________________
અક-૩ ]
• કવિવર સમયસુંદર
દિલહી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે પૃથ્વીરાજની કરેલ “વેલિ? (કૃષ્ણ રુકિમણીનીવેલી) નાં વખાણ સાંભળી પિતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનેને એકઠા કરી “મારૂઢેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઇનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યું હતું તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને મારૂઢેલાની વાર્તા પર જેટલા ગ્રંથ બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છ સાત ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકે મળે છે. (વા સિંદર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંક).
આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણે જોયા. જૈન કૃતિઓ અપ્રકટ હેવાના કારણે યા તે પર અલક્ષ હેવાના કારણે માત્ર જૈનેતર કૃતિઓ લઈ યુગોનાં લક્ષણો જૈનેતરે બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories) ઘડે એ સ્વાભાવિક છે, પણ જે અત્ર ભારપૂર્વક નમ્ર વકતવ્ય છે તે એ છે કે જૈનકૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંત ખંડિત બની ચૈતન્યશૂન્ય થાય તેમ છે. ગૂર્જર વાગ્યેવીનાં બંને સંતાન-જૈનેતર તેમજ જૈને-સમાનદષ્ટિએ નિરખવાં ઘટે. બંનેને ફાળે સંયુક્ત અવિભકત પુંજી છે. કેઈએ છે, કેઈ વધુ ફાળો આપે, પણ એકેયને અનાદર ન ઘટે. જેનેતરમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મેહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખીલ્યું હોય તે તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્ય પ્રત્યેના મેહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે; સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્યરીતે અને આગળ વધીને જણાવ્યું છે કે
અલાઉદ્દીન ખીલજીના સરદારોએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધૂધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુએ પોતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને
. ૧૦ જુઓ ગુજરાતીને દીવાળી અંક સં. ૧૯૭૭ પૃ. ૬. “રાઠોડ પૃથ્વીરાજ અને વેલી ક્રિસન રૂકમણીરી” એ નામને લેખ. તેમાં તેને રચા સં૦ ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સં૦ ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જે આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય ને પૃથ્વીરાજની સ્વરચિત હોય, તે પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માંગે એ બંધબેતું નથી, બાકી હરરાજજીના આનંદ માટે તે કૃતિ થઈ અને બનાવરાવી એ કથન સિદ્ધ છે.
Aho ! Shrutgyanam