________________
૨૭૪]
जैन साहित्य संशोधक
[खंड ३
ખારવેલ એક વર્ષ વિજય માટે નીકળતો અને બીજે વર્ષ ઘરે રહેતે, મહેલ વિગેરે બનાવરાવ, દાન દેને, તેમ જ પ્રજાહિતનાં કાર્યો કરતે. બીજી ચડાઈની સફળતા પછી તેણે રાજસૂય યજ્ઞ કર્યો, વાર્ષિક કર માફ કર્યો અને પ્રજાને નવા હકકે અનુગ્રહ આપ્યાં. બહુ જ તેજીથી ચડાઈ કરે. આખા ભારત વર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડય દેશ સુધી એની વિજય પતાકા ઉડી હતી એની સ્ત્રીએ એને બરાબર ચકવતી કહે છે. એ કલિંગનું એવું જ અભિમાન રાખતો જેવું કેટલાક પ્રાંતવાળાઓ પિતપોતાના પ્રાંતનું રાખે છે. એની રાણીએ કલિંગના સાધુઓ માટે પ્રાસાદ કરાવ્યો. પિતાના સ્વામીને “કલિંગ ચકવર્તી”) કહયો અને પિતાની જિન મૂતિને તેણીએ (“કલિંગ જિન”). કહીને ઉલ્લેખ કરે છે.
આશ્ચર્યની વાત છે કે જૈન ગ્રંથમાં ચેદિરાજ ખારવેલને નિર્દેશ સુદ્ધાં નથી. પુરામાં જ્યાં કેશલના “મેઘ” ઉપાધિ ધારી રાજાઓનું વર્ણન છે તે કદાચિત આ જ “મહામેઘવાહન” ઉપાધિવાળા ખારવેલ વંશીઓને નિર્દેશ છે.
ખારવેલે આપેલી કલિંગની મનુષ્યગણના હિંદુઓના રાજ્યમાં મનુષ્યગણના થતી હતી કે જે આજકાલની કાચી પાકી મનુષ્ય ગણત્રીથી બહુ જ સારી હતી દરેક ઠાણામાં અર્થાત ગામોના કેન્દ્ર અને સદર સ્થાનમાં ૨છઠ્ઠર રાખવામાં આવતાં જે ચરિત્ર અને પુસ્ત કહેવાતા. જન્મ અને મૃત્યુની નેધ કરવા સાથે આબાદી (વસતિ)ને સરવાળે હમેશાં તૈયાર રાખવામાં આવતું. આ ખાતાને પલટણ (ફાજ ) એકઠી કરવા માટે તથા વેરો ઉઘરાવવા માટે ચાલતું રાખવામાં આવતું. એમાં પ્રજાનાં ગાધન, જમીન, આદિનું વર્ણન રહેતું. આ બધું વિવરણ કટિલ્યના (ચાણક્ય) અર્થશાસ્ત્ર સાથે મળતું આવે છે. યવન એલચી મેઘાસ્થિની જે લખ્યું છે કે મૌર્ય રાજ્યમાં પ્રજાના જન્મ મરણને હિસાબ તૈયાર રહે છે. આ વાતે ન જાણુવાથી પં. ભગવાનલાલ ઇંદ્રજીતે લખ્યું છે કે મનુષ્યગણના તે હિંદુસ્થાનમાં હતી જ નહિ. અને તેથી જ તેઓ ખારવેલની પ્રજા (પ્રકૃતિ )ની ગણત્રી જે કે રાજાના પ્રથમ રાજ્ય વર્ષના હેવાલમાં આપવામાં આવી છે તેને સમજી ન શક્યા. કલિંગદેશ ઉઘસાથી મેટ હતે. આંધ્રદેશ (તૈલ નદી) સુધી તેની હદ હતી. ખારવેલના પહેલા રાજવર્ષમાં કલિંગ પ્રજા પાંત્રીસ લાખ હતી.
એક સાધન આપણી પાસે છે જેની મદદથી આપણે એ ગણત્રીને તપાસી શકીએ છીએ, લગભગ ૭૫ અથવા સો વર્ષ પહેલાં અશે કે જ્યારે કલિંગને છ હતું ત્યારે કલિંગ પલટણના એક લાખ કેદી અને ૧ લાખ ઘાયલ તેમ જ ભાગેલા સિપાઈએ ગણવામાં આવ્યા હતાં. એ વાત અશોકના શિલાલેખમાં નોંધાએલી છે. એ ઉપરથી કલિંગની આબાદીને હિસાબ કાઢી શકાય છે. જર્મન યુદ્ધશાસ્ત્રના લેખકે એ હિસાબ આપે છે (જેનું પ્રમાણ મેં મારા અંગ્રેજી (૧૯૧૭) લેખમાં આપ્યું છે) કે દેશ ઉપર આક્રમણ થતાં તેની રક્ષા માટે આબાદીમાંથી દર સેંકડે ૧૫ મનુષ્ય લઈ શકે છે. આ રીતે અશેકના વખતમાં લગભગ આડત્રીસ લાખની વસ્તી કલિંગમાં હોવી જોઈએ. આ હિસાબે ખારવેલના પાજ્યની પાંત્રીસ લાખની આબાદી બરાબર લાગે છે.
Aho! Shrutgyanam