે પરિતુષ્ટ થએલો જૈન સંઘ વીમા ના મહિમા ગીર સદૃગણિત વખrmfÉ ભાઈ રે એટલે કે મહાવીરના મંદિરમાં પૂજા, મહિમા, ગીત, નૃત્ય, વાજિંત્ર અને દ્રવ્યનાં દાન
Aho! Shrutgyanam