________________
કવિવર સમયસુંદર
ખંડિત દંડિત અતિ જર્યા રે, પહરી પુરાંણાં ચીર, મસ્તક મુખ આંષિ મસિ ઘસીરે, સઘલું લેપિ શરીર–જે. જિમ કહ્યું તિમ ભાભા કર્યઉં રે, અરથી ન દેષઈ દોષ, દીસઈ રૂ૫ બીહામણું રે, જાણ ભુત પ્રદોષ–જે. ' ફંડ મુંડ સ્વાહા રૂડ બુડ સ્વાહારે, અઠોતરસઉ વાર, મંત્ર ગુણે અણુબેલતી રે, હાસ્યઉ રૂ૫ અપાર ભામાં હું ભૂખ્યો થયઉરે, ભજન ઘઈ ભરપૂર, બઈ સાર્યઉ વિપ્ર જમાડવારે, પ્રીસ્યા બહુ વૃત પૂરરે–જે. પ્રીસ્યા લાડુ બાજલારે, વિવાહના પકવાન, નિરવંતા સવિ નીદ્દવ્યાંરે, અચરિજ એ અસમાન–જે. રે રે વિપ્ર તું કૂણ છઈ રે, ત્રિપતિ ન પામઈ કિમ, ઊઠિ ઉઠિ તું બહાં થકીરે, પભણઈ દાસી એમ–જે.
–સં. ૧૬૫૮ માં રચેલ સાંબપ્રદ્યુમ્ન રાસ, લખ્યા સં. ૧૬૫૯.
આમાં બ્રાહ્મણ જોશીનું કેવું તદ્રુપ ચિત્ર આપ્યું છે તે હાલના જેશી સાથે સરખાવવા જેવું છે. તેવી રીતે ચીતારાનું આબેહુબ સ્વરૂપ કવિએ પોતાના એક અન્ય રાસ -બે હજાર વર્ષ પર થયેલ મૃગાવતી પરની પાઈમાં આલેખ્યું છે તે અત્ર નીચે આપવામાં આવે છે. તેમાં કવિ પિતાના સમયની સ્થિતિ ભૂલી શકતું નથી. જે ચિત્ર ચિતારાએ દે છે તેમાં રાતાં મેં અને ચુંચી આંખવાળાને માથે મેટા પાઘડા વાળા તિરદાજ મુગલ અને કાબલી, કાળા હબસી, પાંડુવર્ણ પઠાણ, કુરાન કિતાબ વાંચતા બુઢા કાજીનાં ચિત્ર મૂક્યાં છે, એટલું જ નહિ પણ માથે મેટા ટેપ ઘાલનારા ને કોથળા જેવા ઢીલા સુંથણ (પાટલુન) પહેરનારા છેડતી કરતાં કપાયમાન થનારા ફિરંગીઓને પણ બાકી રાખ્યા નથી. આ અકબર-જહાંગીરના સમયમાં વેપાર અર્થે જુદે જુદે સ્થલે કેઠીઓ નાંખનાર અંગ્રેજો-પોર્ટુગીઝ છે. આમ કરી કવિએ સમય વિરોધને દેષ ગહેરી લીધે છે, અને એ કાલ વિરોધ ઘણે સ્થળે દેખા દે છે, તેનાં દwતે ત્રણેક અગાઉ અપાઈ ગયાં છે.
ચતુર ચિતારે પ્રહ ૨ જે ૫ થી હાળ. શતડીયાં રમીનઈ કિહાથી આવીચારે-એ દેશી
રાગ પરજીઓ. સલ ચીતારામાંહિં સુંદર રે, નિપુણ છે જેનું નામ રે, રાજમહલ દીધો તેહનઈ રે, વારૂ કરવા ચિત્રામર
–ચતુર ચીતારે રૂપ ચીતરઈરે.
Aho! Shrutgyanam