________________
અંક ૩ ].
કવિવર સમય સુંદર
કવિની અન્ય કરેલી પ્રશંસા.
આ સર્વ કૃતિઓ પરથી જણાય છે કે સમયસુન્દર એ એક પ્રતીતિ, નામી કવિ, ગ્રંથકાર અને લેખક હતા. તેમના સમકાલીન, શ્રાવક-કવિ પ્રસિધ્ધ 2ષભદાસે પણ માત્ર નામથી ઉલેખેલા પ્રસિદ્ધ કવિઓમાં સમયસુંદરને પણ ગણાવ્યા છે –
સુસાધુ હંસ સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ.'
-કુમારપાલ રાસ, રચ્યા સં. ૧૯૭૦. આ પરથી સં. ૧૬૭૦ પહેલાં જ સમયસુંદરે શરચંદ્ર સમાન શીતલ વચન જેનાં છે એવા મોટા બુદ્ધિ વિશાલ કવિ તરીકેની ખ્યાતિ ઋષભદાસ જેવા ઉત્તમ અને તે યુગના એક આધારભૂત કવિ પાસે મેળવી હતી એ સ્પષ્ટ જણાય છે.
સં. ૧૬૭૦ પછી તે તેમણે અનેક સુંદર અને મેટી કૃતિઓ રચી છે અને તેથી તેમની ખ્યાતિ દિન પ્રતિદિન વધતી ગઈ છે. તેમની કવિતાઓના પ્રથમ ચરણે લઈને તેની દેશીઓ મૂકીને તે દેશીઓ પર અનેક જૈન કવિવર–સારા સારા કવિઓએ (સમકાલીનમાં 2ષભદાસ, અને પછીના આનંદઘન વિગેરે) પિતાનાં કાવ્યે રચ્યાં છે એ વાત વિસ્તારથી હવે પછી સમજાવેલ છે.
વિશેષમાં તે પછી જ અઢારમા સૈકામાં થયેલા એક કવિ નામે પંડિત જ્ઞાનતિલકના શિષ્ય વિનયચંદ્ર પોતાના સં. ૧૫ર ને ફાગણ શુદિ ૫ ના દિને પાટણમાં ૪૨ ઢાલ અને ૮૪૮ ગાથાના ઉત્તમકુમાર ચરિત્ર રાસમાં પિતાની માહીતી આપતી છેવટની પ્રશસ્તિમાં સમયસુંદર માટે યથાર્થ જણાવ્યું છે કે –
જ્ઞાન પધિ પ્રધિવા રે, અભિનવ શશિહર પ્રાય, સુ. કુમુદચંદ્ર ઉપમા વહે રે, સમયસુંદર કવિરાય સુ. ૮ તતપર શાસ્ત્ર સમરથિવા રે, સાર અનેક વિચાર સુ.
વલિ કકિંદિકા કમલિની રે, ઉલ્લાસ દિનકાર. સુ. ૯ આ રીતે કવિરાજ સમયસુંદર જ્ઞાન સમુદ્ર માટે ભરતી આણનાર અભિનવ ચંદ્રમાં સમાન, કુમુદ માટે ચંદ્ર સમ, અને શાસ્ત્ર સમર્થન કરવા તત્પર–શાસ્ત્રના ગર્ભમાંથી અનેક વિચારથી સાર-અર્ક કાઢનાર અને કમલના ઉલ્લાસ માટે જેમ સૂર્ય તેમ શાસ્ત્રનું ઉલ્લાસન કરનાર હતા. કવિની લઘુતા.
કવિએ પિતાનાં આખ્યાને ઘણી સુન્દર, મરમ અને સાદી ભાષામાં આલેખ્યાં છે,
Aho! Shrutgyanam