________________
જૈન સાહિત્ય સંશોધક
[ખંડ ૨,
પડતા પાણીના ભેજથી સડી–ગળી માટીમાં મળ્યા છે. અનેક ગુરૂઓના નાલાયક ચેલાએના હાથે પણ આપણું સાહિત્યની ઓછી વિટંબણા નથી થઈ એક દાખલો આપું. ઈદોરમાં એક વિદ્વાન્ ગોરજી હતો તેણે કેઈના બે છેકરાઓને ચેલા બનાવવા માટે પાન્યાખ્યા હતા. એ ગેરજી મરી ગયા પછી પાછળથી એ છોકરાઓ તેને જે વિશાળ પુસ્તક ભંડાર હતે તેમાંથી રોજ ફાવે તેમ હજાર બે હજાર પાનાંઓ ફાડી હલવાઈને ત્યાં પડીકાં બાંધવા માટે આપી આવતા અને બદલામાં પાશેર ગરમાગરમ જલેબી લઈ આવી સવારમાં નાસ્તા પાણી કરી મજા માણતા. મને જ્યારે એની ખબર પડી ત્યારે તે હલવાઈ પાસે જઈ બધાં પાનાં તપાસ્યાં જેમાંથી પાંચ વર્ષ જેટલાં જૂનાં લખેલાં બે ત્રણ જનસૂત્રો મને અખંડ મળી આવ્યાં હતાં. પાટણના જનભંડારેમાં સિદ્ધરાજ, કુમારપાળ અને તેનાથી એ પહેલાંનાં લખેલાં તાડપત્રને તંબાખૂના પાનના ભૂકાની માફક થયેલ ભૂકે મેં મારી આ નરી આંખે જે છે. આવી રીતે આપણે આપણી અજ્ઞાનતાને લીધે આપણું ઈતિહાસનાં સાધને નષ્ટ કર્યા છે એટલું જ નહિ પણ પરસ્પરની મતાન્યતા અને સાંપ્રદાયિક અસહિષ્ણુતાના વિકારને વશ થઈને પણ આપણે આપણા સાહિત્યને ઘણી રીતે ખંડિત અને દૂષિત કર્યું છે શૈવેએ વૈઠણના સાહિત્યનું નિકંદન કર્યું છે, વિણવોએ જેનેના સ્થાપત્યને દૂષિત કર્યું છે; દિગંબરેએ વેતામ્બરેના લેખેને ખંડિત કર્યા છે તથા હુંકાઓએ તપાઓની
ધે બગાડી છે. એમ પરસ્પર એક બીજાનું એકબીજાએ ઘણું જ ઓછું છે. શાળાના વૃત્તાન્તમાં આવાં અનેક ઉદાહરણો નોંધાયેલાં મળી આવે છે. છેવટે મુસલમાન ભાઈએએ હિન્દુઓનાં સ્વગય ભુવનેને તેડી ફેડી ખેદાન મેદાન કર્યા છે, અને તેમનાય પવિત્ર ધામેને આખરે કાળે જમીનદોસ્ત કર્યા છે. આવી જાતની સંકટની પરંપરાઓમાંથી જે બચી રહેલા હતા તેમને સુરક્ષિત રાખવા માટે, જે અર્ધમૃત દશામાં હોય તેની પાસેથી કાંઈક છેવટનું જાણું લેવા માટે અને તેમ કરી ભારતને ભૂતકાળ કે જે વિસ્મૃતિ અને અજ્ઞાનના પડ નીચે સજજડ દબાઈ રહ્યો હતે તેને ઉદ્ધાર કરવા માટે ઉપર જણવેલી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ હતી. એ સંસાયટીની સ્થાપનાના દિવસથી હિન્દુસ્તાનના ઐતિહાસિક અજ્ઞાનાન્ધકારને ધીરે ધીરે લોપ થવા લાગ્યો. અનેક અંગ્રેજો
એ સંસ્થાના ઉદ્દેશને પૂર્ણ કરવા માટે જુદા જુદા વિષયનું અધ્યયન કરવા લાગ્યા અને તે તે વિષયના લેખો લખવા લાગ્યા. એ લેખેને પ્રગટ કરવા માટે “એશિઆટિક રિસચજ” નામની એક ગ્રંથમાળા ચાલુ કરવામાં આવી. સને ૧૭૮૮ માં એ માળાને પ્રથમ ભાગ પ્રકટ થયો. ૧૭૯૭ સુધીમાં એના પાંચ ભાગે પ્રકાશિત થયા. ૧૭૯૮ માં તેનું એક નવીન સંસ્કરણ ઈંગ્લાંડમાં ચોરીથી જ છપાવી દેવામાં આવ્યું. ત્યાં એ ભાગની એટલી બધી માગણું થઈ કે ૫-૬ વર્ષમાં જ તેની બે આવૃત્તિઓ પ્રકટ થઈ ગઈ અને એમ. એ. લૅબમ નામના એક કેન્ચ વિદ્વાને, “રિસર્ચ એશિયાટિક” ના નામે તેને કેન્ચ અનુવાદ પણ પ્રકટ કરી દીધું. સોસાઈટિની એ ગ્રન્થમાળામાં બીજા વિદ્વાનોની સાથે સર વિલીયમ જેસે પણ હિંદુસ્તાનના ઈતિહાસના વિષયમાં અનેક ઉપયોગી લેખો લખ્યા
Aho! Shrutgyanam