________________
જેન સાહિત્ય સંશાધક
[ ખંડ ૨ વિકાસ સર્વાધિક થયેલ છે. જ્ઞાનના વિકાસ અથવા પ્રસારનું મુખ્ય સાધન વાણી એટલે ભાષા છે; અને એ વાણીનું વ્યક્ત સ્વરૂપ સંપૂર્ણ રીતે મનુષ્યજાતિમાં જ ખીલેલું છે. તેથી બીજા બધા દેહધારી જીવાત્માઓ કરતાં મનુષ્યાત્મામાં જ્ઞાનને વિશેષ વિકાસ થાય તે સ્વાભાવિક છે. મનુષ્ય જાતિમાં પણ વ્યક્તિગત પૂર્વસંચિતાનુસાર જ્ઞાનના વિકાસનું અપ્રમિત તારતમ્ય રહેલું છે. સંસારમાં એવા પણ મનુષ્ય દષ્ટિગોચર થાય છે કે જેમનામાં જ્ઞાનશક્તિને લગભગ છેક અભાવ જ હોય છે અને જે મનુષ્યરૂપમાં પણ સાક્ષાત અબુદ્ધ પશુ જેવા હોય છે. બીજી બાજુએ એવા પણ મનુષ્યો ઉત્પન્ન થાય છે કે જેમનામાં જ્ઞાનશક્તિ અપ્રમેયરૂપે ખીલેલી હેઈ જેઓ પૂર્ણ પ્રબુદ્ધ ગણાય છે. પ્રાચીન ભારતવાસીઓના મોટા ભાગને તો એ પણ પૂર્ણ વિશ્વાસ હેતે, કે એ જ્ઞાનશક્તિ કેઈ કઈ વ્યકિતમાં એટલે સુધી સંપૂર્ણ ખીલેલી હોય છે અથવા ખીલી શકે છે કે જેથી તે જગતના સમસ્ત પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકે છે; વિશ્વની દશ્ય કે અદશ્ય એવી એક પણું વસ્તુ કે બાબત તેનાથી અજ્ઞાત હેતી નથી. આવી વ્યકિતને આર્યો “સર્વજ્ઞ”ના નામે ઓળખે છે. આર્યોની આ મેટા ભાગની શ્રદ્ધા પ્રમાણે આવી કોઈ યથાર્થ સર્વજ્ઞા
વ્યકિતનું અસ્તિત્વ હોઈ શકે કે નહિ એ એક પ્રાચીનકાળથી જ માટે વિવાદગ્રસ્ત વિષય થઈ પડે છે; અને સર્વિક્સના અસ્તિત્વ–નાસ્તિત્વના વિષયમાં આજ સુધીમાં અસં
ખ્ય વિદ્વાનેએ અનંત શંકા-સમાધાને કર્યો છે. પરંતુ મારે કહેવું જોઈએ કે નરી આંખે જોઈ શકાય એવા સર્વજ્ઞનું અસ્તિત્વ સાબીત કરનારું તે કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણ આજ સુધીમાં ચિકિત્સક સંસાર આગળ રજુ કરવામાં આવ્યું નથી. અસ્તુ. એ “સર્વજ્ઞ” ના વિષયમાં ગમે તેમ છે, પણ એટલી બાબત તે ચોકકસ છે કે કઈ કઈ મનુષ્ય વ્યક્તિમાં જ્ઞાનશકિતને એટલો બધે વિકાસ અને પ્રકર્ષ થયેલો પ્રત્યક્ષ જેવાય છે અને જોવાય છે કે જેનું માપ કાઢવું બીજાઓના માટે અશક્ય છે. શબ્દશાસ્ત્રની બીકને લીધે આપણે એવી પ્રબુદ્ધ વ્યક્તિને જે સર્વજ્ઞ ન કહી શકીએ તે પણ બહુશ-અનપજ્ઞ તે અવશ્ય કહી શકીએ છીએ. એવી એક બહુજ્ઞ વ્યકિતની જ્ઞાનશક્તિની તુલનામાં બીજા સાધારણ એવા લાખો કરેડે મનુષ્યોની એકત્રિત જ્ઞાનશક્તિ પણ પૂરી થઈ રહે તેમ નથી.
ઈતિહાસ-અતીત કાલથી સંસારમાં આવી અસંખ્ય અન૫ણ વ્યક્તિઓ ઉત્પન્ન થતી આવી છે, અને જગને તેઓ પિતાની એ અગાધ જ્ઞાનશક્તિને અમૂલ્ય વારસે સંપતી રહી છે. છતાં મનુષ્ય જાતિએ જગતના વિષયમાં હજી બહુ જ અલ્પ જાણ્યું છે. જગત અદ્યાપિ એવું ને એવું જ અગમ્ય અને અય છે. જગતની બીજી અનંત વસ્તુ એને તે બાજુએ મૂકીએ પણ મનુષ્ય જાતિએ પિતાના વિષયમાં જ હજુ કેટલું જાણ્યું છે? જેવી રીતે માનવી સંસકૃતના પ્રથમ નિદર્શક અને સંસારના સાહિત્યના આદિમ ગ્રંથ શ્વેદમાંના કષિએ મનુષ્ય જાતિના ઈતિહાસને અનુલક્ષીને પૂછતા હતા કે
છે ઈ પ્રથર્વ કારમાન્ સાથી પ્રથમ ઉત્પન્ન થનારને કેણે જે છે?” તેવી જ રીતે આજે વીસમી
Aho! Shrutgyanam