________________
૧૨ ]
जैन साहित्य संशोधक
[વંe 3
=
=
પ્રગતિનું
માત્ર મૂળ મળ પ્રસિદ્ધ થએલો. પરંતુ એ બધી આવૃત્તિ જૂની ઢબે પ્રસિદ્ધ થએલી. એમાં મુદ્રણની
પણ દર્શન નથી થતું. આવા યુનીવર્સીટીના પાયગ્રંથની અનેક આવૃત્તિઓ છતાં તેમાં ખાસ અગત્ય અને મહત્ત્વની બાબતે ન હોય એ સાચા શાસ્ત્ર પ્રેમીને ખટકે તેવી બાબત છે. પરંતુ જોઇને આનંદ થાય છે કે આહંમતપ્રભાકરના ત્રીજામયૂખપે મંજરીનું આ સંસ્કરણ પ્રમાણ મીમાંસાની જેમ અનેક દષ્ટિએ મહત્ત્વ ભોગવે છે. તેમાં જે નવપરિશિષ્ટ જોડવામાં આવ્યા છે, જે ટિપ્પણીઓ આપવામાં આવી છે અને પ્રાસ્તાવિક વક્તવ્યમાં જે હકીકત પૂરી પાડવામાં આવી છે તે બધું ઘણું ઉપયોગી અને અભ્યાસીને અત્યંત ઉપકારક થાય તેમ છે. જેનસંસ્થા તરફથી પ્રકાશન કાર્ય કરનાર વિદ્વાનો વધારે નહિં તે આ મંજરીનો આદર્શ સામે રાખી પિતાનું કાર્ય કરે તે જરૂર પ્રકાશનકાર્યની કિંમત વધારે. તે માટે દરેક જૈનપ્રકાશક વિદ્વાનોને વિનતિ છે કે તેઓ મંજરીના આ સંકરણમાંના પરિશિષ્ટ ઉપર ધ્યાન આપે. આ પરિશિષ્ટ એતિહાસિક અને તાત્વિક બન્ને દષ્ટિએ મહત્ત્વનાં છે.
મંજરીને અંગ્રેજી અનુવાદ બહાર પડશે ત્યારે તેમાં પ્રા. ધવતી સંપાદન કળાનું દર્શન અવશ્ય થશે. પણ અત્યારે તે આ સંસ્કારનું જ દરેક અભ્યાસીની આંખ ઠારે તેવું છે. આમાં જે શ્રમ લેવામાં અાવ્યું છે તે જ સંપાદકની સાહિત્યસેવાનું ખાસ લક્ષણ લાગે છે. કિંમત બે રૂપિઆ એની વધારે નથી. મૂળ
કોના વિયાનકમ ઉપરાંત વિસ્તૃત વિષયાનકમ જોડવામાં આવ્યો હોત તો આની ઉપયોગિતામાં ઘણો ઉમેરે થાત; છતાં પહેલા પરિશિષ્ટમાં જે પૂર્વ પક્ષે આપ્યા છે તે વિષયાનુક્રમની એક જુદી જ રીતે ગરજ સારે છે એમ કહી શકાય.
શ્રીયુત મોતીલાલ પોતે મારવાડી અને વ્યાપારી છે. તેમ છતાં આવા નવીન દૃષ્ટિપૂર્ણ પ્રકાશને પ્રસિદ્ધ કરવાની તેમની પ્રવૃત્તિ તેમને યોગ્ય સહાયક શાસ્ત્રી મળ્યાની સૂચના આપે છે; અને એ કાંઈ એછી ખુશીની વાત નથી. જ્ઞાનના ઉજમણમાં લાખો રૂપીઆ ખરચી નાખનાર ગૃહસ્થ ગમે તેવાં પુસ્તકો ખરીદીને કે પ્રસિદ્ધ કરીને જે જ્ઞાન ભક્ત દાખવે છે તે કરતાં આવા ગ્રન્થાનાં, આવી જાતનાં, સંસ્કરણે પ્રસિદ્ધ કરવામાં જ્ઞાનભક્તિની વધારે કિંમત છે એમ આ સંસ્કરણ જોનાર કેાઈ પણ વિદ્વાનને લાગ્યા વિના નહીં રહે.
–પંસુખલાલજી,
આ માંહેના ૧૦૫ થી ૧૫૨ પૃષ્ઠ સુધી આદિત્ય મુદ્રણાલયમાં ગજાનન વિશ્વનાથ પાઠકે છાખ્યાં. રાયખડ રેડ-અમદાવાદ
Aho! Shrutgyanam