________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨;
હતી. શ્રી મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય આવતાં શાલિભદ્દે એક દિવસ એક, બીજે દિવસે બીજી એમ સ્ત્રીને ત્યાગ કરતે ગયે; આથી તેની બહેન પોતાના પતિને સ્નાન કરાવતી વખતે રડી પડતાં આંસુ પતિના શરીરે પડયાં. તે ધન્ય રડવાનું કારણ જાણી જણાવ્યું કે આવે ત્યાગ હોય! વૈરાગ્ય થતું હોય તે એકદમ સર્વને ત્યાગ એકી સાથે ઘટે. સ્ત્રીએ કહ્યું કે કહેવું સહેલું છે, પણ કરવું દેહેલું છે. એટલે ધન્ય શેઠે સર્વ સ્ત્રીને તુરત જ પરિત્યાગ કરી સંયમ લીધે. શાલિભદ્દે પણ પછી દીક્ષા લીધી. બંને મહાવીરના શિષ્યસાધુ બની સંયમ પાળી દેવલોકે ગયા. ઉપરના શાલિભદ્રના ત્યાગથી તેના બેન અને બનેવી ધના વચ્ચેની–સ્ત્રી પતિની વાત ટુંકમાં પણ સુંદર શબ્દમાં કવિએ આલેખી છે તે જરા ઉદાહરણાર્થે અત્ર મૂકવામાં આવે છે –
વીર તણી વાણી સુણી જીરે, વૃકે મેહ અકાલ, એકેકી દિન પરિહરજી રે, જિમ જલ છેડે પાલ. માતા દેખી હલવલે જીરે, માછલડી વિણ નીર, નારી સઘલી પાયે પડે છરેમત છડે સાહસ ધીર. વહુઅર સઘલી વીનવે જીરે, સાંભલ સાસુ વિચાર, સર છાંડી પાલે ચડ્યો જીરે, હંસલો ઊડણહાર.
૨
અણુ અવસર તિહાં નાવતાં જીરે ધના શિર આંસુ પડંત, કવણું દુઃખ તુજ સાંભર્યું જીરે, ઊંચુ જોઈ કહેત. ચંદ્રમુખી મૃગલોચની છરે, બોલાવી ભરતાર, બંધવ વાત મેં સાંભલી રે, નારીનો પરિહાર. ધને ભણે સુણ ઘેલડી છરે, શાલિભદ્ર પૂરો ગમાર, જે મન આપ્યું છેઠવા જીરે, વિલંબ ન કીજે લગાર. કરજોઠી કહે કામિની છરે, બંધવ સમો નહી કેય, કહેતાં વાત જ સેહલી જીરે, મૂકતાં દેહલી હોય. જાર જા’ ઇમ કહ્યા છરે, તો મેં ઠંડી રે આઠ, પિઉડા! મેં હસતાં કહ્યું જીરે, કુણ શું કરશું વાત.
ઇણે વચને ધન નીસર્યો છરે, જાણે પંચાયણ સિંહ, જઈ સાલાને સાદ કર્યો છેરે, ઘેલા ! ઉઠ અબી. કાલ આહેડી નિત ભમે છરે, પૂઠે મ જઇશ વાટ, નારી બંધન દેરડી રે, ધન ધવ છેડે નિરાશ. જિમ ધીવર તિમ માછો જીરે, ધીવરે નાખે રે જાલ, પુરૂષ ૫ડી જિમ માછલે જીરે, તિમહિં અચિયે કાલ.
બનભર બિહું નીસર્યા જીરે, પહોતા વીરજની પાસ, દીક્ષા લીધી રૂઅડીજી રે, પાલે મન ઉલ્લાસ.
ક્ષમાછત્રીશી–એ છત્રીશ કડીનું સમતા વિષયે કાવ્ય છે તેમાં પહેલાં એટલું જણાવે છે કે
આદર,
આદર છવ ક્ષમા ગુણ આદર, મ કરિશ રાગને દેષજી, સમતાયે શિવ સુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષ છ– સમતા સંજમ સાર સુણું જે, કલ્પ સૂત્રની સાખજી, કે પૂર્વ કેડિ ચારિત્ર બાલે, ભગવંત ઈણ પરે ભાખ9–
આદર
Aho! Shrutgyanam