________________
૨૮૨ ].
जैन साहित्य संशोधक
[ खंड ३
(૧૨) ૦૦૦૦૦૦ તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન્ન કરે હાથીઓને સુગાંગેય (પ્રાસાદ) ૧૧ સુધી લઈ ગયો. અને મગધરાજ બહસ્પતિમિત્રને૧૨ પિતાના પગ ઉપર નમાવ્યો. તથા રાજા નંદદ્વારા લઈ જવામાં આવેલ કલિંગજિન મૂર્તિને ૦૦૦ અને ગૃહરને લઈ પ્રતિહારવડે અંગ-મગધનું ધન લઈ આવ્યો.
(૧૩) ૦૦૦૦૦૦૦૦૦ અંદરથી લખેલ (કરેલ) સુંદર શિખરે બનાવરાવ્યાં. સાથેજ સે કારીગરોને જાગીરે આપી. અભુત અને આશ્ચર્ય ( થાય તેવી રીતે તે ) હાથીઓવાળા વહાણ ભરેલ નજરાણું હય, હાથી, રત્ન, માણિજ્ય પાંડયરાજાને ત્યાંથી આ વખતે અનેક મોતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યા. અહિં એ શક્ત (લાયક મહારાજે)
(૧૪) ૦૦૦૦૦૦૦૦૦ સીઓને વશ કર્યો. તેરમાં વર્ષ પવિત્ર કુમારી પર્વત૧૩ ઉપર જ્યાં (જન ધર્મનું) વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષણસંસ્કૃતિ (જન્મ મરણને વટાવી ગયેલ) કાયનિષીદી (સ્વપ) ઊપર (રહેનારાઓ) પાપ બતાવનારાઓ (પાપજ્ઞાપકે) માટે વ્રત પૂરાં થઈ ગયા બાદ મળનાર રાજકૃતિઓ કાયમ કરી દીધી (શાસન બાંધી આપ્યાં). પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવે અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. ( જીવ અને શરીર પારખી લીધું.)
(૧૫) ૦૦૦૦૦૦ સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષિ સંઘી કેના૦૦૦૦૦૦ અરિહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, ઉમદા ખાણોમાંથી કાઢી લાવવામાં આવેલા અનેક યોજનથી લાવવામાં આવેલ ૦૦૦૦૦૦ સિંહપ્રસ્થવાળી રાણી સિધુલાને માટે નિઃશ્રય ૦૦૦
(૧૬) ૦૦૦૦૦૦ ઘટયુક્ત [2] વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યા પતેરલાખના (ખર્ચ)થી. મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ ચેસટ્ટિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસપ્તિકને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યો. આ ક્ષેમરાજે, વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ધર્મરાજે, કલ્યાણ દેખતાં સાંભળતાં અને અનુભવ કરતાં.
(૧૭) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે ગુણ વિશેષ કુશળ, બધા પંથેનો આદર કરનાર બધા (પ્રકારના) મંદિરની મરામત કરાવનાર, અખ્ખલિત રથ અને સન્યવાળા ચક્ર (રાજ્ય)ના ધુર (નેતા) ગુH-(રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશવિનિઃસૃત રાજા ખારવેલ.
અનુવાદક સુખલાલજી
૧૧ મુદ્રારાક્ષસ નાટકમાં નંદ અને ચંદ્રગુપ્તને “સુગાંગ” નામક મહેલ પાટલિપુત્રમાં બતાવવામાં આવ્યો છે.
૧૨ બહસ્પતિ મિત્રના સિક્કાઓ મળે છે જે કે અગ્નિમિત્રના સિક્કાના પહેલાંના માનવામાં આવે છે અને જે એજ જાતનાં છે.
૧૩ આ નામ ખંડગિરિ-ઉદયગિરિનું છે જ્યાં આ લેખ છે. ભુવનેશ્વરની પાસે આ નાના પહાડ છે.
૧૪ લેખના આદિ અંતમાં એક એક મ‘ગલ ચિન્હ બનાવવામાં આવ્યું છે. પહેલું બદ્ધમંગલ છે. અને બીજાનું નામ હજી જાણી શકાયું નથી.
Aho! Shrutgyanam