________________
અંક ૪]
વૈશાલીના ગણુસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
૪૩
રૂકને સિવીર દેશનું એક પાટનગર જણાવ્યું છે, અને સાવરદેશનું સ્થાન, હિન્દુસ્થાનના નકશામાં પ્રસિદ્ધ બાદ્ધ વિદ્વાન્ હીસ ડેવિડસ્ ઘણા ભાગે કચ્છના અખાતના નાકા ઉપર મુકે છે. ત્યારે બીજી બાજૂ પવનચંગે વર્ણવેલું Ho-lo-do-kia અગર ૦-Janlo-ka એ ખાતાનના પ્રદેશમાં (મધ્ય એશિયામાં) આવેલું હતું. તેથી એ બંને સ્થાનેના ઐયના અનુમાનમાં આ પ્રમાણુ બાધક રૂપે ઉભું રહે છે. એના સમાધાનમાં ઘણાં સાધક બાધક પ્રમાણે ઉપસ્થિત થાય છે. પ્રથમ તે એ કે દીઘનિકાય આદિમાં જણાવેલ સવીર દેશ કયાં આવેલ હતું તેને હજી કાંઈ ચોક્કસ પત્તો લાગ્યો નથી. વૈદિક પુરાણ અને જૈન સાહિત્યમાં પણ સૈવીર દેશનું નામ આવે છે અને ઘણી વખતે સિન્ધસિવીરના ભેગા સામાસિક નામ વડે પણ તેનો ઉલ્લેખ થએલે મળી આવે છે. એ સિવીર દેશ એ જ બદ્ધોને સિવીર હોય તે તે સિધુ નદીની આસપાસ આવેલ છે જોઈએ. પણ જેન અને બદ્ધ બનેના સૌવીર એક હોય તેમ જણાતું નથી. કારણ કે બૌદ્ધ જેટલા જ જૂના જૈન ગ્રંથમાં સિવીરના પાટનગર તરીકે, જેમ આપણે ઉપર જોયું, તથા વળી આગળ જોઈશું તેમ, વીતિય કે વીતભય નામે પત્તન જણાવ્યું છે, ત્યારે બધે તેને ઠેકાણે રેવ અગર રેક નામ લખે છે. વળી એ નામના પાઠમાં પણ જુદા જુદા દેશના શ્રાદ્ધ હસ્તલેખે જૂદા જૂદા પાઠ ભેદો આપે છે. ઉદારણાર્થે જાતકકથામાં સારવાર અને રેમના એવા બે પઠે મળે છે, ત્યારે દીઘનિકાયમાં સિંહલીવાચનામાં રહી, અને અરમીવાચનામાં જ પાઠ છે. એટલું જ નહીં પણ દેશના નામમાં પણ પાઠફેર છે. દીઘનિકાયેલાં હોવા ના બદલે એક પાઠાન્તર વિર છે અને જાતકકથામાં તે તેના બદલે સ્પષ્ટરૂપે “”િ પાઠાન્તર છે જે ખાસ વિચારણીય છે. લેખકના પ્રમાદ અને અજ્ઞાનથી આવા પાઠભેદ થવા સુલભ છે. પણ એ પાઠભેદેથી ઐતિહાસિકોને પરંપરા ગોઠવવી કેટલી દુર્લભ થઈ પડે છે એ કયે પુરાતત્વજ્ઞ નથી જાણત? ટબેટિયન સાધને ઉપરથી વળી રેક એ, પાલીસાહિત્યપ્રસિદ્ધ કલિય ક્ષત્રિનું નામ ગ્રામ હોય એવી શંકા
૧. જુઓ “Buddhist India” પાન ૩૮; તથા છેવટે આપેલ નકશે.
૨. આવી જાતના પાઠભેદે અને પાઠકે જૈન ગ્રંથોમાં પણ ઘણું થાય છે અને તેથી કેટલીક વખતે તે બહુ ગુંચવાડો ઉભો કરે છે. એક ઉદાહરણ આપું. ઉપરની નેટમાં જેમ દીધનિકાયની ગાથામાં અમુક દેશની અમુક રાજધાની જણાવેલી છે, એવી જ કેટલીક ગાથાઓ જેનસૂત્રમાં પણ મળે છે. હાલમાં જે આગામે આગમેદયસમિતિ નામે સંસ્થા તરફથી છપાયા છે તેમાંથી કargવાણા (પાન ૫૫) માં કૌશાંબી જેની રાજધાની છે એ દેશ માટે પણ ‘ વચ્છ' (વસ ) એ શબ્દ લખ્યો છે અને વૈરટ જેની રાજધાની છે એ દેશ માટે પણ “વચ્છ' એ જ શબ્દ આપે છે. એની એ જ ગાથાઓ પૂત્રતાછૂત્ર ની ટીકામાં ( પાન ૧૨૩ ) આપેલી છે જ્યાં : રછ શરષ” અને “ મઝ' એવા શબ્દો છે જેને તાત્પર્ય ક્રમથી “વદેશમાં કૌશાંબી” અને “મસ્યદેશમાં વૈરાટ' નગર મુખ્ય શહેર છે, એવો થાય છે. ખરો પાઠ આ પાછળના મંથને છે જ્યારે પહેલાને પેટા છે. લેખક અને શૈધકના પ્રમાદ અગર અજ્ઞાનથી આવા ઘણા પાઠોમાં ગરબડ થઈ જાય છે અને પછી શોધકને યથાશસ્થિત પાઠો જોઈ તેના ઉપરથી અનેક તર્ક-વિત કરવા પડે છે.
Aho! Shrutgyanam