________________
૨.૪૦ ]
जैन साहित्य संशोधक
પ્ર. શું એ બધા હેત્વાભાસથી જ ઉત્પન્ન થાય છે ?
ઉ. નહિ. સમ્યગ્ હેતુ હાય ત્યાં પણ દૃષ્ટાન્તાભાસા હાઇ શકે.
પ્ર. આ બધાને ઉદાહરણદ્વારા સમજાવા.
| સંત શ્
'
.
ઉ. • અનુમાન, પ્રમાણુ હેાવાથી, પ્રત્યક્ષની પેઠે ભ્રાન્ત છે' એ વાક્યમાં સાવિકલ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે એમાં પ્રત્યક્ષ પ્રમાણ દષ્ટાંતરૂપે મૂકેલ છે. જે ભ્રાન્તવરૂપ સાધ્યથી રહિત છે. ‘ જાગૃત દશાનું જ્ઞાન, પ્રમાણ હેાવાથી, સ્વપ્નજ્ઞાનની પેઠે ભ્રાન્ત છે' એ વાક્યમાં સ્વપ્નજ્ઞાનરૂપ દૃષ્ટાન્ત પ્રમાત્વરૂપ સાધનથી રહેત હેાવાને લીધે સાધનવકલ દૃષ્ટાન્તાભાસ અને છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણેા વડે ન દેખાતા હેાવાથી, ઘટની જેમ, સર્વજ્ઞ નથી ' એ વાક્યમાં ધટરૂપ દૃષ્ટાન્ત નાસ્તિત્વ સાધ્યું, અને પ્રમાણેા વડે ન દેખાવારૂપ સાધન બન્નેથી રહિત હેાવાને લીધે ઉભયવિકલ દૃષ્ટાન્તાભાસ છે. · આ માણસ, રસ્તે ચાલતા પુરુષની પેઠે, મરણશીલ હેાવાથી, વીતરાગ છે' એ વાક્યમાં રસ્તે ચાલતા પુરુષ એ દૃષ્ટાન્ત સંદિગ્ધસાધર્મ છે. કારણ કે તેમાં વીતરાગત્વરૂપ સાધ્યના નિશ્ચય નથી. રસ્તે ચાલતા પુરુષ વીતરાગ પણ હાઈ શકે; તેમ જ સરાગ પણ હોઇ શકે. ‘આ પુરુષ, વ્યાપુરુષની પેઠે, રાગયુકત હેાવાથી, મરણશીલ છે' એ વાયમાં રચ્યાપુરુષ સંદિગ્ધસાધનધર્મ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે તેમાં રાગરૂપ સાધન હાયે ખરૂં અને ન પણ હોય. · આ પુરૂષ, રથ્યાપુરુષની પેઠે, રાગયુક્ત હેાવાથી અસર્વજ્ઞ છે.’ એ વાક્યમાં રચ્યાપુરુષ સંદિગ્ધાલયધર્મ દષ્ટાન્તાભાસ છે. કારણ કે તેમાં અસર્વજ્ઞરૂપ સાધ્ય અને રાગરૂપ સાધન બન્નેના સંદેહ છે. દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ—
वा साधने प्रोक्तदोषाणामुद्भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥ २६ ॥
વાદીકથિત સાધન વાક્યમાં પૂર્વીકત દોષાનું જે ઉભાવન કરવુ' તે દૂષણ અને નિર્દોષ સાધન-વાક્યમાં જે ઉદ્ભાવન કરવું તે દૂષણાભાસ.
પ્ર. સાધનવાક્ય એટલે શું?
ઉ. વાદી જે વાક્યા વડે પ્રતિવાદી સામે પેાતાનું પરાર્થાનુમાન અભિષ્ટ સાધ્ય સિદ્ધ કરવા ઇચ્છતા હાય તે સાધનવાય.
પ્ર. શું સાધનવાક્ય સર્વત્ર સમાન જ હોય છે ?
૯. નહિ. પ્રતિવાદીના અધિકાર ભેદને લીધે સાધનવાક્ય ક્યાંયેક માત્ર હેતુરૂપ હોય છે. ક્યાંયેક પક્ષહેતુ ઉભયરૂપ હાય છે, ક્યાંયેક પક્ષહેતુ દૃષ્ટાન્ત રૂપ હેાય છે, ક્યાંયેક વળી તેમાં ઉપનય મળે છે, અને ક્યાંયેક નિગમન પણ જોડાય છે. અવયવ એક હાય, એ હોય, કે વધારેમાં વધારે પાંચ હાય; પણ જ્યારે તે વાક્ય સદોષ હેાય ત્યારે પ્રતિવાદી તેમાં રહેલા પૂર્વેત પક્ષાભાસ, હેત્વાભાસ કે દૃષ્ટાન્તાભાસાદિ દેષેનું આવિષ્કરણ સભ્ય સમક્ષ કરે છે. એ દાષાવિષ્કરણ એ જ દૂષણ,
પ્ર. પ્રતિવાદીએ વાદીને આવું દૂષણ શ! માટે આપવું ?
ઉ. સત્યજ્ઞાન ખાતર અને વિજ્ય લાભ ખાતર. વાદી ખાટી રીતે સાધન વાક્ય ચેાજી પેાતાનું સાધ્ય સિદ્ધ કરતા હોય ત્યાં પ્રતિવાદી તે વાકયના દેખા બતાવી, વાદી અને સભ્યાને દેષાનું સત્યજ્ઞાન કરાવે છે અને સાથે સાથે વાદીને ખેાટી રીતે વિજય મેળવતાં અટકાવી પેતે સભ્યા સમક્ષ પેાતાની પ્રતિભા વડે વિજ્ય પ્રાપ્ત કરે છે,
Aho! Shrutgyanam