________________
રમવી,
અને ધ વગેરે ચોકસાઈથી પુછી લીધું અને એ બધી હકીકતેથી જ્યારે મને ખુશ સંતોષ થયો ત્યારે ઉતાવળે પાછી આવતી રહી.
દર૫-દર૮. એવામાં નક્ષત્ર, રહે તેમ જ ચંદ્ર પણ એકેએકે કરી અદશ્ય થઈ ગયા અને કુલે-ચુંટી-લીધા તળાવ જેવું આકાશ કેરૂ થઈ ગયું. અને પછી સઘળા જીવજંતુને જે મિત્ર અને દિવસને જે પ્રભુ સૂર્ય તે બંધુજીવ (બારીઆના) કુલના જેવો લાલ રંગે ઉગી નીકળે. ચારે દિશાઓ સૂર્યથી સોનારંગે રંગાઈ ગઈ. તે જ વેળાએ તને બધા સમાચાર આપવાની આતુરતાએ હું તારી પાસે દોડતી આવી. તારે સ્વામી જડ્યાની જે જે બધી હકીકત મેં જોઈ જાણી તે બધી મે તને આ રીતે કહી દીધી છે અને મારા ઉપર જે વિશ્વાસ તે મુક્યું હતું તે આજે સફળ થયે છે; એવી લાગણી અત્યારે હું અનુભવું છું.”
દર૯ (સાધ્વી તરંગવતી પિતાની કથા શેઠાણી પાસે વળી આગળ ચલાવે છે.) મારી સખી પિતાની વાત પુરી કહી રહી એટલે હું અધીરી થઈને બેલીઃ “પણ એમના માબાપનાં નામ ને વ્યવસાય તે મને કહે."
૩૦-૩૫. વળતી સારસિકા બેલીઃ “એને પિતા ધરતી અને સાગરના ખજાનાનો ધણી છે. ખુદ હિમાલય પણ એના જેટલે અચળ નથી. વળી એણે ધરતીને ધર્મશાળાઓ અને આનંદશાળાઓથી એવી તે શણગારી દીધી છે કે તેનું નામ જેમ મોટા વ્યાપારી તરીકે તેમ જ મોટા ધર્માત્મા તરીકે પણ ચારે દિશામાં પ્રખ્યાત થઈ ગયું છે. એ શેઠનું નામ ધનદેવ છે. શેઠને આ પુત્ર ઘરડાં અને જુવાન સૈને વહાલે છે અને એનું નામ પડે છે. એ કામદેવ જે સુંદર છે અને વળી પદ્ય જે મનહર છે.”
૩૬-૩૯. સખીએ જે બધા સમાચાર આપ્યા તેથી મારા કાનની નેહભરી ઉત્કંઠા તૃપ્ત થઈ. છતાં યે સારસિકાની આંખ અને કાનને ધન્યવાદ દેતી હું બોલી:-ત બેન ભાગ્યશાળી કે તે મારા સ્વામીનાં દર્શન કર્યું ને એમનાં વેણુ કાનેકાન સાંભવ્યાં.” પછી મારી પાસેથી એ ચાલી જતી હતી ત્યારે પણ મેં મારા આનંદના આવેગમાં કહ્યું: “મારે શેક હવે ટળે છે અને આનંદ ઉભરાય છે, કારણ કે મારા સ્વામી મને આસક્ત છે.”
૬૪૦-૬૪૨. પછી નાહી લીધું, પંખીઓને દાણા નાખ્યા, જિનપ્રભુની પૂજા કરી અને પારણું કરીને ઉપવાસ પૂરો કર્યો. ત્યારપછી ઉપવાસે અને પારણાએ થયેલા શ્રમથી આરામ લેવાને કાજે શેતરંજી-પાથર્યા અને પવને-ઠંડા-થયા ખંડમાં ગઈ. ત્યાં સ્વામીને મળવાની હજારે આશાએ હું ઘેરાઈ ગઈ અને એમના નેહથી વિખુટી પડે અનેક વિચારેમાં વખત ગાળવા લાગી.
Aho ! Shrutgyanam