________________
સંવ ૨] जैनदर्शनमां धर्म अने अधर्मतत्त्व
[ ૩૮રૂ जैनदर्शनमा धर्म अने अधर्मतत्त्व [ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બિ૦ એલ૦] (અનુવાદક શ્રી, નગીનદાસ પારેખ અધ્યાપક ગુજરાત મહાવિદ્યાલય) [ચાલુ વર્ષના સંશોધકના પહેલા અંકમાં ધર્માસ્તિકાય વિષે પંડિત બેચરદાસને એક લેખ પ્રકટ થયે હતું. તેને મૂળ ઉદ્દેશ વિચારપ્રદેશમાં ઉતરવાને અને તાત્વિક શોધ માટે પ્રેરણા આપવાનું હતું. એ વાત નહિં સમજનાર કેટલાક શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ મહાનુભાવે તરફથી અમને સૂચવવામાં આવ્યું હતું કે આ વિષે તમે જ કાંઈક લખો. જો કે એ વિષે તાત્ત્વિક અને ઐતિહાસિક વિચારણા કરવાને ઘણું ને ઘણે અવકાશ છે છતાં અમારે માટે હજી એ પ્રસંગ આવવાની વાર છે.
દરમીયાન “માનસી” જેવા બંગાલી પત્રમાં જૈનદર્શનસમ્મત ધર્માસ્તિકાય, અધમસ્તિકાય વિષે પુષ્કળ ચર્ચા ચાલેલી છે. એ ખંડનમંડનાત્મક ચર્ચામાં મોટા મોટા જેનેતર ફેસરેએ ભાગ લીધે છે. પ્રો. શીલ અને ચકવતી જેવા તેમાં પડયા છે. જૈન સદગૃહસ્થ પૂનમચંદ શામસુખીયાએ પણ એમાં રસભર્યો ભાગ લીધો છે. એ બધા લેખેને સાર આ સ્થળે અત્યારે આપી શકાય તેમ નથી. છતાં એક એ વિષેના બંગાળી લેખન અનુવાદ આ સ્થળે આપ ઉચિત ધારીએ છીએ. એ લેખ અંગીય સાહિત્ય પરિષદુ પત્રિકા પુસ્તક ૩૪ અંક ૨ જામાં પ્રસિદ્ધ થએલે છે. એના લેખક ભટ્ટાચાર્ય હરિસત્ય એમ. એ. બી. એલ૦ છે. એઓ જૈનદર્શનના ખાસ કરી જૈન તર્કશાસ્ત્રના સારા અભ્યાસી છે; લગભગ દશ વર્ષ અગાઉ તેઓએ પોતે કરેલ પ્રમાણનયતત્ત્વાકાલંકારને ઈંગ્રેજી અનુવાદ અમને જેવા આપેલે જે પાછળથી ક્રમશઃ જેન ગેઝેટમાં છપાયે છે, અને જેને ફરી પુસ્તકાકારે છપાવવાને કેટલાક મિત્રે વિચાર કરે છે.
ઉક્ત ભટ્ટાચાર્યે પ્રસ્તુત લેખ માત્ર પ્રતિપાદકસરણીથી સમર્થ રીતે લખેલે છે અને એમાં અનેક વિધી દલીલોની સમીક્ષા પણ કરી છે. અનેક જૈન ગ્રંથને આધાર લેવા ઉપરાંત તર્કથી પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપન કરવાને એ લેખમાં પ્રયત્ન છે, તેથી જૈન તત્વજ્ઞાનના અભ્યાસીઓએ એ ખાસ મનનપૂર્વક વાંચવા જેવું છે. આશા છે કે જેનેતર વિદ્વાનેએ જન તત્વજ્ઞાનના એક ગંભીર પ્રદેશમાં કરેલી આવી સૂફમ વિચારણા, રાત દિવસ જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં રચ્યાપચ્યા રહેવાનું અભિમાન રાખનાર જૈન વિદ્વાને અને ખાસ કરીને જૈન સાધુઓને છુટથી વિચાર કરવા પ્રેરશે અને સાચા અર્થમાં તેઓને દ્રવ્યાનુયોગભક્ત બનાવશે.
સંપાદક]
Aho! Shrutgyanam