________________
नव प्रकाशित ग्रन्थ परिचय
[ ૨૧ ?
પત્રાકાર હોઈ અભ્યાસીઓને બહુ અનુકુલ ન આવે તે સ્વાભાવિક છે. તે ઉપરાંત એ આવૃત્તિમાં ઘણી ત્રુટીઓ છે. સંશોધન જોઈએ તેવું નથી થયું. ક્યાં ક્યાંએ તે સૂત્ર સુદ્ધાં વ્યાખ્યામાં મળી ગયું છે. સંપાદકને એ પણ ખબર નથી પડી કે આ સૂત્ર છે કે વ્યાખ્યા.
આ બધી ખામીએ પ્રમાણમીમાંસાનું પ્રસ્તુત નવું સંસ્કરણ દૂર કરે છે. તે ઉપરાંત આ નવીન સંસ્કરણમાં ઘણી વિશેષતાઓ છે જે અત્યારસુધીના પ્રકાશિત થએલા શ્વેતાંબર દિગંબર બધી સંસ્થાઓના સંસ્કરણમાં સામાન્ય ન દેખાતી નથી. શેઠ મોતીલાલ લાધાજીએ આહંતમત પ્રભાકરનામક ગ્રંથમાળા શરૂ કરી જૈન પ્રકાશન સંસ્થાઓને ખાસ માર્ગ સૂચન થાય તેવી ઘણી બાબતો દાખલ કરી છે. જૂદી જૂદી જૈનસંસ્થાઓ તરફથી આજ સુધીમાં સંસ્કૃતપ્રાકત હજારો પુસ્તકો બહાર પડવ્યાં છે અને પડવે જાય છે. પરંતુ મુદ્રણકાર્યને લગતી થએલી ઉપયોગી પ્રગતિમાંથી જૈનસંસ્થાઓએ અત્યાર સુધીમાં ખાસ તત્તવ કાંઈ લીધું નથી. એનો કાંઈક વિવેક શ્રીયુત મોતીલાલ લાધાજીએ કરેલો છે તેથી તેમને પ્રયાસ કૂળાવહ હોઈ અભિનંદનને પાત્ર છે.
ગ્રંથમાળાના પ્રથમ મયૂખસ્વરૂપ પ્રમાણમીમાંસાના આ સંસ્કરણમાં ધ્યાન ખેંચે તેવી ઉપયોગી બાબતે આ છે.
૧ શબ્દાર્ડબરી અને વસ્તુશન્ય ભાષાનો ત્યાગ કરી પ્રસન્ન તેમ જ અર્થપૂર્ણ ભાષામાં પ્રસ્તાવિક વક્તવ્ય. ૨ અનેક પ્રકારની ઉપયોગી ટિપ્પણીઓ અને ગ્રંથાતર સાથે સરખામણી. ૩ ખાસ ઉમેરેલા પરિશિષ્ટ
કાગળ, છપાપણી, પરિશ્રમ અને કદ જોતાં પુસ્તકની કિંમત એક રૂપિઓ વ્યાજબી છે. કિંમત રાખવામાં સાહિત્ય સેવા ભાવ તરી આવે છે. છેવટે એટલું કહેવું જરૂર છે કે જે આવાં પુસ્તક પાકાં પુંઠાવાળાં હોય તે તેનું જીવન અને મહત્વ બંને વધે. જલદી કે બીજા ગમે તે કારણે જે ઘણી અશુદ્ધિઓ રહી ગઈ છે તે આ ગ્રંથને ન શોભે. તેથી સંપાદક મહાશયનું ધ્યાન આ તરફ ખાસ ખેંચવામાં આવે છે. શરૂઆતમાં વિષયાનુક્રમ આપવાની ખાસ અગત્ય હતી.
મfgvમૂરિચિત-થાર -[સંપાદક અને પ્રકાશક ઉપર પ્રમાણે પૃ.સં. ૧૮૨૪૪]
આ એક વ્યાખ્યા ગ્રંથ છે. તેનું મૂળ જૂદું છે. મૂળ પવમાં છે અને પદ્ય પણ ૩૨ છે. આ ચાર્ય હેમચંદ્રની બે બત્રીસીઓમાંથી બીજી અન્યગ વ્યવચ્છેદિકા નામક દ્વાત્રિશિકા ઉપર શ્રી મલિ વેણુસૂરિની આ સ્યાદ્વાદ મંજરી નામક વ્યાખ્યા છે. એમાં તત્કાલીન સમગ્ર જૈનેતર દર્શનનું નિરસન કરી જૈન મત પ્રસિદ્ધ સ્યાદ્વાદનું સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળગ્રંથ એ બાહ્ય દષ્ટિએ આચાર્ય સિદ્ધસેન દિવાકરની બત્રીસીઓનું અનુકરણ છે. પણ વસ્તુ દષ્ટિએ દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસાની પ્રતિકૃતિ છે. મૂળ ગ્રંથ ટૂંકે છતાં જેટલો પ્રઢ અને પ્રામાણિક છે તેટલી જ ટીકા પણ મહત્ત્વપૂર્ણ છે. ભાષાની પ્રાંજલતા, વક્તવ્યની સ્પષ્ટતા અને પરિમાણની મધ્યમતાની દષ્ટિએ મજરીનું સ્થાન પ્રમાણુમીમાંસની પછી આવે છે. શ્રી મલિષેણ સૂરિએ પોતાની પહેલાના અનેક જૈન જૈનેતર તાર્કિકગ્રંથોનું દોહન કરી ટૂંકામાં ટૂંકે અને છતાં બધી માહિતી વાળો આ ગ્રંથ લખી જૈન તર્ક શાસ્ત્રના અભ્યાસીએનો માર્ગ બહુ જ સરલ કરેલ છે અને તેથી જ આ ગ્રંથ કલકત્તા યુનીવર્સીટી, મુંબઈ યુનીવર્સીટી અને કાશી યુનીવર્સીટી સુદ્ધાંના પાઠયક્રમમાં દાખલ થએલો છે.
૫. હિરાલાલ હંસરાજે ગુજરાતી અને પરમબ્રુત પ્રભાવકમંડળે હિંદી અનુવાદ સહિત આ ગ્રંથ ઘણું વર્ષ અગાઉ બહાર પાડેલો. બનારસ ખંબાસિરિઝ અને યશોવિજય ગ્રંથમાલા તરફથી આ ગ્રંથ
Aho! Shrutgyanam