________________
२
आचारांग सूत्र
એમ તે આચારાંગસૂત્રની આજ સુધીમાં અનેક આવૃત્તિયેા છપાઈ ગએલ છે પરતુ શુદ્ધતા અને ઉત્તમતાની દૃષ્ટિએ એની બરાબરી કરી શકે એવી એકે બીજી આવૃત્તિ અહાર પડી નથી. આ આવૃત્તિ જનીના એક વિદ્વાને વર્ષાંસુધી આચારાંગસૂત્રને ઉડા અભ્યાસ કરી તૈયાર કરેલ છે. મૂળની અનેક પ્રતા ભેગી કરી તેમાંથી પ્રથમ મૂળપાડ તારવી કાઢી, પછી ચૂર્ણિ, ટીકા, અવચૂરી, તખ્ખા અને ખાલાવમેધ આદિ જુદી જુદી વ્યાખ્યા કરનારાઓના પાઠે સાથે સરખાવી, આના પાઠ નિર્ણય કરવામાં આવ્યા છે; એટલું જ નહી પણ આજ સુધીમાં કોઈપણ ટીકાકાર જે વસ્તુ એ સૂત્રમાં જોઇ શક્યા ન હતા તે એમાં તારવી કાઢવામાં આવી છે. અને એ વસ્તુ તે આખા સૂત્રમાં ગદ્યભાગ અને પદ્યભાગ કેટલા છે તેનું પૃથક્કરણ છે. પશ્ચિમના વિદ્વાને આપણા દેશના શાસ્ત્રના કેવી પદ્ધતિએ અને કેટલી ખારીકીથી અભ્યાસ કરે છે તેની કલ્પના આચારાંગસૂત્રની આ આવૃત્તિ જોવાથી થશે. આની વિશિષ્ટતાના ખયાલ એટલા ઉપરથી આવી શકશે કે જર્મનીની એક પ્રખ્યાત યુનિવર્સિટીએ એ ગ્રન્થના સ ંશોધક વિદ્વાનને એમના આવા અથાગ બૌદ્ધિક પરિશ્રમના બદલામાં ઉંચામાં ઉંચી પાંડિત્યપ્રદક ડોકટર ”ની ડીગ્રી આપી છે.
સારામાં સારા એન્ટીક કાગળ ઉપર સુન્દર રીતે અને નવી પદ્ધતિએ છપાવવામાં આવેલ છે. પાછળ ગ્રન્થમાં આવતા દરેક શબ્દના પ્રાકૃત અને સ ંસ્કૃત શબ્દકેષ આપવામાં આવેલ છે. તેમ જ ખાસ ખાસ મહત્ત્વનાં પઠાન્તરે પણ આપેલાં છે. દરેક ભંડાર, લાઇબ્રેરી અને ગ્રન્થસગ્રહમાં આની એકેક નકલ ખાસ રાખવા લાયક છે તેમ જ દરેક સાધુસાધ્વીને સ્વાધ્યાય માટે અત્યંત ઉપયોગી હાવાથી તેમને પણ ખાસ સંગ્રડવા લાયક છે.
જમનીની લિજ્જીગ યુનિવર્સીટી તરફથી એ ગ્રન્થની રામનલીપિમાં જે મૂળ આવૃત્તિ પ્રકટ થઈ છે તેની કોંમત લગભગ ૬-૭ રુપિયા જેટલી પડે છે. છતાં આ આવૃત્તિની મૂળ કિંમત ઘટાડીને માત્ર ૧) રૂપિયે જ રાખવામાં આવી છે. ઘણી જ થેાડી નકલે છુપાએલી છે માટે મગાવવાની ઈચ્છા વાળાએ શીવ્રતા કરવી.
-
સાહિત્યમાં
त्रण छेद सूत्रः बृहत्कल्प-व्यवहार-निशीथ-सूत्राणि न आम् આ ત્રણ છેદ સૂત્ર સાથી વધારે પ્રાચીન અને પ્રધાન આગમ ગણાય છે. એમના કર્તા ભદ્રબાહુ સ્વામી છે. એ છેદ સૂત્રેા ઉપર પૂર્વાચાર્યોએ જેટલી વ્યાખ્યાઓ લખી છે તેટલો બીજા કોઇપણ આગમા ઉપર નથી લખી. એ છેઃ સૂત્રો હજી સુધી કેઇએ છપાવ્યા ન હતા. પરંતુ જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન્ ડા. શ્રીંગ, જેમણે ઉપરોક્ત આચરાંગ સૂત્રનું સ'શેપન કર્યું છે તેમણે જ સૌથી પ્રથમ આ ત્રણ છેઃ સૂત્રનું પણ અત્યુત્તમ સંશાધન કરી પ્રકટ કરવાનું પ્રશંસનીય ધ્યેય પ્રાપ્ત કર્યું છે. આ સૂત્રેાના પાર્ડ પણ આચારાંગ સૂત્રની
Aho! Shrutgyanam