________________
અંક ૪, ]
પુરાતત્વ સંશાધનને પૂર્વ ઇતિહાસ
નું સ્પષ્ટ જ્ઞાન હજી કેઈને મળેલું ન હોવાથી ભારતનાં પ્રાચીન ઐતિહાસિક સાધના ભંડાર ઉપર હજી તે ને તે જ અંધકારને પડદે પડેલો હતે. જુદા જુદા વિદ્વાનોએ અનેક પુરાતન સિક્કાઓ અને શિલાલેખેને ઘણું સારે સંગ્રહ મેળવી લીધું હતું ખરે, પણ લિપિજ્ઞાનના અભાવે તેમને ત્યાં સુધી કાંઈ ઉપયોગ થ ન હતે.
ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસના પ્રથમ અધ્યાયને ખરે પ્રારંભ ઈ. સ. ૧૮૩૭ થી થાય છે. એ વર્ષમાં એક નવીન નક્ષત્રને ઉદય થાય છે કે જે ભારતીય પુરાતત્વ વિદ્યા ઉપર પડેલા પડદાને દૂર ખસેડે છે. એશિયાટિક સેસાઈટિની સ્થાપનાના દિવસથી તે ૧૮૩૪ સુધીમાં પુરાતત્વ સંબંધી ખરું કામ બહુ જ ઓછું થયું હતું. ત્યાં સુધી વિશેષ કરીને જુના ગ્રંથોના અનુવાદે જ થતા રહ્યા હતા. શિલાલેખ કે જે ભારતના ઈતિહાસના એક માત્ર ખરા સાધન તરીકે ગણાય છે તેમના સંબંધમાં ઘણું જ ઓછું કાર્ય થયું હતું. કારણ એ હતું કે પ્રાચીન લિપિનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું અદ્યાપિ બાકી હતું.
મેં ઉપર એક ઠેકાણે જણાવ્યું છે તેમ પહેલ વહેલાં સંસ્કૃત ભાષા શીખનાર અંગ્રેજ ચાર્ટર્સ વિલ્કીન્સ હતું, અને સૌથી પ્રથમ શિલાલેખ તરફ ધ્યાન આપનાર પણ તે જ હતો. તેણે ઈ. સ. ૧૭૮૫ માં દીનાકપુર જીલ્લાના બદાલ નામક સ્થાન પાસે મળેલા એક સ્તંભ ઉપરને લેખ વાંચ્યા હતા જે બંગાળના રાજા નારાયણ પાલના સમયનો લખેલો હતે. તે જ વર્ષમાં એક હિંદુસ્થાની પંડિત નામે રાધાકાન્ત શર્માએ ટેમરાવાળા દિલ્હીના અશોક સ્તંભ ઉપર દેલા અજમેરના ચૈહાણ રાજા અનલદેવના પુત્ર વિસલદેવના ત્રણ લેખ વાંચ્યા જેમાંના એકની મિતિ “સંવત્ ૧૨૨૦ વૈશાખ સુદી ૫ છે. આ લેખની લિપિ બહુ જુની ન હોવાથી સરલતાની સાથે તે વાંચી શકાયા હતા. પરંતુ તે જ વર્ષમાં જે. એચ. હેરિંગ્ટને બુદ્ધગયા પાસે આવેલી નાગાર્જુની અને બારાબાર ગુફાઓમાં, ઉપરના લેખ કરતાં વધારે જુન એવા મૌખરી વંશના રાજા અનંતવર્માના ત્રણ લેખે ખોળી કાઢયા હતા કે જેમની લિપિ ગુપ્તકાલીન લિપિથી ઘણે અંશે મળતી હોવાથી તેમનું વાચન કઠિણ થઈ પડયું હતું. પણ ચાર્લ્સ વિલ્કીન્સે ચાર વર્ષ સુધી સતત પરિશ્રમ લઈ તે ત્રણે લેખેને વાંચી લીધા અને તેમ કરી તેણે ગુપ્તલિપિની લગભગ અડધી વર્ણમાળાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. | ગુપ્તલિપિ એટલે શું એની તમને ખબર નહિ હોય તેથી તેનો સહજ ખુલાસે અહિં કરી દઉં. હાલમાં જે લિપિને આપણે દેવનાગરી (અથવા બાળબોધ)ના નામે ઓળખીએ છીએ, તે સાધારણ રીતે ત્રણ અવસ્થાઓમાંથી પસાર થયેલી છે. આ ચાલુ આકૃતિ પૂર્વે તેની જે આકૃતિ હતી તેને કુટિલ લિપિના નામે ઓળખવામાં આવે છે. એ આકૃતિને સમય સાધારણ સમજવાની ખાતર ઈ. સ. ના ૬ ઠ્ઠા સિકાથી તે ૧૦ મા સૈકા સુધીને માની લેવો જોઈએ. તેની પહેલાંની આકૃતિને ગુપ્તલિપિના નામે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય સમય ગુપ્તવંશને રાજત્વકાળ ગણાય છે. તે પહેલાંની આકૃતિવાળી લિપિ બ્રાહ્મીલિપિ કહેવાય છે. અશોકના લેખ આ જ લિપિમાં લખાયેલા છે. એને સમય ઈ. સ. પૂ. ૫૦૦ થી ઈ. સ. ૩૫૦ સુધીને મનાય છે.
Aho! Shrutgyanam