________________
અહીં તહીં.
૬૪૩-૬૭. એવે સારસિક પાછી આવી, એને શ્વાસ તે જાણે માતે જ નહોતો અને આંખમાંથી બેર બેર જેવડાં આંસુ જતાં હતાં. એ બેલીઃ સર્વમાન્ય શેઠ ધનદેવ પિતાના મિત્ર અને સંબંધીજનને લઈને તારા પિતા) નગરશેઠ પાસે આવ્યા અને
સ્પષ્ટ શબ્દોમાં એમને કહ્યું: “તમારી દીકરી તરંગવતીનું મારા દીકરા પદ્યદેવ માટે માગું કરું છું; બોલે, કેટલે આંકડે આપને જઈશ?' પણ નગરશેઠે અસભ્યતાભર્યા આ શબદ એમને સંભળાવી દીધા
૬૪-૬૫ર. “જે ધણી વેપારને કારણે હમેશાં પરદેશમાં રહે, કદી ઘેર રહે નહિ અને તેથી કરીને દાસીઓની સાથે રમ્યા કરે, એવા માણસને મારી આવી કન્યાને શી રીતે સંપું? એને તે સદા પ્રષિતભર્તૃકાના જેવા વાળ રાખવા પડે અને (બીજી સ્ત્રીઓની પેઠે) શણગાર સજવાના કદી પ્રસંગ જ નહિ આવે. સ્વામીથી વિ ખુટી પડેલી એને ભીની અને રાતી આંખે માત્ર કાગળ લખવામાં ને સનાન કરવામાં વખત ગાળ પડે. આમ મારી દીકરીને વેપારીના ઘરમાં પુષ્કળ ધન હોવા છતાં મને રતાં સુધી વિધવાની દશા ભેગવવી પડે, એના કરતાં તે ભીખારીને આપવી સારી. પછી ભલેને એવાં નાણું, શણગાર, સુગંધી પદાર્થો અને એવા સુંદર સોહાગ એને ના મળે.” - ૫૩, સારસિકાએ કહેવા માંડયું કે આમ એમણે એ શેઠનું માગું તુચ્છકાયું અને (વાતચિત્તમાં) સભ્યતા, મિત્રતા અને માનવૃત્તિ અશકય થઈ પડી તેથી તે શકાતુર થઈને ચાલી નિકળ્યા. - ૫૪-૬૫૫. મારી સખીએ આણેલા આ સમાચારે શિયાળાને હિમ જેમ કમળની દાંડીને ભાગી નાખે એમ, મારા મનોરથને મૂળથી ભાગી નાંખે. મારું સર્વ ભાગ્ય ચાલ્યું ગયું મારું હૈયું એકવાર તે આનંદને બદલે પાછું શેકથી ભરાઈ ગયું. અને આંસુભરી આંખેએ મેં મારી રેતી સખીને કહ્યું:
પદ-૫૮. “મારો સખા બાણ વાગ્યે જીવી શકે નહિ, તેથી હું પણ જીવી શકી નહિ. એ જીવે તે જ મારાથી છવાય. પક્ષીના ભાવમાં પણ હું એની પાછળ મૃત્યુમાં પેઠી ! ત્યારે આજ આ માનવભવમાં એમના વિના-મારા સનેહી વિના હુંશી રીતે જીવી શકું? જા, સારસિકા, અને એમને આ પત્ર આપ, વળી કહેજે કે.
દપ-દદ. “થરથરતી આંગળી વડે ભેજપત્ર ઉપર લખેલે આ પત્ર સનેહની સુદંર કથા કહેશે. એ છે તે ટુંકે, પણ અંદર હકીકત મહત્વની છે. તમને આપવા એ પત્ર મારી સખીએ આપે છે.
" દદલ. અને એમના આત્માને આધાર આપવાને માટે વળી આ નેહશબ્દ એમને કહેજે
Aho! Shrutgyanam