________________
अंक ४]
कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण
[३८१
સેના મેકલી. કહનાં (કૃષ્ણવેણા નદી) ઉપર પહોંચેલી સેનાવડે મુસિક (મૂષિક) નગરને બહુ ત્રાસ આપે. વળી ત્રીજે વર્ષે
(૫) ગંધર્વ વેદના પંડિત એવા [ તેઓશ્રીએ ] દંપ (ડફ?) નૃત્ય, ગીત, વાચિત્રનાં સંદર્શને (તમાશાઓ) વડે ઉત્સવ, સમાજ (નાટક, કુસ્તી, આદિ) કરાવી નગરીને રમાડી. તથા એથે વર્ષે, વિદ્યાધરાધિવાસને જેને કલિંગના પૂર્વવત રાજાઓએ બનાવરાવ્યો હતો, અને જે પહેલાં પડ્યો ન હતો. ૦૦૦૦૦૦, ૫જેના મુકટ વ્યર્થ થઈ ગયા છે, જેનાં કવચ, બખ્તરો કાપીને બે પલ્લાં કરી દેવામાં આવ્યાં છે જેનાં છત્રે કાપી પાડી દેવામાં આવ્યાં છે,
(૬) અને જેના ભંગાર (રાજકીય ચિન્હ સોના ચાંદીના લોટા ઝારી,) ફેંકી દેવામાં આવ્યાં છે, જેનાં રન અને સ્થાપતેય (ધન) છીનવી લેવામાં આવ્યાં છે, એવા બધા રાષ્ટિક ભોજકોને પિતાના પગ ઉપર નમાવ્યા. હવે પાંચમા વર્ષમાં નંદરાજના એકસે ત્રીજા વર્ષ (સંવત) માં ખેદાએલી નહેરને તનસુલિયવાટે રાજધાનીની અંદર લઈ આવ્યા. અભિષેકના [છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપિયા
(૭) માફ કર્યા, તેમ જ અનેક લોખો અનુગ્રહો પૌર જાનપદને બઢ્યા. સાતમા વર્ષમાં રાજ્ય કરતાં તિઓની] ગૃહિણું વજઘરવાળી દુષિતા (નામચીન યા પ્રસિદ્ધ) માતૃપદવીને પ્રાપ્ત થઇ (8) [કમાર ?] ૦૦૦૦૦૦ આઠમા વર્ષમાં મહા ૦૦૦ સેના ૦૦૦ ગોરધગિરિ
(૮) ને તેડીને રાજગૃહને ઘેરી લીધું. એનાં કર્મોનાં અવદાને (વીરકથાઓ) ના સંવાદથી યુનાની રાજા (યવનરાજ) ડિમિતે..Demetrios પિતાની સેના અને છકડાં એકઠાં કરી મથુરા છોડી દેવા માટે પાછાં પગલાં ભર્યા. ૦૦૦૦૦૦ નવમા વર્ષમાં [તે શ્રી ખારવેલે ] આપ્યાં છે ૦૦૦૦૦૦ પલ્લવપૂર્ણ
(૯) કલ્પવૃક્ષો ઘડા, હાથીઓ, રથ હાંકનાર સહિત, તેમજ મકાનો અને શાળાઓ અગ્નિકુંડ, સહિત. એ બધું સ્વીકારાવવા માટે બ્રાહ્મણજાતિને જાગીર આપી. અહંતના ૦૦૦૦૦૦
(૧૦) રાજભવનરૂપ મહાવિજય નામનો) પ્રાસાદ તેઓએ આડત્રીસ લાખ (પણ) વડે બનાવરાવ્યો. દશમા વર્ષમાં દંડ–સંધિ-સામ પ્રધાન [તેઓએ] ભૂમિ જય કરવા માટે ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું ૦૦૦૦૦૦. જેના ઉપર ચડાઈ કરી તેઓનાં મણિરત્ન પ્રાપ્ત કર્યો.
(૧૧) ૦૦૦૦૦૦૦૦૦ (અગીયારમા વર્ષમાં) (કોઈ) ખરાબ રાજાએ બનાવરાવેલ મંડ (મંડી યા બજાર ) ને મોટા ગધેડાઓના હળવડે ખેડાવી નાખે. લોકોને છેતરનાર એકસો તેર વરસના તમરના ડિસઘાતને તોડી નાખ્યો. બારમા વર્ષમાં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ થી ઉત્તરાપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા.
* અહતપૂર્વને અર્થ નવું કપડું ચડાવીને એ પણ થઈ શકે છે. ૫ અહીં અક્ષરે ગળી ગયા છે. ૬ અનુગ્રહનો આ અર્થ કોટિલ્યમાં છે. ૭ આ વાકયને પાઠ અને અર્થ સંદિગ્ધ છે.
૮ બરાબર પહાડ જે ગયા પાસે છે અને જેમાં માર્યા ચક્રવર્તી અશોકનાં કરાવેલા ગુફા મઠો છે તે મહાભારત અને એક શિલાલેખમાં ગોરગિરિના નામથી ઉલ્લેખાએલ છે. આ એક ગિરિદુર્ગ છે આની કિલ્લાબંદી હજી પણ મજબુત છે. મોટી મોટી દીવાલવડે દ્વારે અને દરારે બંધ છે.
૯ આ સોનાનાં થતાં. ચતુર્વર્ગ ચિંતામણી દનકાંડ ૫, આ મહાદાનમાં છે.
૧૦ અહિંથી માંડી છેલ્લે સુધી દરેક પંક્તિમાં લગભગ ૧૨ અક્ષરે પંક્તિની શરૂઆતમાં પથરના ચપતરાં સાથે ઉડી ગએલાં છે.
Aho! Shrutgyanam