________________
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
દાસીનું ફૂબડાપણું મટી જઈ તેને બદલે અસરા જેવું રૂપસિંદર્ય પ્રાપ્ત થયું. એની એ સુવર્ણ જેવી શરીરકાંતિને લીધે લોકે તેને હવે સુવર્ણગુલિકાના નામે ઓળખવા લાગ્યા. તેના એવા દૈવી સિદર્યની ખબર જ્યારે ઉજજયિનીના ચંડપ્રાતના સાંભળવામાં આવી ત્યારે તે એના ઉપર મોહિત થયો અને એને મેળવવા પ્રયત્ન કરવા લાગે. ગુપ્તચરે દ્વારા પ્રઘાતને મનેભાવ દાસીના જાણવામાં આવતાં તે પણ એના ઉપર અનુરક્ત થઈ. આખરે એક રાત્રિએ પિતાના નલગિરિ નામે દેશપ્રસિદ્ધ હાથી ઉપર બેસીને ચંડપ્રાત જાતે ત્યાં આવ્યું અને દાસીને ઉપાડી ગયે. જતી વખતે દાસી પિતાની સાથે તે મહાવીરની ચમત્કારિક મૂતિ પણ લેતી ગઈ અને તેને ઠેકાણે, ઉદાયન રાજાને તરત ખબર ન પડે તેટલા માટે પહેલાંથી જ પ્રત પાસે તૈયાર કરાવી મંગાવેલી તેના જેવી બીજી મૂર્તિ સ્થાપિત કરતી ગઈ. બીજે દિવસે સવાર થતાં ઉદાયનને એ બધી હકીકતની ખબર પડી. ચંડuત તરફ તેણે તરત એક દૂત મેકલી તેના એ કૃત્ય પ્રત્યે પિતાને ખૂબ તિરસ્કાર અને ક્રોધ બતાવ્યું અને છેવટે જણાવ્યું કે જે દાસી તેને રાખવી હોય તો ભલે રાખે, પણ તેની સાથે લઈ જવામાં આવેલી મહાવીરની મૂતિને પાછી મોકલી આપવી. ચંડપ્રાતે આને કાંઈ જવાબ ન આપે અને તેથી ઉદાયન પિતાના મોટા દળબળ સાથે અવંતી ઉપર ચઢાઈ કરવા ચાલી નીકળ્યું. એ વખતે જેઠ મહિને ચાલતે હોવાથી મભૂમિ પસાર કરતાં તેના સૈન્યને પાણી વિના ઘણી પીડા ભોગવવી પડી હતી અને છેક જ્યારે પુષ્કરના પ્રદેશમાં આવ્યું ત્યારે કાંઈક શાંતિ મળી. ત્યાં થેડેક સમય થેલી તે ઉજ્જયિની પહોંચે. ત્યાં આગળ પ્રાત પણ એને ભેટો કરવા સામે તૈયાર થઈ ઉભું હતું. યુદ્ધની વાટાઘાટ ચાલી ત્યારે ઉદાયને જણાવ્યું કે “જે તારી મરજી હાય તો આપણે બંને જાતે જ યુદ્ધ કરી એક બીજાના ભાગ્યને નિર્ણય કરી લઈએ. વિના કારણ આ બીજા માણસોને સંહાર કરવા કરાવવામાં શું લાભ છે?” પ્રત ઉદાયનના આ વિચાર સાથે સમ્મત થયા અને બંનેયે રથવડે યુદ્ધ કરવાનું નિશ્ચિત કર્યું. પરંતુ પ્રાત કપટથી પાછળથી પોતાના જગપ્રસિદ્ધ નલગિરિ હાથી ઉપર ચઢી બેસી ઉદાયન ઉપર ધસી ચાલ્યા. ઉદાયન પ્રતની આ ધૂર્તતા જોઈ સહેજ આશ્ચર્ય પામ્યું અને છેવટે પિતાની બાણ ચલાવવાની કુશળ કળાથી પ્રતના હાથીના પગેને વીંધી નાંખી તેને ભેંય ભેગો કર્યો અને પછી પ્રદ્યતને પકડી પિતાના શિબિરમાં કેદ કર્યો. આ રીતે પ્રતને પરાજય કરી તેને પિતાને બંદી બના અને ઉદાયન ત્યાંથી તુરત પિતાના રાજ્ય તરફ રવાના થયો. ઉજજયિનીથી કેટલેક છેટે જતાં ચોમાસાનું જોર વધ્યું તેથી વચ્ચે એક ઠેકાણે સારૂં મેદાન જોઈ ઉદાયનના સૈન્ય ચોમાસું વિતાડવા વ્યવસ્થિત રીતે પડાવ નાખે. એ આખું સિચ ૧૦ વિભાગોમાં ગોઠવાયું અને દરેક વિભાગની આસપાસ કામચલાઉ માટીની દીવાલે બાંધી લેવામાં આવી. ભર ચોમાસામાં જ્યારે પર્યુષણા (પજુસણ) નું પર્વ આવ્યું ત્યારે ઉદાયને પિતાની સાથેનાં બધાં માણસ સાથે વૈરવિધની ક્ષમા માંગી. પ્રદ્યોત પણ તેની સાથે જ હતું તેથી તેની પણ ક્ષમા માંગવાની તેને ધર્મદષ્ટિએ ફરજ જણાઈ. એટલે
Aho! Shrutgyanam