________________
૩૮
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨
સમયસુન્દર તે દેશી રાગ-ઢાળ-દેશીઓના માર્મિક જાણકાર અને વાપરનાર હતા અને તે વાપરી જે સુન્દર કાવ્ય રચતા તે એટલે દરજજે સુધી પ્રસિદ્ધ થઈ ગયા હતાં કે તેમના પછીના જ નહિ, પણ નયસુંદર અને ઋષભદાસ જેવા તેમના સમકાલીન સમર્થ જૈન કવિઓએ પણ સમયસુન્દરનાં કાવ્યની દેશી ટાંકી તે દેશી ઢાળમાં પિતાની કવિતાઓ રચી છે. દેશી રાગ યથાસ્થાને વ્યાપરવામાં સમયસુંદરે વિવેચક બુદ્ધિથી કૌશલ દાખવ્યું છે. (૧) સિંધુડે રગે રે, સુણિ શરિમા જાગે રે
અતિ મીઠી પણ લાગે ઢાલ એ સાતમી રે. (૨) ગેડી રાગે પહેલી ઢાળ, સમયસુંદર કહે વચન રસાલ.
ગાડી રાગ રસાલ બીજી ઢાલ કહી,
સમયસુંદર કહે એમ સુણતાં સરસ સહી. (૩) ટાડીને ધન્યાશરીજી, નવમી ઢાલે રાગ,
સમયસુંદર કહે સાંભલોજી, જિમ ઉપજે વૈરાગ.
ઢાલ ભણી એ સાતમી, ધન્યાસિરિ રાગ સેહેર,
સમયસુંદર કહે ગાવતાં, નરનારી મન મેહેરે. (૪) ભલો રાગ ખંભાયતીરે, સહેલાની ઢાલ છઠ્ઠી રે,
સમયસુંદર કહે શ્રાવકે રે, સાંભળતાં અતિ મીઠીરેયુદ્ધમાં વીર રસ ઉત્પન્ન કરાવવા યુદ્ધગીત “કડખા” માં મૂકાય છે. હાલ મૂલણા છંદ યા પ્રભાતિયું જે રીતે ગવાય છે તે જ રીતે બારોટ ચારણાદિ ગાઈ તેને “કડખું” નામ આપે છે. જૈન કવિઓ બનતાં સુધી યુદ્ધ સંગ્રામનાં ગીત આ કડખાની દેશીમાં જ મૂકે છે. સમયસુંદરે યુદ્ધ સંગ્રામનું ગીત-યુદ્ધ વર્ણન આ દેશમાં મૂકયું છે અને છેવટે કહ્યું છે કે “રામગ્રી રાગની ઢાલ એ પાંચમી, સમયસુંદર કહે જાતિ કડખે
ચ રણ ઝૂઝવા ચંડપ્રોત નૃપ, ચડતનાં તુરત વાજાં વરાયાં,
સુભટ ભટ કટક ચટ મટકિ ભેલા થયાં, વડવડા વાગીયા વેગે ધાયા–૧ ચો. ( ગજવર્ણન ) શીશ સિંદૂરીયા પ્રબલ મદ પૂરીયા, ભમર ગુજાર ભીષણ કપિલા,
સુંઢ ઉલાલતા શત્રુદલ ગાલતા, હાથીયા કરત હાલા કલોલા–૨ ચડા ઘંટ બાજે ગલે રહે એકઠા મલે, મેહ-કાલી ઘટા જાણે દીસે, હલતી હાલ ને શીશ ચામર ઢલે, મત્ત માતંગ રહે ભર્યા રીસેં-૩ ચો. હાલતા ચાલતા જાણે કરી પર્વતા, ગુહર ગુંજાર ગંભીર કરતા, ચંડપ્રોત રાજા તણું કટકમેં, હસ્તી લાખ દેય મદવારિ ઝરતા–૪ ચ૦
Aho ! Shrutgyanam