________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ રે;
૯. સર સોનાક, ઘરિદ ચતુર સોનાર વે, વસર પહેરી સોનાકી છે નંદકુમાર રે,
—એહ ગીતની. રાગ અસાઉરી. ૧૦. ખારા ગીતરી-ખારા ગીત મારૂયાડિ ઢંઢાડિ માંહે પ્રસિદ્ધ છે. ૧૧. રાગ ખંભાયતી. સોહલાની જાતિ. અમાં મોરી મેહિ પરણાવિ દે એમાં મોરી. જેસલમેરા મેરા જાદવા હે–જાદવ મેટા રાય, જાદવ મેટા રાય હે.
અમાં મેરી કડિ મેડીને ઘોડે ચડે–એ ગીતની ઢાલ, ૧૨. રાગ ખંભાયતી-સુંબરા તું સુલતાણ, બીજા થારા સુંબમાં એલગૂ હે–એ ગીતની ઢાલ.
- મુંબરાના ગીતની ઢાલ-જોધપુર મેડતા નાગોર નગરે પ્રસિદ્ધ છે. ૧૩. તિલ્લીરા ગીતરી ઢાલ-મેડતાદિક દેસે પ્રસિદ્ધ છે. (આ સીતારામ પ્રબંધમાંથી છે.) (૪) ગૂજરાતની ૧. પિપટ ચાલ્યઉ રે પરણવા-એ સંસારી ગીતની ઢાલ ખંભાતમાં પ્રસિદ્ધ છે. (ચંપકશેઠ રાસ) ૨. ઢાલ ગામી ગૂજરાતી કુલડાંની.
૩. રાગ વયરાડી-જાજારે બાંધવ તું વડ–એ ગૂજરાતી ગીતની ઢાલ. * ૪. કપૂર હુયે અતિ ઉજલું રે, વલિ અને પમ ગંધ–એ ગીતની ઢાલ.
આવી અનેક દેશી ગીત વગેરેની લીધી છે તે પરથી એમ સમજાય છે કે સ્ત્રી ગીત-લોકગીતનું સાહિત્ય તે વખતે-કવિના જમાનામાં ઘણું હતું. એક સ્થળે એક એવી દેશી ઉતારી છે; જેમકે રાગ પરજીયે. ઢાલ –
સિહરાં સિહર મધુ સરીરે, ગઢા વડે ગીરનારી રે રાંણ્યા સિરહર રૂકમિણીરે, કુંયરાંનંદ કુંભાર રે કંસાસુર મારણ આવિને રે પલાદ ઉદ્યારણ રાસ રમણ ધરિ આવ્યું :
ધરિ આ ઘરિ આયે, હો રામ રામજી ઘરિ આજ—એ દેશી. આ પરથી કવિની અગાઉનાં કાવ્યો હતાં તે પૂરવાર થાય છે. “સોરઠ દેસ સોહામણે સાહેલડી રે દેવાં તણે નિવાસ-એ ગજસુકુમાલની ચેઢાલીયાની ” દેશી એક સ્થળે કહી છે અને બીજે સ્થળે સુબાહુ સંધીની ઢાલ કહી છે તે પરથી ગજસુકુમાલ પરથી ચાર ઢાલવાળું કાવ્ય તથા સુબાહુ સંધિ એ કવિના અગાઉનાં અન્ય કવિએ રચેલાં સુપ્રસિદ્ધ કાવ્યા હતાં તે સિદ્ધ થાય છે.
કવિ પોતે જોડેલાં કાવ્યોની પહેલી કડીની દેશી તરીકે પણ બીજાં પિતાનાં કાવ્યમાં મૂકી છે તે પરથી એમ સિદ્ધ થાય છે કે પિતાની દેશીઓ પર પણ પિતાને મેહ હતો. દાખલા તરીકે સીતારામ પ્રબંધમાં--
(૧) પ્રત્યેક બુદ્ધની બીજા ખંડની આઠમી ઢાલ, (૨) સુણારે ભવિક ઉપધાન લહ્યાં વિણ કિમ સખે નવકાર. એ સ્તવનની ઢાલ.
( આ ઉપધાન સ્તો પોતાનું છે):
Aho! Shrutgyanam