________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
૩૭
वार्ता च कौतुकवती विमला च वाणी लोकोत्तरः परिमल श्च कुरंगनाभेः
तैलस्य बिन्दुरिव वारीिण दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वमेव भूमौ ॥ કૌતુકવતી વાર્તા, વિમલ વાણી અને કસ્તુરી મૃગની નાભિની લેકેત્તર સુગંધ: આ ત્રણ પાણીમાં તેલનું ટીપ અનિવાર્યપણે પ્રસરે તેમ પૃથ્વી પર સ્વયમેવ પ્રસરે છે.
આ કવિ જાની વસ્તુને નવા આકારમાં–નવી ભાષામાં પોતાની માતૃભાષામાં મૂકતા જઇ તેને ખીલાવ્યે ગમે છે અને તેવી ખીલાવટમાં આવશ્યક એવી પ્રેરણું અને તર્ક શક્તિનો ઉપયોગ કવિ પિતે કવિ અને વાર્તાકાર તરીકે કર્યો ગયે છે. વાર્તાઓમાં લેકોનું અને સંસાર વ્યવહારોનું ચિત્ર-પ્રતિબિંબ કવિએ આળેખ્યું છે. તેનામાં પ્રેરણા છે, અને કિલષ્ટતા નથી. કૃતિઓ ભાષાતર નથી.
કવિ પ્રેમાનન્દ પૌરાણિક સાહિત્યનું અનુકરણ અને ભાષાંતર કર્યું તે પહેલાં જૈન સાધુઓએ પોતાની પૌરાણિક કથાઓનું અનુકરણ અને ભાષાંતર કરવાને માર્ગ ઘણાં વર્ષોથી લઈ લીધે હતો. પ્રેમાનન્દને પુરાણમાંની કથાનું વસ્તુ લઈ તે પર પિતાના કવિત્વને ઓપ આપે અને તેના સમયને “કવિત્વ” જે કાળની ઉપમા અપાય છે તેની પહેલાંના જૈન કવિ, નય સુંદર, આ કવિ, ત્રાષભદાસ વગેરેને “ભાષાંતર કાળ” માં ઉ૬ભવેલા નહિ કહી શકાશે. કારણકે તેઓએ માત્ર ભાષાંતર નથી કર્યું પણ મૂળ વતુ પર પિતાનાં “કવિ કેળવણી” થી ચણેલા સુંદર રંગા-રંગવાળાં ચણતર કરી તેમાં “કવિત્વ” દાખવ્યું છે-એ બધા છુટથી અને છટાથી ભાષા દ્વારા મનેભાવ દાખવવામાં સફલ અને વિજયી થયા છે. દેશી દેશીઓ
સામાન્ય જન સમૂહમાં વાર્તા સાંભળવાને અત્યંત રસ હોય છે અને તેવા વાર્તાના રસીયાઓને-ભાવવાહી લેકગ્ય ભાષામાં એક ધારે વહેતી જૂદી જૂદી ઢાળ-દેશી રાગણીઓમાં પિતાની સ્વાન્ત શક્તિથી કાવ્યમાં મૂકી આ કવિએ કથાનકે પૂરાં પાડ્યાં છે.
એવું કહેવામાં આવે છે કે ગૂર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનંદે ગૂર્જર ભૂમિનાં જ વૃત્તસંતાને ”—ગૂજરાતી રાગો જેવા કે મારૂ, રામેરી, રામગ્રી આદિ દેશી રાગે બહુ છુટથી ઉપયોગ કર્યો છે, પરંતુ અત્રે મને કહેવા દ્યો કે તેમને પૂરગામી આ સમયસુન્દરે તેમની પહેલાં જ દેશી રાગોને અતિ વિસ્તૃત પ્રમાણમાં પિતાની સર્વ કૃતિઓમાં વાપર્યો છે, એટલું જ નહિ, પણ સમયસુંદરના સમકાલીન, અને તેમના સત્તરમાં સૈકામાં જ થયેલ સર્વ જૈન કવિઓએ દેશી ઢાળ-રાગેને જ ઉપયોગ કર્યો છે.
Aho! Shrutgyanam