________________
जैन साहित्य संशोधक कार्यालय સ્ટીગ્રીન, : મા વારુ : (પુનરાત )
પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી
ભાષા નાં पठनीय, वाचनीय, मननीय, संग्रहणीय
પુસ્તકનું સૂચિપત્ર પ્રત્યેક સાધુસાધ્વીને અવશ્ય પઠનીય, સર્વ છેદ સૂત્રને સારભૂત આતગ્રંથ
શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ વિરચિત
जीत कल्प सूत्र ભાષ્યકાર યુગપ્રધાન શ્રીજિનભદ્રગણુ ક્ષમાશમણુની આતતા ગણધર અને સ્થવિર પુરુષ જેટલી જ મનાય છે. એમનું રચેલું જીતક૯૫ સૂત્ર અદ્યાપિ બહુ દુર્લભ્ય હતું અને આજ સુધીમાં કોઈએ પ્રકટ કર્યું ન હતું. એ સૂત્ર અતિ ઉત્કૃષ્ટ પદ્ધતિએ છપાવીને આ કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવ્યું છે. આમાં પ્રથમ ક્ષમાશ્રમણજીકૃત મૂળ જીતવાફૂર છે. પછી સિદ્ધસેનગીકૃત પ્રાકૃત ભાષામાં રચાએલી પ્રાચીન જ છે. તે પછી એ ચૂણિના વિષમપદે પર ચંદ્રસૂરિએ લખેલી સંસ્કૃત ટિપ્પણી આપવામાં આવી છે. ચૂણિગ્રંથ તાડપત્રની અતિ જૂની પ્રતે ઉપરથી બહુ પરિશ્રમપૂર્વક અને આધુનિક વિક્વન્માન્ય પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યું છે.
પુસ્તકની શરુઆતમાં ગૂજરાતી ભાષામાં લાંબી પ્રસ્તાવના લખવામાં આવી છે જેમાં સૂત્રકાર ક્ષમાશ્રમણના સમય વગેરે બાબતો વિષે ઐતિહાસિક પદ્ધતિએ વિગતથી ચર્ચા કરવામાં આવેલી છે.
આ સૂત્ર પ્રત્યેક સાધુસાધ્વીને અવશ્ય પઠન કરવા યોગ્ય છે. જે સાધુસાધ્વીઓએ જીતકપસૂત્રનું અધ્યયન કર્યું ન હોય તેમને સ્વતંત્ર પણે વિચારવાને કે વસવાને અધિકાર નથી એમ જેનશાએની સપ્ત આજ્ઞા છે. જે એ આજ્ઞાનું પાલન નથી કરતા તે શ્રમધર્મના વિરાધક થાય છે.
માટે દરેક સાધુસાધ્વીઓને અને જ્ઞાનભંડારોને આ સૂત્ર અવશ્ય સંગ્રહણીય છે,
આ ગ્રંથ નિર્ણયસાગર જેવા સર્વશ્રેષ્ઠ પ્રેસમાં, ઉંચી જાતના એંટિક કાગળ ઉપર, સુંદર અક્ષરમાં મુદ્રિત થયો છે. પુસ્તકની સાઇઝ પણ પુસ્તકને શેભે એવી ક્રાઉન આઠપેજ રાખેલી છે.
આ અપૂર્વ અને અલભ્ય ગ્રંથની કિંમત રૂ. ૩-૦-૦ ભાદ્રવામાસ સુધીમાં મંગાવનારાઓને પાણેજ માફ છે.
Aho! Shrutgyanam