________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
શિષ્ય પરંપરા.
હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૯૭૩ માં “મધ્યાન્હ વ્યાખ્યાન પદ્ધતિ ” તથા બીજે ગ્રંથ નામે “ઋષિમંડલ સ્તવ (મહષિ સ્તવ) ગાથા ર૭૧ નું, તેના પર ૪૨૦૦ લેકની ટીકા રચેલ હતી. ખરતર ગચ્છમાં લગ્વાચાથી નામને આઠમ ગચ્છભેદ ખ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતે તે ગચ્છને હર્ષનંદને ઘણે વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકલેલ એ બંને એ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લેક ૧૩૬૦૪ ની વૃત્તિ રચી હતી.
સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણું (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પતે સંશોધિત કરી હતી. - સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડ પણે સં. ૧૮૨૨ સુધી તો ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર સુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કૌમુદી ચતુઃ ૫દી” એ નામની પદ્યકૃતિ મથુદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે.
યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતરગચ્છ દિશૃંદાજી રીહડ ગોત્ર પ્રસિદ્ધ કલંદા સદ્દગુરૂ સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણ મમતા સહ ત્યાગી સકલચંદજી સક્લ સેભાગી સમતા ચિત્તનું જાગીજી. તાસુ સીસ પરગટ જગમાંહી સદ્દ કોઈ ચિત્ત ચાહજી પાઠક પદવીઘર ઉચ્છાë સમય સુરજ કહાહંજી તાસુ પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારીજી કુશલચંદજી બહૂ હિતકારી તારુ શિષ્ય સુખકારી છે. સદ્દગુરૂ આસકરણજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી
તારુ શિષ્ય આલમચંદ કાયા એ અધિકાર બણાયાજી. આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા, તેના શિષ્ય આસકરણજી અને તેને શિષ્ય આલમચંદ.
થંભણ–Úભનક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવસૂરિના સમયમાં પ્રકટેલી. અંતરિક્ષ પાર્શ્વનાથ–આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અજાવર (અજાહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉના ગામ પાસે. અમીઝરા પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકે.)
જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાડુલાઈ–મારવાડમાં. ગેડી પાર્શ્વનાથ–પારકરમાં. વરકાણા પાર્શ્વનાથ-મારવાડમાં.
Aho! Shrutgyanam