________________
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
મહાકાત્યાયન ભિક્ષુ પણ ત્યાંથી નીકળ લમ્પાક, શ્યામા,રાજ્ય, ક્રાણુ વગેરેના મુલ્કમાં થતે સિંધુ નદી ઉતરી મધ્યદેશમાં આવેલી શ્રાવસ્તી નગરીમાં જ્યાં આગળ ભગવાન બુદ્ધ રહેતા હતા ત્યાં સંઘ ભેગે જઈ મળે.
અદ્રાચણ રાજાની આ હકીકત, જ્યાં સુધી હું જાણું છું, દક્ષિણના હીનયાન સંપ્રદાયના પાલી સાહિત્યમાં કયાં આવેલી નથી. ઉત્તરના મહાયાન સંપ્રદાયના સંસ્કૃત અને ટીબેટીયન સાહિત્યમાં જ આ હકીકત મળી આવે છે. દિવ્યાવદાન સિવાય, ક્ષેમેન્દ્રના અવદાન કલ્પલતા નામક ગ્રંથમાં પણ કાણાવદાન આવેલું છે. અવદાનશતક હાલમાં મારી પાસે નહિ હેવાથી તેમાં એ વૃત્તાંત છે કે નહી તે હું કહી શકતું નથી. ખેર. એ બીજા ગ્રંથમાં હોય કે ન હોય તેની ચર્ચા કાંઈ અહીં પ્રસ્તુત નથી. આપણે એ જોવાનું છે કે, યવનચંગ અને રુદ્રાણાયવદાનની હકીકતમાં કેટલી બધી સમાનતા મળી આવે છે. યવનચંગ અને હેલેન્લે-કિય નગરના નાશની અને આ અવદાનમાં જણાવેલી રે– -ક નગરના નાશની હકીક્તમાં જરાએ તફાવત નથી. તેથી હું ધારું છું કે આ બંને હકીકતેનું મૂળ એક જ હેવું જોઈએ, એટલું જ નહિ પણ મને તે યવનચંગનું હે-- લે-લે-કિય એ અવદાનમાંના રેન્ક નામનું જ ચીની ઉચ્ચારણ હેય એમ સ્પષ્ટ જણાય છે. થેમસ વોટર્સ, એ નામની જોડણી ૦-lao-lo-ka (Rallaka?) આ પ્રમાણે કરે છે, અને મિ. બીલ Ho-lo-lo-kia આ પ્રમાણે કરે છે. બીલ આનું બીજું ઉચ્ચારણું ( કુટનેટમાં ) Ragha or Raghan, or perhaps Ourgha આ પ્રમાણે આપે છે અને વૈટર્સ સંસ્કૃત ઉચ્ચારણ રજુક આપે છે. પણ આ બંને ઉચ્ચારણ કરતાં મને અવદાનમાંનું રેન્સ–ક એ ઉચ્ચારણ વધારે સંગત અને ભાષાશાસ્ત્રને મળતું લાગે છે. તેથી આ બંને સ્થાને એક જ હોવાનું મારું અનુમાન મને સપ્રમાણ જણાય છે.
પણ, અહીં એક બીજે ભાગેલિક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે. દીઘનિકાય નામના પ્રાચીન પાલી આગમના મહાવિંદ નામના સુરંતમાં તથા જાતકÉકથામાં
૧. બિબ્લીઓ થકા ઇન્ડિકામાં પ્રકાશિત થએલ અવાનવતા ભાગ ૧, પાન ૮૭૦ થી ૧૦૨૭. . ૨. જુઓ, થોમસ વૅટર્સનું On Yavan Chwang's “Travels in India,” પુસ્તક ૨ જું, પાન ૨૯૮.
૩. બીલનું, Buddhist Records of the western World, પુસ્તક ૨ જું, પાન ૩૨૨. ४. दंतपरं कलिंगानं अस्सकानं च पोतनं ।
माहीस्सती अवंतीनं सोवीरानं च रोरुकं ॥ मिथिला च विदेहानं चंपा अंगेसु मापिता।
बाराणसी च कासीनं, एते गोविंदमापिता ति ॥ પાલી ટેકસ્ટ સોસાયટીઓ છપાવેલ, દીપનિકાય, ભાગ ૨, પૃ. ૨૩૫, મહાવતું ભાગ ૩, પાન ૨૦૮-૨૦૯, માં પણ આ બે ગાથાઓ સંસ્કૃતમાં આપેલી છે.
૫. જાતકકથા ભાગ ૩, ૫. ૪૭૦-“અતીતે લોકો નજરે
Aho! Shrutgyanam