________________
૨૧૨ ]
जैन साहित्य संशोधक
[ અંક ૨
અર્થના વાચક હાઈ પાળથી જીવા જે વડે સંસારમાં બંધાઇ રહે છે તે પાપકર્મના વાચક થઇ પડયા છે. આ મતમાં અમારી આસ્થા એસતી નથી. ધર્મ અને અધર્મના તાત્વિક અને નૈતિક એ એ અશ્ વચ્ચે ઊપર જે સંબંધસ્થાપન કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે તે યુક્તિસંગત (logical ) પણ નથી અને કાલક્રમને બંધ બેસતા (chronological) પણ નથી. જીવની માત્ર સ્વાભાવિક ઉર્ધ્વગતિને જ ધર્મ સહાયતા કરે છે એમ માનવું કેવી રીતે યુક્તિયુક્ત હોઇ શકે ? જૈનદર્શનમાં ધર્મ સર્વ પ્રકારની ગતિનું કારણ છે, એમ કહેવામાં આવ્યું છે. જીવની ગતિને એ જેમ સહાયતા કરે છે તેમ પુલની ગતિને પણ સહાયતા કરે છે. બધા પ્રકારની ગતિનું કારણ ધર્મ જીવને માત્ર ઉર્ધ્વગતિમાં સહાયતા કરે એમ કેમ માની શકાય? જ્યારે જીવ જનસંમત નરકામાંના કોઇ એકમાં જાય છે. ત્યારે જીવની તે અધાતિમાં પણ ધર્મ સહાયતા કરે છે એમ અમે સમજી શકીએ છીએ, ધર્મતત્ત્વ ઉર્ધ્વ ગતિને જે રીતે સહાયતા કરે છે તેવી જ અધાતિને પણ સહાયતા કરે છે. એટલા માટે ધર્મ શબ્દનાં ‘ ગતિકારણ ’ એવા તાત્ત્વિક અર્થ સાથે તેનાં ‘પુણ્યકર્મ' એ નૈતિક અર્થના કાઈ પણ પ્રકારને સંબંધ હાઈ શકે નહિં. અધર્મની બાબતમાં પણ કહી શકાય કે એ તત્ત્વ દુ:ખમય સંસાર અથવા યંત્રણાપૂર્ણ નરકામાં જીવની સ્થિતિ જેવી રીતે સંભવિત કરે છે તેવી જ રીતે વળી આનંદધામ ઉર્ધ્વલેાકમાં જીવની સ્થિતિ સંભવિત કરે છે. એથી સ્થિતિકારણ અધ'ની સાથે પાપકર્મ રૂપ અધ'ના કાઇ પણ સંબંધ હેાઇ શકે નહિ. વળી એમ પણ કહી શકાય નહિં કે પુણ્યકર્મ કરવામાં અમુક પ્રયત્નશીલતા હોય છે અને પાપકર્મમાં અમુક જડતા હાય છે, તેથી ગતિ-કારવાચક ધર્મ-શબ્દની સાથે પુણ્યકમ વાચક ધર્મ-શબ્દના સંબંધ છે અને સ્થિતિકારણુ વાચક અધર્મશબ્દની સાથે પાપકર્મવાચક અધર્મશબ્દના સંબંધ છે. જૈનધર્મની નીતિમાં જ નહિં પણ ભારતની લગભગ બધી જ ધર્મનીતિમાં એક વાતને સ્વીકાર થએલા છે કે પુણ્યવાન, સુકર્મી અથવા ધર્મસાધક વ્યક્તિ ક્રિયાવાન ન પણ હોય. અચંચળ સ્થિતિ કે ચિરગંભીર ધૈર્યની ભારતીય ધર્મનીતિમાં અનેક સ્થળે પ્રશંસા કરવામાં આવેલી છે અને એને જ સાધનાનું મૂળ અને લક્ષ્ય કહેલ છે. એ દૃષ્ટિએ જોતાં ધર્મ કરતાં અધર્મ જ વધુ પ્રમાણમાં ધર્મપેાષક છે એમ કહી શકાય.
ખરી વાત એ છે કે તિસ્થિતિ-કારણરૂપે ધર્મ અધર્મની તાત્ત્વિકતાના સ્વીકાર એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. એના નૈતિક અને તાત્ત્વિક બન્ને અશ્ વચ્ચે સંબંધ સ્થાપન કરવાના પ્રયાસ સર્વથા વ્યથૈ લાગે છે.
Aho ! Shrutgyanam