________________
अंक ४]
कलिंगना चक्रवती महाराज खारवेलना शिलालेख विवरण
[३७३
લેતે લેતે પટણી (કુસુમધ્વજ)ની તરફ કુચ કરશે જેથી બધા કાંપી ઉઠશે. આ શિલાલેખથી જાણવામાં આવ્યું કે એ યવનરાજ ડિમરિયસ હતો જે યુનાની ઇતિહાસમાં લખ્યા મુજબ બખ (કિયા) પાછો ચાલ્યો ગયે હતું. આ બનાવ ઈસ્વીસન પહેલાં ૧૭૫ વર્ષમાં બનેલો છે. એ જ સમય પતંજલિને પણ છે. આ વખતે મગધને રાજા પતંજલિને યજમાન પુષ્યમિત્ર હત (“દુર્ણમ યજ્ઞામ”) પુષ્યમિત્ર પછી તેને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયે જેને કે અમરકેષની એક ટીકામાં ચક્રવતી તરીકે નિર્દેશ્ય છે. અગ્નિમિત્રના સિક્કાની પેઠે બરાબર તેજ કેટી અને રૂપને સિક્કો બહસતિમિત્રને મળે છે. બહસતિમિત્રના સિક્કાઓ અગ્નિમિત્રના સિક્કાઓથી પહેલાંના મનાય છે. બૃહસ્પતિ મિત્રને સગપણ સંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતું કે જેઓ બ્રાહ્મણ હતા. એ કેસમપભેસાના શિલાલેખથી નક્કી છે. મેં પુષ્યમિત્ર જે શુંગવંશને બ્રાહ્મણ હતે--અને બૃહસ્પતિ મિત્ર એક છે એમ બતાવ્યું છે. પુષ્ય નક્ષત્રને સ્વામી બૃહસ્પતિ છે. આ એકતાને યુરેપના પ્રસિદ્ધ ઐતિહાસિકે એ સ્વીકારી લીધી છે.
બૃહસ્પતિમિત્ર મગધને રાજા હતે આ તે સુનિશ્ચિત છે. એ નામને પં. ભગવાનલાલ ઇંદ્રજીતે બહુપતિ સાસિન વાંચ્યું હતું. આ પણ એક નામ છે, તેની જાણ તેઓને થઈ ન હતી.
જન ગ્રંથમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જેન સાધુઓ અને પંડિતની સભા થઈ અને જે જૈન આગમો (અંગ) લુપ્ત પ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં. પરંતુ આ ઉદ્ધારને ઘણું જૈને એ ન સ્વીકાર્યો. આ લેખમાં લખ્યું છે કે ખારવેલે મૌર્યકાલમાં નષ્ટ પ્રાપ્ય થયેલાં અંગ સપ્તિક (સાત અંગ), ચોથા ભાગને પુનરુદ્ધાર કરાવ્યો.
જેનેનું તપનુષ્ઠાન પણ આ લેખથી સિદ્ધ થાય છે. આમાં જીવ દેહના જૈન વિજ્ઞાનને પણ ઉલ્લેખ છે.
ખારવેલ ચેદિવંશમાં થશે. કલિંગને પૂર્વ રાજવંશ નાશ પામ્યું હતું. કારણ કે અશકે કલિંગ જીતી ત્યાં પોતાને એક સુબે વાઈસરોય (ઉપરાજ, કુમાર) ની હતું. પરંતુ બૃહસ્પતિ મિત્રના કાંઇક સમયની પહેલાં ત્યાં એક નવો રાજવંશ કાયમ થઈ ગયું હતું, જેની ત્રીજી પેઢીમાં યુવાન અને બહાદુર ખારવેલ હતે. ચેદિવંશને ઉલ્લેખ વેદમાં આવે છે. તેઓ બરાર (વિદર્ભ)માં રહેતા હતા. ત્યાંથી જ છત્તીસગઢ મહાકેશલ થઈને કલિંગમાં પહોંચી ગયા હતા. ખારવેલના સમયમાં મહારાજા સાતકર્ણિ પશ્ચિમમાં હતા. શિલાલેખમાં એમના વંશનું નામ સાતવાહન છે, જેને પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથમાં શાલવાહન કહેવામાં આવેલ છે. સાતવાહનના પ્રથમ શિલા લેખે ઈસ્વીસન પૂર્વે ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાએલા નાના ઘાટ (નાસિક પ્રદેશ)માં મળી આવે છે.
Aho! Shrutgyanam