________________
૨૪૮]
जैन साहित्य संशोधक
[વંદ રૈ
મહાકવિ ધનપાલ એ જ જમાનામાં વિદ્યમાન હતા. ધનપાલ કે જિનપ્રભ બંને એ ગજનીપતિ મ્લેચ્છ રાજાનું નામ આપતા નથી પણ આપણે ઇતિહાસ ઉપરથી તરત સમજી શકીએ તેમ છીએ કે એ ગજનીપતિ તે ખીન્ને કાઇ નહિં પણ ભારતની પરાધીનતાને! સૂત્રપાત કરનાર ઋતિહાસ પ્રસિદ્ધ મહમૂદ ગજનવી જ છે. મુસલમાની તવારીખેા પ્રમાણે એણે સંવત ૧૦૮૦-૮૧માં ગૂજરાત ઉપર ચઢાઈ કરી હતી અને ગૂજરાતની રાજધાની પાટણને લૂટી કરી ભારતવિખ્યાત સેામનાથની મહનીય મૂર્તિને ધ્વંસ કર્યાં હતા. ગુજરાતને રાજા સેાલંકી ભીમદેવ તે વખતે રાજ્યધાની છેાડીને કચ્છમાં જઇ છુપાઈ રહ્યો હતા, એમ મુસલમાન લેખકેાનું કથન છે. પણ અણહિલપુર કે સામનાથના આ પરાજયને ઉલ્લેખ ગુજરાતના અન્ય કોઇ ગ્રંથકારે કરેલા, જી સુધી જાણવામાં આવ્યા ન હતા તેથી, ઇતિહાસના અભ્યાસીએ માટે આ એક મેટા કાયડાજ કહેવાય છે. પરંતુ, જિનપ્રભસૂરિએ, ઉપર જણાવ્યું તેમ, સંવત ૧૦૮૧ માં ગજનીપતિષે કરેલી ગૂજરાત ઉપરની સ્વારીનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલે છે અને ધનપાલે પેાતાના આ રાત્રમાં અહિલપુર, સારક, અને સામેશ્વર વગેરે સ્થાને તુર્કા વડે ભગ્ન થયેલાં જણાવ્યાં છે. તેથી એ કૈાયડાના ચેાક્કસ ઉકેલ આવી જાય તેમ છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ધનપાલનું આ સ્તોત્ર એક ઘણી મહત્ત્વની નોંધ પુરી પાડે છે. આ સ્તોત્રતી ત્રીજી કડીમાં ધનપાલ કહે છે કે તુરકાએ શ્રીમાલદેશ, અહિલવાડ, ચડ્ડાવલ્લિ ( ચંદ્રાવતી ) મેરઠ, દેલવાડા અને સેામેશ્વર એ બધાં સ્થાનાને નાશ કર્યો છે. અને એક માત્ર સાથેારના મહાવીરને જ તે ભાગી નથી શક્યા. ધનપાલે સૂચવેલા આ નામેામાંથી એકાદ નામ સિવાય બાકીનાં બધાં નામેા મહમૂદ ગજનવીની ચટા સંબંધીનાં જે મુસલમાની વર્ણના છે તેમાં ખરાખર મળી આવે છે.
મહમૂદ ગજનવી સાચેાર ગયા હતા કે નહિં તેને કશે ઉલ્લેખ મુસલમાની તવારીખેામાં મળતા નથી. તેથી સાચારની મહાવીરની મૂર્તિના સંબંધમાં જે ચમત્કારિક પ્રભાવ આ સ્તેાત્રમાં વર્ણવેલા છે તે માટે કાઈ અન્ય ઐતિહાસિક પ્રમાણુ આપી શકાય તેમ નથી. તેમ જ આવાં ચમત્કારિક કથને નું સમર્થન કરવાનું ધેારણુ વૈજ્ઞાનિક ઇતિહાસશાસ્ત્રને સમ્મત પણ નથી. પણ જેમ હિંદુ ગ્રંથકારામાં ચમત્કારાવિષેની ઊંડી બ્રહ્મા રહેલી હોય છે તેમ મુસલમાન ગ્રંથકારામાં પણ રહેલી હાય છે, તેથી એ ગ્રંથામાં જો આવી બાબતને લગતા પુરવાએ શેાધી કાઢવાનું વલણ રખાય તે તેને શેખેાળના ક્ષેત્રમાં સ્થાન અવશ્ય આપી શકાય તેમ છે. એટલા માટે અમે આ બાબતની અહિં નોંધ માત્ર લીધી છે. બાકી મુસલમાન લેખકેા કાર લોકાના દેવતાઓની ચમત્કારિક શક્તિને સ્વીકાર કરે એમ થાડું માની શકાય તેમ છે ? માટે એમના સાહિત્યમાં આવી નોંધની આશા રાખવી એતેા વ્યર્થ જેવી જ છે.
હિંદુઓનાં ઐતિહાસિક સાધનામાં મહમૂદે કરેલી સામનાથની સ્વારીનું સૂચન સરખું યે ન મળી આવતાં છતાં, જેમ મુસલમાનેાના કથન ઉપરથી આપણે તે વાતને ઇતિહાસમાં સ્થાન આપીએ છીએ, તેમ ધનપાલ અને જિનપ્રભસૂરિના કથન ઉપરથી સાચાર સંબંધી આ હકીકતને (મહમૂદ્ર કે તેના સૈન્યની એ સ્થળ ઉપર ચઢાઇ થઈ અને સેમનાથની માફક ત્યાંના મહાવીરની મૂર્તિને પણ તેણે તેાડવા પ્રયત્ન કર્યાં પણ તે સફળ ન થયા એ ખાખતને) પણ ઐતિહાસિક ઘટના શા માટે ન ગણી શકાય. જૈન ગ્રંથેાના અવલેાકનથી એ તે સ્પષ્ટ સમજાય છે કે, સેરના સામનાથની સમાન સાચારના મહાવીર પણ તે જમાનામાં ઘણા પ્રખ્યાત હોવા જોઇએ. ધારાની રાજસભાના મુખ્ય પંડિત જેવા મહાકવિ ધનપાલ, જેમ આગળ ઉપર જણાવાશે, એ સ્થાને તીર્થસેવા કરવા માટે આવીને વસી રહે તેમાં એ સ્થાનની મોટી પ્રતિષ્ઠા જ મુખ્ય કારણ હોઇ શકે. એવા સુપ્રસિદ્ધ તીર્થસ્થળમાં, જૈન જેવી બહુ સમૃદ્ધિશાળા-અને તે કાળે તે ખૂબ સત્તાધારી પણ-ગણાતી જાતિએ, પેાતાની ધાર્મિક ઉદારતાના ઉદાહરણ રૂપે કેટલી
Aho ! Shrutgyanam