________________
ગં
कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत
[ ३९३
कुंरपाल सोनपाल संबंधी केटलीक हकीकत
अमदावादमा दूधेश्वर आगळथी जडेलो लेख
[ લે શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ ] થોડા સમય ઉપર અમારી મિત્રમંડળી દૂધેશ્વર પાસે નદી કીનારે “પીકનીક' માટે ગઈ હતી.
દૂધેશ્વર વોટર વર્કસની જમણી બાજુના એક ખેતરમાં એક નદી કીનારે એક લેમની જગ્યા કુઆના થાળાની બાજુમાં કાંઈ ધેલું જણાયું અને પાસેનાં ઝાંખરાં દૂર કરી
જોયું તો આરસને પત્થર જડેલો હોય એમ લાગ્યું, પત્થર ઉપર મેલ જરા સાફ કરીને જોયું તો તેમાં કેટલીક મૂર્તિઓ અને લેખ જેવું દેખાયું; તેથી આખોયે પત્થર બરોબર સાફ કર્યો ત્યારે શુદ્ધ ધોળા આરસમાં એક ઘોડેસ્વારની મૂર્તિ અને નીચે ત્રણ બીજી મૂતિઓ અને આજુબાજુ લેખ કતરેલો જણાયો. મારા એક મિત્રે મને એ પત્થર બતાવ્યો અને લેખનો ભાગ આસપાસ પેન્સીલ ઘસીને ચેખ ઉકલે એ કરી આપ્યો. ઈટ ચુનાના કુઆમાં બાજુએ આ આરસ પત્થર જડેલો છે, અને આરસ શુદ્ધ ઘેળે છે અને આકાર
લંબચોરસ છે. પત્થરની લંબાઈ આશરે પોણા બે ફીટ અને પહોળાઈ એક લેખનું સપરૂપ ફુટ છે. આસપાસ દોઢ કે પિણાબે ઈચને બાકીના પત્થરથી જરા ઉંચો
હાંશીયો (margin ) રાખેલ છે. અને એ હોશીયાની ઉપર અને આજુબાજુ લેખ કતરેલો છે. નીચેના ભાગમાં કાંઈ નથી. લેખ ત્રણ બાજુના હાંશીયામાં પુરે ન થવાથી તેને છેવટનો ડોભાગ ઉપરના હાંશીયાની લેખની લીંટીની તળે લખ્યો છે.
વચ્ચેના સંબચોરસ ભાગમાં ડાબી બાજુએ ઘોડેસ્વારની મૂર્તિ છે અને જમણી બાજુ તેની ત્રણ સ્ત્રીઓ સતી થઈ તેની મૂર્તિઓ છે. મથાળે સૂર્ય ચંદ્ર મુક્યા છે. બધીયે મૂર્તિઓનાં મુખ તોડી નાંખેલાં છે. ઘોડાનું મુખ અખંડિત છે. ઘોડેસ્વાર લડવૈયો હોય એવો લાગે છે. સ્ત્રીના પહેરવેશ ઉત્તર ગુજરાત કે મારવાડ જેવા દેખાય છે અને ચુંદડીની ભાત પણ સ્પષ્ટ કોતરેલી છે.
લેખના અક્ષર બહુ સ્પષ્ટ કોતરેલા છે અને ભાષા કેટલીક તે વખતના લેખોમાં આવે છે એવું અશુદ્ધ અને મિશ્રણવાળી છે; એ “સાગમન કીધે’ ‘સભં ભવતિ, વજે રાજે' “ગરેઉ” “દલી' વગેરે શબ્દોથી જણાશે. અર્થ સ્પષ્ટ છે. લેખ નીચે પ્રમાણે છે:
૧૦.
Aho! Shrutgyanam