________________
સંવ 5 ]
आत्मानुशास्ति भावना
रत्नसिंहसूरिकृत आत्मानुशास्ति भावना [ અનુવાદ–પં. શ્રી સુખલાલજી]
[ રત્નસિંહરિ નામના એક જૈનાચાર્ય ૧૩ મા સૈકામાં થઇ ગએલા છે. તેમણે સંસ્કૃત-પ્રાકૃત–અપભ્રંસ ભાષામાં કેટલાંક ભાવનાત્મક, સ્તુત્યાત્મક અને બેધાત્મક એવાં નાનાં નાનાં સુંદર પ્રકરણે રચાં છે. આ પ્રકરણે કઠે કરવા લાયક તેમ જ હમેશાં સ્વાધ્યાય કરવા લાયક છે. આમાંનું એક પ્રકરણ અહીં આપવામાં આવે છે. આ પ્રકરણ, કર્તાએ પોતાના આત્માને શીખામણ આપવા માટે બનાવ્યું છે તેથી આનું નામ આત્માનુશાસ્તભાવના એવું રાખેલું છે. આખું પ્રકરણ સરલ અને સુબોધ શૈલીમાં રચ્યું છે અને તેથી મુમુક્ષુજનને પાઠ કરતાં આવ્હાઠ આપે એવું છે, ભવિષ્યના અંકમાં એ સૂરિનાં રચેલાં બીજ બીજા પ્રકરણે પણ આ જ પ્રમાણે આપવાનો વિચાર રાખેલ છે–સંપાદક. ]
प्राकृतः संस्कृतो वापि पाठः सर्वोप्यकारणम् ।
यतो वैराग्यसंवेगौ तदेव परमं रहः ॥१॥ પ્રાકૃત હોય યા સંસ્કૃતઃ બધુંએ ભાષણ અપ્રયોજક અર્થાત નકામું છે. કારણ કે વૈરાગ્ય અને સંવેગ તે જ પરમ રહસ્ય અર્થાત શ્રેષ્ઠ તત્વ છે. (૧)
अहो मूढं जगत्सर्वं भ्राम्यदेव तद्धहिर्बहिः।
आकुलव्याकुलं नित्यं धिकिमाश्रित्य धावति ॥२॥ દુઃખની વાત છે કે બધું જગત મૂઢ બની આકુલ વ્યાકુલ થઈ હમેશાં મ્હારને બહાર ભમતું જ રહે છે. ધિકાર છે એને, કારણ કે કોને લક્ષીને દેડે છે. (૨)
संप्राप्य शासनं जैन युक्तं किं मम नर्तितुम् ।
किंवा प्रमाद्यतो युक्तं रोदितं मे मुहुर्मुहुः ॥३॥ જિન શાસન પ્રાપ્ત કરીને મારે શું નાચવું યોગ્ય છે? અથવા મારે પ્રમાદી થઈને વારંવાર રેવું એ યુક્ત છે?. (૩)
आत्मन्नहो न ते युक्तं कर्तुं गजनिमीलिकाम् ।
प्रातर्गतं तु संध्यायां स्थातुं कस्तव निश्चयः ॥४॥ હે આત્મા! તારે ઉદાસીનતા ધારણ કરવા યોગ્ય નથી. કારણ કે પ્રાતઃકાળ તે ગયો. સંધ્યા વખતે તારા રહેવાને શે નિશ્ચય છે?, (૪)
Aho! Shrutgyanam