________________
૧૦ ]
जैन साहित्य संशोधक
[खंड ३
માત્રાવાત-કમrvમીમાંસા–[ આહામત પ્રભાકર ગ્રંથમાળા (પૂના) પ્રથમ મયૂખ. સંપાદક અને પ્રકાશક તીલાલ લાધાજી પૂના પૃ. ૨૦+૧૦૮.]
આ ગ્રંથનો વિષય તેના નામથી જ જાણી શકાય તેવો છે. તેમાં પ્રમાણની ચર્ચા મુખ્ય છે તેથી તેનું નામ પ્રમાણમીમંસા રાખવામાં આવ્યું છે. પણ તેમાં પ્રમાતા પ્રમેય આદિ તત્ત્વોની પણ ચર્ચા છે.
આ ગ્રંથ સૂત્ર શૈલીએ રચાએ છે અને તેના ઉપર પણ વૃત્તિ છે. આ ગ્રંથના પ્રણેતા સર્વ તંત્ર સ્વતંત્ર પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ છે. તેથી જ એ ગ્રંથની યોગ્યતા ઉચ્ચકોટિની અને ધ્યાન ખેંચે તેવી છે. લગભગ બારસે ચાર વર્ષ જેટલા સમયમાં જૈન તર્કશાસે જે વિકાસ સાધ્યો છે તે સમગ્રપણે જેવો હોય તો તે માટે આ એક જ ગ્રંથનું અવલોકન બસ છે. આ ગ્રંથ સંમતિતર્ક, સિદ્ધિ વિનશ્ચય, સાદાદરત્નાકર આદિ જે અતિ વિસ્તૃત અને જટિલ નથી; તેમ જ ન્યાયાવતાર કે ન્યાયદીપિકા જેવો નાને પણ નથી. આનું પરિમાણ મધ્યમ છે. કર્તાએ પરિમાણ નિર્ધારિત કરવામાં અભ્યાસીઓની સગવડ ખાસ લક્ષમાં રાખી લાગે છે. ગૌતમના ન્યાયસૂત્ર અને દિગંબરાચાર્ય અમૃતચંદ્રની પંચાધ્યાયીની જેમ આ ગ્રંથ પણ પાંચ અધ્યાયમાં હું ચાલે છે. પરંતુ દુઃખની વાત છે કે એ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ નથી. માત્ર એને દેઢ અધ્યાય એટલે ત્રણ આહ્નિક જ મળે છે. એટલા ભાગમાં ફક્ત સે સૂત્રો છે અને વ્યાખ્યા સહિત તેનું પરિમાણુ અઢી હજાર લેક જેટલું છે. આ ગ્રંથ પૂર્ણ રચાયો હશે એમ તે લાગે છે પણ કોણ જાણે શા કારણથી આ ગ્રંથ આમ ખંડિત થઈ ગયો છે. હેમચંદ્રાચાર્યના બીજા ઘણા મહાકાય જેવા ગ્રંથની જ્યારે તે જમાનાથી લઈ આજ સુધીની લખેલી અનેકાનેક પ્રતિઓ મળે છે ત્યારે આ ગ્રંથની આવી ત્રુટિના વિષે ખાસ આશ્ચર્ય થાય છે. સિદ્ધહેમ બન્યાસની પેઠે આ ગ્રંથને પણ કાળે તત્કાળ કવલિત કરી લીધો હોય તો કોણ જાણે.
ભાષા અને વિચાર વિશદતામાં આ ગ્રંથનું સ્થાન વાચસ્પતિ મિશ્રની કૃતિઓ જેવું છે. વાચસ્પતિ મિશ્ર એટલે વૈદિક દાર્શનિક લેખકેમાં ઉચ્ચકેટિના ગ્રંથકાર એ જાણીતું છે. પ્રત્યેક વિષયના નિરુપણમાં આચાર્ય હેમચન્દ્ર ખાસ ધ્યાન રાખ્યું છે ને તે તે વિષયને લગતી બુદ્ધિગ્રાહ્ય અને હદયહારિણી એવી દલીલો આપે છે કે જેથી વિષય શુષ્ક પણ ન બને અને લંબાણથી કંટાળો પણ ન આવે. પ્રતિપાદનમાં ગ્રંથકારનું સ્વાતંત્ર્ય સ્પષ્ટ દેખાય છે. તેમણે ઘણે સ્થળે પૂર્વાચાર્યોના પરિચિત માર્ગને પણ સહેતુક છે છે, અને તર્કશાસ્ત્રમાં છાજે તેવો સ્વતંત્ર બુદ્ધિવૈભવ પણ બતાવ્યો છે. માણિક્યનંદિ વિગેરે દિગંબરાચાર્યોએ પ્રમાણુના લક્ષણમાં જે અપૂર્વપદ મૂક્યું છે અને વાદિદેવસૂરિ જેવા પિતાના વિદ્યાગુરૂએ જે
વ ” એવું પદ મૂકયું છે તે બન્ને ને છેડી આચાર્ય હેમચંદ્ર કુટચ અને છતાં સ્વાર્થગ્રાહી નિર્દોષ નળાઈનિકઃ પ્રમાણમ્ એવું પ્રમાણનું લક્ષણ બાંધ્યું છે અને તેની વ્યાખ્યામાં અન્યતીર્થિકોની જેમ સ્વતીર્થ આચાર્યોનાં લક્ષણની મીમાંસા નિઃસંકોચપણે કરી વિચાર સ્વાતંત્ર્ય પ્રદર્શિત કર્યું છે. કર્તાની સ્વતંત્ર બુદ્ધિ અને સૂક્ષ્મ પ્રતિભાનું દર્શન આખા ગ્રંથમાં થાય છે.
આવા એક ગ્રંથને પણ જૈનસંપ્રદાયમાં અધ્યયન માટે સ્થાન નથી. છતાં ખુશીની વાત એ છે કે આ ગ્રંથ કલકત્તા યુનીવર્સીટીના પાઠયક્રમમાં સ્થાન પામે છે. પરંતુ જૈન અભ્યાસકો ક્યાં ? અને જે કઈ રયો ખડયા જૈનેતર અભ્યાસકો હોય તો તેઓને આ ગ્રંથ મળે ક્યાંથી ? ઘણું વર્ષ અગાઉ આ ગ્રંથ અમદાવાદમાં શેઠ મનસુખભાઈ ભગુભાઇએ છપાવેલો છે અને તે વગર કિંમતે આપવામાં આવે છે છતાં તેના દરેક અભ્યાસીને તે મળી શકતો નથી. એને મેળવવામાં જે લાગવગ કે ખુશામતની જરૂર પડે છે તે તેના નિર્મલ્ય વિતરણનું મહત્ત્વ ઓછું કરી નાંખે છે. ઉક્ત શેઠશ્રીએ સદ્દભાવનાથી છપાવેલ અનેક સુંદર સુંદર ગ્રંથમાં આ એક ગ્રંથ છે પણ તે તેમની પદ્ધતિ પ્રમાણે
Aho! Shrutgyanam