________________
-
-
-
-
અંક ૩, ]
કવિવર સમયસુંદર ગૂર્જર ભાષાની પકૃતિઓ.
૧ વીશી (૨૪ તીર્થકરનાં સ્તવનો) સં. ૧૬૫૮ વિજ્યાદશમી અમદાવાદમાં આને કવિએ “ચતુવિશતિ તીર્થંકરગીતાનિ એ નામ આપ્યું છે. આની શુદ્ધ પ્રત આણંદજી કલ્યાણજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે.
૨ શાંબપ્રદ્યુમ્ન પ્રબંધ રચ્યા સં. ૧૬૫૯ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથના પસાયથી. ભાષામાં માટે ગ્રંથ રચવાને આ તેમને પહેલો પ્રયાસ છે એમ તે જણાવે છે.
શક્તિ નહી મુઝ તેહરી બુદ્ધિ નહી સુપ્રકાશ
વચનવિલાસ નહી તિરયઉ એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રદ્યુમ્ન આખરે નેમીશ્વર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી ક્ષે ગયા. આ બંનેને અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તદ્ભવ મુક્ત થનાર–ચરમભવી મહાત્માઓ સંબંધીનું સૂત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં રચ્યો છે. ગાથા પ૩૫, ઢાલ ૨૧, શ્લોક ૮૦૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્ર વિચાર રસિક લેઢા સારા શિવરાજની અભ્યર્થનાથી રચેલો છે એવું એક જાની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૭૦ ની લખેલી સારી અને જૂની પ્રત લીંબીના ભંડારમાં મેજૂદ છે.
૩ દાન શીલ તપ ભાવના સંવાદ.P (અથવા સંવાદ શતક)૨૨ સં૦ ૧૬૬૨ સાંગાનેરમાં “પદ્મપ્રભુ સુપસાઉલે –
જેનમાં ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે–તે દરેક પિતપતાને વડે માને છે અને એ રીતે ચારે પિતપતાના ગુણ ગાઈ પિતાપિતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપ વડાઈ, વીરની પરિષદમાં, વીર પ્રભુ પાસે કહે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે –
લુણકર્ણસરમાંજ સં. ૧૬૮૫ માં પિતે હતા તે વિશેષસંગ્રહના રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે.
આ P ચિન્હ મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે.
૨૨. કેઈક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે “છાસઠ” છે. પણ ઘણી પ્રતમાં બાસઠ છે તેથી તે જ પાઠ યોગ્ય લાગે છે. આ સંવાદને “સંવાદશતક' કર્તાએ પોતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતા. રામ ચોપાઇમાં એક ઢાલને રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે ) એ સંવાદ શતકની બીજી ઢાલ.” કુલ ૫ ઢાલ છે અને ૫૦ કડી છે. આ સંવાદ સઝાયમાળા અને રત્ન સમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે.
Aho Shrutgyanam