________________
ર૧૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
વગેરે વડે પ્રભાવના કરવા લાગ્યો. સંભવ છે કે, એ જ પ્રભાવના પ્રસંગે મહાકવિ ધનપાલ ત્યાં ઉપસ્થિત હેય અને પોતે પણ આ ગીત બનાવી એ પ્રભાવનાના કાર્યમાં સમ્મિલિત થયો હોય ! - આ બધી હકીકત વાંચી વાંચકને એ શંકા થશે કે કવિ ધનપાલ માલવાની ધારાનગરીની રાજસભાને અગ્રણી પંડિત હેઇને તે મભૂમિના સાચેરમાં શા માટે જઇને રહ્યો અને તે માટે શે પુરા છે ? આ નીચે એ જ બાબત સ્પષ્ટ કરવામાં આવે છે.
પ્રભાવક ચરિત્રમાં શ્રી મહેન્દ્રસૂરિના પ્રબન્ધમાં કવિ ધનપાલને લગતી વિસ્તૃત હકીકત આપેલી છે તેમાં જણાવ્યું છે કે-ધારાના વિદ્વાન નૃપતિ ભેજદેવને કઈ જૈન કથા સાંભળવાની ઇચ્છા થવાથી કવિ ધનપાલે બાર હજાર લોક પ્રમાણુવાળી તિજના નામે નવરસ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ પ્રકારની કથા બનાવી. તેને ગૂજરાતના મહાવિદ્વાન વાદિવેતાલ શ્રી શાત્યાચાર્ય પાસે, જૈન પદ્ધતિની સંગતિની દૃષ્ટિએ તપાસરાવીને પછી તે રાજાને રસપૂર્વક સંપૂર્ણ સંભળાવી. રાજા ભોજ એ કથા સાંભળીને બહુ મુગ્ધ બન્યો. તેના મનમાં આવ્યું કે આ કથા સાથે મારું નામ સંકલિત થાય છે તેથી હું અમર બનું; એટલા માટે તેણે કવિને કહ્યું કે, જો તમે ખોટું ન લગાડો તો હું એમાં થોડાંક પરિવર્તન કરવા સૂચન કર્યું. એમ કહી તેણે જણાવ્યું કે આ કથાની આદિમાં મારા ઈષ્ટદેવ શિવનું મંગલ કરવું, અયોધ્યા નગરીના નામને બદલે ધારાનું નામ મુકવું, રાક્રાવતાર તીર્થને સ્થાને મહાકાલનું નામ લખવું, અષભદેવના નામની જગ્યાએ શંકરના નામને નિર્દેશ કરવો અને મેઘવાહન રાજાના બદલે મારૂં-ભોજરાજાનું નામ દાખલ કરવું. આટલું પરિવર્તન જો આમાં કરાય તે હું તને યથેષ્ઠ દાન-માન આપી તારી કીર્તિને જગતમાં ફેલાવું. રાજાને આ વિચાર સાંભળી કવિએ કહ્યું કે, મહારાજ શું તમે નથી જાણતા કે શ્રોત્રિયના હાથમાં રહેલા પવિત્ર પયપાત્રમાં જે એક છાંટો સરખે પણ મને પડી જાય છે તે સર્વ અપવિત્ર બની જાય છે. તેમ આ કથા રચનામાં કિંચિત માત્ર પરિવર્તન કરવાથી પણ આની પવિત્રતામાં મોટી હાનિ થાય, અને તેના લીધે કુળ, રાજ્ય અને રાષ્ટ્રને પણ ક્ષય થાય. કવિનાં આવાં વચન સાંભળી રાજા ક્રોધે ભરાયે અને તે કેધના આવેશમાં મેંઢા આગળ જે અગ્નિ બળતી સગડી પડી હતી તેમાં તે કથા-પુસ્તક નાંખી દીધું. આ જોઈ કવિ પણ ગુસ્સે થયો અને, આજ પછી તારું મેં જોયું તે હરામ છે, એમ કહી ત્યાંથી ઉઠી પિતાને ઘરે આવ્યો. ખિન્ન ચિત્ત થવાથી બીછાના ઉપર પગે પડ્યો આમતેમ આળોટવા કરે પશુ સ્નાન, દેવપૂજા, કે ભેજન વગેરે નિત્યનિયમ પણ કરવા ન ઉઠે. એ જોઈ તેની સાક્ષાત સરસ્વતીની મૂર્તિ જેવી નવ વર્ષની જે નાની પુત્રી હતી તેણે બહુ આગ્રહપૂર્વક ખિન્નતાનું કારણ પૂછ્યું. કવિએ રાત્રે બનેલી બધી વાત કહી સંભળાવી. ત્યારે તે પુત્રીએ કહ્યું કે, આમાં શું છે તે આટલા બધા ખિન્ન થયા. એ કથા હું તમને ફરી લખાવી દઉં મને તે બધી મૂકે છે. એમ કહી તેણે તરત જ સ્થાપીઠ જેટલો ભાગ તેની આગળ બોલી બતાવ્યો જેથી કવિન મનને આલ્હાદ થયો અને પછી ક્રમથી ને પુત્રીના મેઢેથી આખી કથા ફરી લખી લીધી. બન્યું એમ હતું કે, કવિ જયારે એ કથાની રચના કરવા બેસતો ત્યારે તે પુત્રી રાજે-નિયમથી એ સાંભળી લેતી અને પિતાની અદ્દભુત રમરણશક્તિના બળે એને યથાવત ધારી લેતી. આ રીતે આખી કથા તેને કંઠે થઈ રહેલી હતી. ફક્ત જ્યારે વચ્ચે કેક દિવસે તેના સાંભળવામાં ન આવ્યો હોય તેટલો ભાગ ખંડિત રા, જે કવિએ પોતાની બુદ્ધિથી પૂરી કાઢ્યો અને એમ એ કથા કરી આખી પુરી કરી લીધી. છતાં, તેમાં ત્રણ હજાર લોક જેટલી ત્રુટી રહી અને તેથી બાર હજારને બદલે નવ હજાર લોક પ્રમાણ જેટલી એ કથા પ્રસિદ્ધિમાં આવી. રાજા તરફથી આ રીતે અપમાન થએલું માની કવ ધારાનગરી છેડીને પશ્ચિમ દિશા તરફ ચાલી નીકળે અને શ્રેષ્ઠ એવા સત્યપુર નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાં આગળ શ્રી મહાવીરદેવનું શાશ્વતસ્થાન
Aho ! Shrutgyanam