________________
અંક ૩, 1
કવિવર સમયસુંદર
પર રાસ, અને સં. ૧૯૧૭ માં મારૂલા પર ચેપઈ દેવશીલે સં૦ ૧૬૧૯માં વેતાલ પચવીશી અને હેમાનંદે તેજ નામનો ગ્રંથ સં. ૧૬૪૬ માં ગુણમેરૂસૂરિ શિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે પંપાખ્યાન (પંચતંત્ર) ચતુષ્પદી સં૦ ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેતરી ઉર્ફે રસમંજરી સં૦ ૧૬૩૮ માં ખંભાતમાં, વચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર)
પઈ સં. ૧૬૪૮ માં "હીરકલશે સિંહાસનબત્રીશી સં. ૧૬૩૬ માં મંગલ માણેકે વિક્રમાદિત્ય અને ખાપરા ચેરને રાસ સં. ૧૬૩૮ માં નરપતિ કવિએ વિક્રમાદિત્ય ચેપઈ સં. ૧૬૪૯ માં અને નંદબત્રીશી, હેમરને ગરાવાદલ પદમિણી કથા ચેપઈ સં. ૧૯૬૦ માં સારંગે ભેજપ્રબંધ ચિપઈ સં. ૧૬૫૧ માં, અને બિલ્પિણ પંચાશિકા; અને કનકસુંદરે સં. ૧૬૬૭ માં સગાલ શા રાસ; એમ અનેક કવિઓએ અનેક કૃતિઓ રચી છે. જનેતરમાં માત્ર એકાદ જેમકે સં. ૧૫૭૪ માં આમ્રપદ્ર (આમેદ)ના કાયસ્થ કવિ નરસા સુત ગણપતિએ માધવાનળની કથા ગૂજરાતીમાં બનાવેલી લોકકથા મળી આવી છે અને શોધ કરતાં બીજી પણ થોડી ઘણી મળી આવે. જો કે સત્તરમા શતકના ઘણાખરા મળેલા ગ્રંથે ધાર્મિક છે, પણ તેમાં આ લોકકથાના ગ્રંથ મળવાથી તેમાંથી લૌકિક બાબતે ઘણી પ્રાપ્ત થઈ શકે તેમ છે.
કેટલાકે એમ માનતા હતા અને માને છે કે ગુજરાતીમાં વાર્તાઓ લખનાર મૂળ કવિ શામળભટ્ટ આદિ છે; પરંતુ તેમની પહેલાંના જૈન રાસાઓમાંથી અનેક રાસાઓ વાર્તાઓ રૂપે બનાવેલા મળી આવે છે. એ વાત ઉપર કર્તાઓ અને તેમની કૃતિઓને
૩ દેવશીલ-તપાગચ્છના સૌભાગ્યસૂરિ શિ૦ સોમવિમલસૂરિ શિ. લક્ષ્મીભદ્ર શિવ ઉદયશીલ શિ૦ ચારિત્રશીલ શિવ પ્રમેદશીલના શિષ્ય. તેની આ કૃતિ રા. જગજીવનદાસ દયાલજી મેદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે.
૪ વછરાજ-પાર્ધચંદ્રસૂરિ-સમચંદસૂરિ-રત્નચારિત્ર શિવ તેની અન્ય કૃતિઓ સં. ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર.
૫ હીરકલશ-ખરતર દેવતિલક શિ૦ હપ્રભ શિ. અન્યકૃતિઓ સમ્યક કૌમુદી સં. ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચેપઈ સં. ૧૬૦૭.
૬ મંગલ માણેક–આંચલિક ગચ્છના બિડાલંબ ગચ્છ, મુનિરત્ન-સૂરિ આનંદરત્નસૂરિ જ્ઞાનરન ઉદયસાગર-ભાનુભટ્ટ શિ૦ તેણે વિશેષમાં અંબા કથાનક ચોપાઈ સં. ૧૬૩૮ જેઠ સુદ ૧૫ ગુરૂએ શરૂ કરી સં. ૧૬૩૯માં કાર્તિક સુદ ૧૩ ઉજેણીમાં નિઝામના રાજ્યમાં પૂરી કરી છે.
૭ હેમરત્ન–પૌમિક ગ૭ દેવતિલક સૂરિ-જ્ઞાન તિલક સૂરિ-પવરાજ ગણિ શિષ્ય. અન્યકૃતિ શીલવતી કથા સં. ૧૬૭૩ પાલીમાં બનાવી.
આ બધા જૈન શ્વેતામ્બર સાધુઓ છે. ગુજરાતના વેતામ્બર સાધુઓએ કથા સાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જર્મન વિધાન વેંકટર હર્ટલત “ ઍન ધી લિટરેચર ધી વેતાંબરાસ ઓફ ગુજરાત,” એ નામનું ચોપાનીયું અવલોકવું.
Aho I Shrutgyanam