________________
૨ ૨૨ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
હવે પરતંત્રતા ન જોઈએ; એટલું જ નહી પણ આપણને આજ સુધી જે શિક્ષણ મળ્યું તે બધું ભૂલભરેલું મળ્યું છે, ને ઘણું નુકશાનકારક છે. તે વસ્તુ ગમે તેવી હેય પણ લોકે એટલું તો સમજી શક્યા છે કે આપણી પૂર્વની ભૂમિની વિવિધતા કેઈ જુદી જ હતી. અનેક વિદ્યા, વિચાર, કલા, તત્ત્વ, ધર્મ વગેરેનું સાહિત્ય અધિકાધિક ને ઉચ્ચ હતું.
૪. બ્રાહ્મણ સાહિત્યમાં કે બૌદ્ધ સાહિત્યમાં કે જેને સાહિત્યમાં પૃથ્વી ફરે છે ને સૂર્યાદિ નથી ફરતાં એવું પ્રમાણ છે ? વેદમાં ગમે તે વાર્તા હો, બૌદ્ધ સાહિત્યમાં ગમે તે વાત છે પણ જૈન સાહિત્યથી કાંઈક સમજાય તે જણાવવા યત્ન કરું છું. આપણી આર્ય પ્રજા એમ કહેશે કે સત્ય લાગે તે કેમ ન માનવું ? આપણી બુદ્ધિને તે બરાબર ગ્રાહ્ય છે તે કાં ગ્રહણ ન કરવું? ભૂગોળ ને ખગોળ સંબંધી જ્ઞાન આજે આપણી શાળાઓમાં ચાલી રહ્યું છે; ગ્રેજયુએટ વિદ્વાનોએ આજ સુધીમાં ગુજરાતીમાં તે જ વિચારો ને વિવેચનો ને ભાષાંતરો બહાર પાડ્યાં છે તે લોકોને મારી મચડીને સમજાવવામાં આવે છે, અને ઘણું લેકે તે વિદ્યાના શોખીન પણ થઈ રહ્યા છે.
૫. આ સ્થળે એટલું કહેવું જોઈએ કે પૂર્વની પ્રજાએ પિતાની બુદ્ધિને પશ્ચિમની પ્રજાને ત્યાં ઘરાણે મૂકી છે. તે તે હવે નિકળે ત્યારે ખરી? ન નીકળવાનું કારણ એ છે કે પૂર્વની પ્રજા શું માનતી હતી તે કે તે તેમને બરાબર સમજાયું ન હોય, અથવા સમજવાને જેવા જોઈએ તેવા સાધન તેમને મળ્યાં ન હોય; ગમે તેમ છે, પણ પૂર્વની પ્રજા ખરેખર ભૂલવણીમાં પડી છે. એકલી પૂર્વની પ્રજા ભૂલાવામાં પડી છે તેમ નથી પણ જૈન પ્રજા પણ ભૂલવણીમાં પડી છે. જેને કહે છે કે બીજું બધું ગમે તેમ હે પણ શ્રીમહાવીરના નામે ચડેલા જિનાગમમાં તે આ બાબતની ખાસ ભૂલ છે. તો પછી એ શંકા થશે કે જયારે પૃથ્વી સબંધીમાં મહાવીરે ભૂલ કરી છે, તે પછી તેમનાં કથેલાં શ્રતધર્મ. ચારિત્ર ધર્મ ને દ્રવ્યાસ્તિકાયાદિ પદાર્થો વગેરે જે બાબતે છે તે સાચી હશે એ શા આધારે સમજવું? પ્રાચીન સમયમાં શ્રી મહાવીર જેવા ઋષિઓ પાસે દિવ્યજ્ઞાન કે અતીન્દ્રિય જ્ઞાન હતું એમ દા આપણાથી કેમ થઈ શકશે? અથવા તો તેનામાં સર્વસત્વ તે નહિં જ એ ખુલ્લું થશે.
૬. જૈન દર્શન પ્રમાણે જંબુદીપના ભરતના દક્ષિણાર્ધના મધ્યખંડમાં આપણે રહીએ છીએ. એ ખંડ પશ્ચિમમાં આટલાંટિક મહાસાગર, ઉત્તરમાં ઉત્તર મહાસાગર, પૂર્વમાં પાસિફીક ને દક્ષિણમાં દક્ષિણ મહાસાગરની વચમાં રહ્યો છે. ચારે બાજુએ પાણી હેવાથી વચમાં જમીન ઉપસેલી દેખાય છે. ઉત્તરમાં ઉત્તર બાજી ઉંચી છે. દક્ષિણમાં દક્ષિણ બાજુ નીચી છે. તેનાં પ્રમાણ એ છે કે પશ્ચિમ આટલાંટિક ને . પર્વ પાસિફીક દરિયા જેવી નદીઓ, ઉત્તરથી દક્ષિણ ભણી જાય છે. નીચાણ હોય તે ભણી પાણીને પ્રવાહ જાય છે, એ વાત જ સિદ્ધ છે. તે નદિયો (દગ્યિાઓ ) ઉપર પ્રવાહમાં ઓછી છે, ને નીચે પ્રવાહમાં વિસ્તીર્ણ છે. આ ખંડના મધ્યમાંથી ઉત્તર ભણી જઇએ તો ઉત્તર ધ્રુવ ( North-pole star) ઉો ને ઉંચો દૃષ્ટિમાં ( ૪૫ અંશે ) આવે છે; ને નીચાણમાં જઈએ તે અદશ્ય થાય છે. તેથી સમજાય છે કે દક્ષિણ નીચાણમાં છે. એ ખંડ તે જ કે જેમાં આપણે રહીએ છીએ, તે પૂર્વને ગોળ કે જેમાં એશિયા, આફ્રિકા, યુરેપ ને આલીયા છે. હવે સમજી લ્યો કે જે યુરોપીયને એ મુસાફરી કરી છે, તે તે ગોળ ફરતા દરિયા વિષે; પણ બીજી રીતે નહીં. પણ એથી પૃથ્વી પળ છે એમ સિદ્ધ થતું નથી. હાલના આપણા અર્ધ પ્રાજ્ઞા તે ફૂલાઈને કહે છે કે ગાળ દડાની જેમ પૃથ્વી પર તેઓએ મુસાફરી કરી છે. હવે તમે કહેશો કે અમેરિકા ખંડ ત્યારે કયાં આવ્યો ? સમજે કે ભારતના પશ્ચિમમાં છેલ્લો ખંડ છે તે, કે જેને હાલમાં અમેરિકા કહેવામાં આવે છે.
Aho! Shrutgyanam