________________
તરંગવતી. દર-દદપ. “તમો સ્વામીને અનુસરવાને માટે જેણે ચક્રવાકીના ભાવમાં પિતાનું જીવન સમર્પી દીધું, તે આજે નવે અવતારે નગરશેઠની કન્યા થઇને અવતરી છે. તમને શોધી કાઢવાને જ ચિત્રમાળાનું પ્રદર્શન કર્યું હતું. એકવાર તમે એની પાસે આવ્યા કે એની કામના પુરી થઈ. અરે, ગયા ભવમાં બેવાયેલા અને ફરી પાછા આજે મળી આવેલા પ્રિયતમ! આપણને ગયા ભવમાં એકરૂપ કરનારે નેહસંબંધ હજી ચે હય, તે તમારા જીવનને જાળવી રાખે અને તમારી સાથે મારા જીવનને પણ બચાવે !”
દદ૬. “વળી અમને એકસૂત્રે બાંધનારો નેહ પરિપૂર્ણતાએ પામે ત્યાં સુધી સે ગુપ્ત રાખવાની એમને સૂચના આપજે.”
૬૭-૬૯. આ અને એવી બહુ બહુ વાતે મેં ભારે હૈયે સારસિકાને કહી ને પછી કાગળ આપીને વિદાય કરી. (અને છેવટે મેં એને સેગન દેઈ કહ્યું, “અમે બે રનેહસંબંધે જોડાઈશું એવા સમાચાર ગમે તે રીતે જરૂર લાવજે. મેં તેને કહી ન હોય કે કાગળમાં લખી ન હય, એવી સો વાતે મારા લાભની હોય તે, એ. મને કહેજે.”
૭૦-૭૧. પછી મારી એ સારી સખી મારા સ્વામી પાસે પત્ર લઈને ગઈ ને સાથે મારા હૃદયને પણ લેતી ગઈ. એની ગેરહાજરીમાં ચિંતાએ કરીને મેં નિશ્ચય કર્યો
(અહીં મૂળ ગ્રંથમાં દા ફ્લોક ૬૭૧ ઉ. થી ૭૭ ખુટે છે. )
૬૭૮-૬૮૦. ( સખી પાછી આવી અને મને કહેવા લાગી:-) “સખી, તારી પાસેથી પત્ર લઈને હું નિકળી એટલે નગર વચ્ચે આવેલા રાજમાર્ગ ઉપરની સુંદર હવેલીઓ પાસે થઈને ચાલી. અનેક ચકલાં વટાવીને હું એક મહેલ પાસે આવી ઉભી, વૈશ્રવણ (કુબેર) અને શ્રી જાણે ત્યાં એકઠાં થયાં હોય એવે એ મહેલ લાગતું હતું. ભારે હૈયે હું તે દરવાજા પાસે આવી ઉભી. ત્યાં રોકીદાર હતે તેણે અનેક જતી આવતી દાસીઓમાંથી પણ મને ઓળખી કાઢી કે આ કેઈ અજાણ્યું માણસ છે, અને મને વાતે વળગાડીને પ્રશ્ન કર્યો કે “ તું ક્યાંથી આવે છે?” સ્ત્રીઓને વાતે ઉડાવી દેતાં આવડે છે, તેથી મેં જુદું જ કહ્યું, કે “હું અજાણી છું એ તમે સાચે જ પારખી કાઢયું છે, પણ મને તમારા મહેલના કુમારે બોલાવી છે. ચોકીદારે ( આનંદથી) કહ્યુંઃ “અહીં થઈ જનારઆવનાર કે મારાથી અજાણ્યું નથી! તે ઉપરથી મેં એનાં વખાણ કરી કહ્યું: “ જેને ઘેર દરવાજા આગળ તમારા જેવા રોકીદાર હોય છે તે શેઠ સુખી છે. ( અને વળી કહ્યું) હવે મને શેઠના પુત્રની પાસે લઈ જાઓ.” એણે ઉત્તર વાળ્ય. “ બીજની સ્ત્રીઓ મારા ઉપર એ વિશ્વાસ કરે ત્યારે તે એ કામ હું ખુશીથી કરૂં . ' એવું કહીને તેણે એક દાસીને ભલામણ કરી કે સાથી ઉપરને માળે કુમાર પાસે આને લેઈ જા.” પછી દાસી સાથે હીરામોતીએ
Aho! Shrutgyanam