________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યના નાયક રાજા ચટક
ર૦
ગ્રંથોમાં આપેલી છે. આ મહાસેન, તે ઇતિહાસપ્રસિદ્ધ અવન્તીને રાજા તે જ મહાસેન છે જેનું વધારે પ્રખ્યાતિ પામેલું નામ પ્રત અથવા ચંડપ્રોત છે. અવંતીના એ મહાન ઉપર ઉદાયને જે નિમિત્તથી ચઢાઈ કરી એને પરાજિત કર્યો તેનું વર્ણન, આવશ્યક ચૂણિ અને ટીકા બંનેમાં દશપુરનગરની ઉત્પત્તિ બતાવતાં કરેલું હોઈ તેને સારાર્થ આ પ્રમાણે છે –
એક વખતે કેટલાક મુસાફરે સમુદ્રની યાત્રા કરતા હતા. સમુદ્રમાં ખૂબ તોફાન થવાથી તેમનું વહાણ ખરાબે ચઢયું અને કઈ પણ રીતે તે આગળ વધતું ન હતું. તેથી લેકે બહુ ગભરાયા. તેમની આ દશા એક દેવના જોવામાં આવી અને તેથી પિતાની શકિત વડે તે વહાણને ખરાબામાંથી બહાર કાઢી રસ્તે પાડયું અને વળી તે લેકેને મહાવીર તીર્થકરની ચંદનકાષ્ઠની બનાવેલી એક મૂતિ–જે તે દેવે જાતે જ બનાવી હતી– લાકડાની પેટીમાં બંધ કરીને આપી અને કહ્યું કે આમાં દેવાધિદેવની મૂર્તિ મુકેલી છે. એના પ્રભાવથી તમે સહિસલામત રીતે સમુદ્રપાર જઈ શકશે. ચેડા જ દિવસમાં એ વહાણ સિંધુસાવીરના કાંઠે આવી લાગ્યું. પછી તે લેકેએ દેવે આપેલી તે મૂતિને વિતભયમાં ઉતારી દીધી. તેને ત્યાંના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીએ પિતાના મહેલમાં એક ચૈિત્યગૃહ બનાવી તેમાં સ્થાપી અને હંમેશાં તેની પૂજા કરવા લાગી. રાજા જે કે પહેલાં તે તાપસમિઓને ભક્ત હતે પણ પાછળથી ધીમે ધીમે તે એ ભૂતિ ઉપર શ્રદ્ધાવાળે થવા લાગ્યું. એક દિવસે રાણી પ્રભાવતી નાચ કરતી હતી અને રાજા વીણા વગાડતે હતું. તે વખતે રાજાની દષ્ટિમાં રાણીનું માથું નહીં દેખાવાથી તે અધીરા થયે અને તેથી તેના હાથમાંથી વીણા વગાડવાને ગજ સરી પડયો. રાણી આ જોઈ ગુસ્સે થઈ અને બેલી કે “સ્વામિન્ ! શું મોં ખરાબ નાચ કર્યો છે, જેથી તમે વેણુ વગાડવી બંધ કરી દીધી?” વધુ આગ્રહ કરતાં રાજાએ ખરી હકીકત કીધી અને તેથી રાણી સમજી ગઈ કે હવે મારું આયુષ્ય જ બાકી રહ્યું છે. તેથી જીવનનું શ્રેયઃ સાધવા સંસારને ત્યાગ કરી ભિક્ષુણી થવું જોઈએ. ભિક્ષુણી થવા માટે રાજાની અનુમતિ માંગતાં, ઘણા વિરોધ પછી, રાજાએ એવી સરતે તેને અનુમતિ આપી કે “જે તું મરીને સ્વર્ગમાં દેવતા થાય તે પછી અહીં આવીને મને તારે સબોધ આપ.” રાણીએ તે સરત કબૂલ કરી અને ભિક્ષણ થઈ. છેડા જ દિવસમાં કોલ કરી તે સ્વર્ગમાં દેવતા રૂપે ઉત્પન્ન થઈ. પૂર્વે આપેલા વચન પ્રમાણે તેણે સ્વર્ગમાંથી આવીને રાજાને સધ કર્યો અને તેથી રાજા પણ દિવસે દિવસે વધારે ધર્મિષ્ઠ થ.
રાણીના મરી ગયા પછી તે મહાવીરની મૂર્તિની, રાણીની એક વિશ્વાસુ પણ શરીરે કૂબડી એવી એક દાસી હતી તે હમેશાં ભકિતપૂર્વક પૂજા કર્યા કરતી હતી. એક વખતે ગાંધાર દેશને એક શ્રાવક એ પ્રભાવશાલી મૂર્તિનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યું. દાસીએ તે શ્રાવકની ખૂબ પરિચર્યા કરી તેથી તે ખુશી થઈને જતી વખતે પિતાની પાસે એક પ્રકારની દૈવી પ્રભાવવાળી ગોળિઓ હતી તે તેને આપતો ગયે. એ ગેળીઓના ભક્ષણથી
Aho I Shrutgyanam