________________
જન સાહિત્ય સંશોધક
[ ખંડ ;
સન ૧૮૧૮ થી ૧૮૨૩ લગી કર્નલ જેમ્સ ટંડે રાજપુતાનાના ઇતિહાસની શોધખોળ કરતાં રાજપુતાના અને કાઠિયાવાડમાંથી કેટલાક પ્રાચીન લેખને પત્તો મેળવ્યું હતું. જેમાંના ૭ મી શતાબ્દીથી લઈ ૧૫ મી શતાબ્દી સુધીના અનેક લેખે તે કર્નલના ગુરૂ યતિ જ્ઞાનચંદ્રજીએ વાંચ્યા હતા, અને જેને સારાંશ યા અનુવાદ ઉક્ત સાહેબે પિતાના “રાજસ્થાન” નામક પ્રસિદ્ધ ઈતિહાસમાં આપ્યો છે,
ઈ. સ. ૧૮૨૮માં બી. જી. બેબીટને મામલપુરના કેટલાક સંસ્કૃત અને તામીલ લેખ વાંચી તેમની વર્ણમાલાઓ તૈયાર કીધી. તેવી જ રીતે વૈટર ઇલિયટે પ્રાચીન કાકડી અક્ષરનું જ્ઞાન મેળવી તેમની વિસ્તૃત વર્ણમાળાઓ પ્રકાશિત કરી.
ઈ. સ. ૧૮૩૪ માં કેપ્ટન રૈયરે પ્રયાગના અશોકસ્તંભ ઉપર બેઠેલા ગુપ્તવંશી રાજા સમુદ્રગુપ્તના લેખને કેટલેક ભાગ વાં, અને પાછળથી તે જ વર્ષમાં ડે. મિલે તે લેખને સંપૂર્ણ વાંચી ૧૮૩૭ માં ભિટારીના સ્તંભ ઉપરને સ્કંદગુપ્તને લેખ પણ ઉકેલી લીધા.
૧૮૩૫ માં ડબલ્યુ. એચ. વૈથને વલ્લભીનાં કેટલાંક દાનપત્રો ઉકેલ્યાં.
૧૮૩૭-૩૮ માં જેમ્સ પ્રિન્સેપે દિલ્લી, કમાઉ અને એ રણના સ્તંભે ઉપરના, સાંચી અને અમરાવતીના સ્તૂપ ઉપરના, તેમ જ ગિરનારના ખડક ઉપરના ગુપ્તલિપિના બધા લેખો વાંચી કાઢયા.
સાંચી સ્તૂપના ચંદ્રગુપ્તવાળા મહત્ત્વના લેખ સંબંધે જે પ્રિન્સેપે ૧૯૩૪ માં લખ્યું હતું કે “પુરાતત્ત્વના અભ્યાસીઓ હજી સુધી સાંચીના શિલાલેખમાં શું લખ્યું છે એ કાંઈ પણ જાણી શક્યા નથી.” તે જ પ્રિન્સેપ ૧૮૩૭ માં એ બધા લેખોને યથાર્થ અનુવાદ સાથે પ્રકટ કરવાની સંપૂર્ણ સફળતા મેળવી શક્યા હતા.
આ રીતે કેપ્ટન ટ્રાયર, ડે. મિલ અને જેમ્સ પ્રિન્સેપના સતત પરિશ્રમથી ચાર્લ્સ વિલ્કીન્સ: જે ગુપ્તલિપિની અપૂર્ણ વર્ણમાળા તૈયાર કરી હતી તે સંપૂર્ણ થઈ અને તેથી ગુપ્તવંશી રાજાઓના સમય સુધીના શિલાલેખ, તામ્રપત્રો, શિકાઓ વિગેરે વાંચવામાં પૂરેપૂરી સફળતા અને સરળતા મળી.
હવે બધી લિપિઓની જે આદિજનની બ્રાહ્મી લિપિ તેને વારે આવ્યા. તે લિપિ ગુપ્ત લિપિથી પ્રાચીન હોવાના સબબે તેનું એકદમ ઉકેલવું કઠિણ હતું. એ લિપિનાં દર્શન તો ઈ. સ. ૧૭૫ માં જ શોધકને થઈ ગયાં હતાં. એ સાલમાં સર ચાસે મૅલેટે ઈલેરાની ગુફાઓમાંના કેટલાક નાના નાના બ્રાહ્મી લેખોની નકલ સર વિલિયમ જેમ્સ પર મેકલી હતી. તેમણે એ નકલેને મેજર વિશ્લેર્ડ કે જે તે વખતે કાશીમાં હતું તેના તરફ, ત્યાંના કેઈ પંડિત મારફત, ઉકેલવા માટે રવાના કરી. પ્રથમ તે ત્યાં તે ઉકેલનાર કોઈ મળે નહિ પણ પાછળથી એક ચાલાક બ્રાહ્મણે કેટલીક પ્રાચીન વર્ણમાળાઓનું એક કૃત્રિમ પુસ્તક તે બિચારા જીજ્ઞાસુ મેજરને બતાવી તે લેખને પિતાની ઈચ્છા પ્રમાણે ખોટી રીતે વાંચી બતાવ્યા અને બદલામાં ખૂબ દક્ષિણા મેળવી. વિલર્ડ સાહેબે આવી
Aho! Shrutgyanam