________________
अंक ४]
कलिंगना चक्रवर्ती महाराज खारवेलना शिलालेखनुं विवरण
[३७५
લેખમાન લેખની ૧૫ ફુટથી વધારે લંબાઈ અને પાંચ ફુટથી વધારે પહોળાઈ છે. અનેક માણસની કલમેથી કોતરાઈ એ લેખ લખાએલે છે. કેટલી એ જાતના અક્ષરે છે.
લેખભાષા ભાષા પાલિ સાથે બહુ મળે છે અને એના પ્રયોગો જાતકે તથા બૌદ્ધ પિટકે સાથે મળતા આવે છે. શબ્દરચના રચનારની કાવ્યકુશળતા સૂચવે છે. શબ્દ તેલાયેલા છે. શૈલી સૂત્ર જેવી સંક્ષિપ્ત છે.
વૈદિક બાબતો વિગેરે ખારવેલને મહારાજ્યાભિષેક થયો હતે, તે એક વૈદિક કર્મ છે. બૃડસ્પતિસૂત્રમાં લખ્યું છે કે ૨૪ વર્ષ પછી રાજ્યાભિષેક થ જોઈએ એ જ વાત આ લેખ ઉપરથી પણ સિદ્ધ થાય છે. જૈન હોવાથી રાજાએ અશ્વમેધ ન કરતાં રાજસૂય યજ્ઞ કરીને પિતાનું સાર્વભૌમપદ સિદ્ધ કર્યું હતું. લેખમાં ચેદિવંશને રાજર્ષિકુલવિનિઃસૃત કહેલ છે. એમાં અગ્નિકુંડથી સુસજિજત મકાને રાજા દ્વારા બ્રાહ્મણને અપાયાની હકીકત નેધાએલી છે. ખારવેલે જે દાન કર્યું હતું એવા કલ્પવૃક્ષના દાનમાં સોનાનાં ઝાડો બનાવવામાં આવતાં હતા; અને એ મહાદાન કહેવાતું હતું, એવું હેમાદિએ ચતુર્વર્ગ ચિંતામણિ (દાન ખંડ) માં લખેલું છે.
રાનવેન અને વર્ધમાન ખારવેલની સરખામણ વેનની સાથે કરવામાં આવી છે. આ સરખામણી અભિવિજયની બાબતમાં છે. વેન પૃથ્વી માત્રને રાજા હતા. તેણે કાયદાઓ પણ સારા ઘડયા હતા. આ વાત મનુસ્મૃતિમાં લખાએલી છે, પરંતુ તેણે નાતજાતનું બંધન ફેંકી દીધું તેથી બ્રાહ્મણે ચીડાઈ ગયા. પદ્મપુરાણમાં તે તેને જૈન જ લખેલ છે. એમ જણાય છે કે જેમાં વેનની પ્રતિષ્ઠા સારી હતી. | તીર્થંકર મહાવીરનું ગૃહસ્થાશ્રમ અવસ્થાનું નામ વર્ધમાન હતું. જૈન ગ્રંમાં લખેલું છે કે ભગવાનના જન્મથી વંશની અભિવૃદ્ધિ થવાને કારણે ભગવાનનું નામ વર્ધમાન પડયું ( અભિધાન રાજદ્ર). ખારવેલની પ્રશસ્તિમાં જે “વમાન સેવા કેનrfમવિના” એવા શબ્દ છે તેમાં વર્ધમાન પદ લેષાત્મક જણાય છે. “જે બચપણ (શૈશવ)થી વર્ધમાન છે. (અથવા થો)” અને જે અભિવિજયમાં વેન છે ( અથવા થયે). આ ઉપરથી વનિત થાય છે કે ભગવાન મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ લેખ જેટલો જૂને છે તેટલે કેઈ પણ જૈન ગ્રંથ નથી.
હું શિલાલેખના બધા વિષયે કેટલી વાર ઈગ્રેજીમાં લખી ચૂક્યો છું. અહીં એ બધું લખવાથી આ પત્રિકાને પૂરો અંક ભરાઈ જાય અથવા એથી પણ વધી જાય. એમ ધારી અહિં સંક્ષેપમાં જ કાંઈક કહેવામાં આવ્યું છે. પંડિતે ભૂલ ચૂક માફ કરશે.
शुभं भूयात.
Aho! Shrutgyanam