________________
૩૪
જેન સાહિત્ય સંશોધક
અને કવિત્વ બતાવ્યું છે, છતાં પિતે પિતાના નામ પાછળ “કવિ” એ પદ ક્યાંય ધારણ કરેલું દેખાતું નથી ઉલટું પિતાની લઘુતા તેમણે બતાવી છે.
૧ પ્રણમૌં ગુરૂ માતા પિતા, જ્ઞાનદષ્ટિ દાતાર,
કીડીથી કુંજર કરે, એ માટે ઉપગાર. ગારૂડ ફણીની મણિ ગ્રહે, તે જિમ મંત્રપ્રભાવ, તિમ મહિમા મુઝ ગુરૂ તણે, હું અતિ મૂઢ સ્વાભાવ.
-
પ્રભુદ્ધરાસ. ૨ હું મૂઢ મતિ કિશું જાણું મુઝ વાણિ પણિ ન સવા રે,
પણિ જે જોડિ મેં રસ પડ્યો તે દેવગુરૂ પરસાદે; હું શીલવંત નહિ તિ, મુઝ પોતે બહુ સંસારરે, પણિ શીલવંતનો જશ કરતાં મુઝ થાશે સહિ નિસ્તાર રે.
-સીતારામ ચોપાઈ. પણ કવિ પોતે “કવિનાં લક્ષણ એક સ્થલે જણાવે છે કે,
ચપલ કવીસરના કહ્યાં એક મન ને વચન એ બેઇરે, કવિ કલ્લોલ ભણિ કહે, રસના વાહ્યા પણ કેરે,
-સીતા રામ. કાવ્યને હેતુ
સાધુઓનાં ગુણ ગાવાથી અનંત લાભ છે, તેથી ભવને અંત આવે. પ્રહસને ઉઠી શીલવંતના નામ સહુ જપે છે તેથી હું પણ ભક્તિથી આ મૃગાવતી શીલવતીનું ચરિત્ર ભણું છું. દાન ઉત્તમપાત્રને દેવાથી અઢળક લક્ષમી થાય છે તેથી આ સિંહલસુતની દાન કથા કહું છું. જીભ પવિત્ર કરવા આ દમયંતી સતિનું ચરિત્ર કહું છું. કેઈને કલંક ન દેવું–પાપ વચન પરિહરવું એ સીતાનું દુખ જોઇ બોધ લેવાનું છે તેમ જ શીલ પાળી સીતાની પેઠે સુખ અને લીલવિલાસ પામે તે માટે સીતા રામને સંબંધ કહું છું. અનુકંપાપર ચંપક શ્રેષ્ઠી, અને વ્યવહાર શુદ્ધ શ્રાવક ધર્મ પર ધનદત્તની કથા કહુ છું એમ કવિ જણાવે છે.
પિતાની કૃતિમાં મંગલાચરણમાં મહાવીર આદિ તીર્થકર, ગૌતમસ્વામી, સરસ્વતી, સુમતિ, માતપિતા, ગુરૂ-દીક્ષાગુરૂને વિદ્યાગુરૂની, સ્તુતિ-મરણ કરે છે તે પૈકી સરસ્વતી આદિની સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે છે. સરસ્વતી સ્તુતિ
વીણું પુસ્તક ધારિણી સમરું સરસતિ માય, મૂરખને પંડિત કરે કાલિદાસ કહિવાય.
–ચાર પ્રત્યેક બુદ્ધ રાસ.
Aho I Shrutyanam