________________
जैन साहित्य संशोधक
[खंड ३
नव प्रकाशित ग्रन्थ परिचय
૧. જૈન ગૂર્જર કવિઓ–પ્રથમભાગ. [ વિક્રમ તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગૂજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિ સહિત વિસ્તૃત સૂચિ. “ જૂની ગુજરાતી ભાષાના ઈતિહાસ’ની વિસ્તૃત પ્રસ્તાવના સમેત સંગ્રાહક અને સંપ્રયજક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ, બી. એ. એલએલ. બી. વકીલ હાઈકોર્ટ મુંબઈ પ્રકાશક જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઑફીસ, મુંબઈ.]
આ ગૌરવ ભરેલા ગ્રંથના “સંપ્રયોજક' શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં, અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈનસાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનને તેમને ઘણો જૂનો રોગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહતી આવડતી તે વખતના એ જૈન ઈતિહાસ અને જૈન સાહિત્યના વિચાર અને અનન્ય આશક બનેલા છે. કેઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પોતાના પ્રિય-વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલન કરતા આવ્યા છે તેના લગ્નોત્સવ સમાન સૌભાગ્ય ભરેલા સુપ્રસંગ જેવો, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાનો તેમના માટે સુઅવસર આવેલો ગણાય. અને એ સુઅવસરને જેવા મેહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ.
આ યુગના જૈન વ્યવસાયી ગૃહમાં મોહનભાઈ જૂના જન ગૂજરાતી સાહિત્યના અભ્યાસી તરીકે સર્વત્ર છે એમ જે કહીએ તો તેમાં જરાયે અમને અતિશયતા નથી લાગતી. ક્યાં તો વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્ય સેવા ! ખરી રીતે જ્યાં આ બે પ્રવૃત્તિઓને જરાયે મેળ નથી ત્યાં મોહનભાઈ આવું અત્યુત્તમ ફળ નીપજાવી શક્યા તે માટે એમના ઉદ્યોગની શી વર્ણના કરી શકાય. કેવળ સાહિત્ય પ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહનો ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુસ્કો પણ, જે કાર્ય મેહનભાઈએ કરી બતાવ્યું છે તે, કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મેહનભાઈ જે ન જમ્યા હોત તો કદાચ જે ન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧ મી સદીની વાટ જરૂર જોવી પડત.
હવે મુદ્દા ઉપર આવીએ. આ ગ્રંથમાં ગુજરાતી ભાષામાં પદ્ય રૂપે, જે જે જૈન વિદ્વાને, જે કંઈ લખી ગયા છે તેની વિગતવાર યાદિ આપવાનો મુખ્ય ઉદેશ રાખેલો છે. આ ભાગમાં ૨૮૦ લેખકાની ૫૪૦ કૃતિએની નોંધ આવેલી છે અને તેણે લગભગ ૬૦૦ પાના રોકેલા છે. એ એકલી નંધ જ નથી પણ ખરી રીતે ૫૦૦ વર્ષના ગાળામાં થએલા ૩૦૦ જેટલા ગૂજરાતી ભાષાના ઉત્કર્ષક અને પિષક એવા જન વિદ્વાનોના જીવનકાર્યનું સારભૂત તારણ છે. આ ૬૦૦ પાનાના મૂળ ગ્રંથ ઉપર ૩૦૦ કરતાં વધારે પાનાની “ પ્રસ્તાવના (!)' છે. એનું નામ પ્રસ્તાવના છે, પણ વાસ્તવિકમાં ગૂજરાતી ભાષાના બંધારણ અને ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારા અનેકાનેક પ્રસ્તા-પ્રકરણો-પ્રબંધાના. સંગ્રહને આ એક મોટો ગ્રંથ જ બનેલો છે. સુંઠના ગાંઠિએ ગાંધી જેવા બનેલા સાક્ષરવર્ગમાંના મોટા ભાગને તે આ ગ્રંથનાં પૂરાં પાનાં ફેરવી જવાં જેટલું વૈર્ય પણ હોવું કઠણ છે ત્યારે મોહનભાઈ તો આવા અનેક ભાગે લખી, સુધારી, છપાવી બહાર પાડવાના હજી તે મેટા મારો કરી રહ્યા છે, ભગવતી મૃતદેવતા એમના એ મહનીય અનેરને સફળ કરવાની શુભતક આપે.
Aho! Shrutgyanam