________________
તરંગવતી,
એવી એવી ઘણી જગાઓ બાગમાં જોઈ. કુલને લીધે સફેદ થઈ ગયેલાં સપનાં ઝાડ પાસે રાતાં અશોકવૃક્ષ અને આસમાની બાણક્ષ હતાં.
૨૩૭-૨૫૦. ચાલતાં ચાલતાં એક સુંદર સપ્તપર્ણનું ઝાડ અમારી નજરે આવ્યું. એ ચારે બાજુએથી, ફુલશણગારના ભારે કરીને, લચી ગયું હતું. કુલથી સફેદ થઈ ગયેલી એની ડાંખળીઓ મધમાખીઓનાં ટેળાંથી નમી ગઈ હતી અને જાણે કાળા રંગને પોષાક ચઢાવ્યો હોય એવું દેખાતું હતું. અને પવને કરીને જે કુલ ભંય ઉપર પડી ગયાં હતાં તેને ગાંડછાએ ચઢેલા કાગડા સફેદ માખણના લોચા માની ઉપાડી ઉડતા ફરતાં હતા. એ ઝાડ ઉપરથી નારીના સ્તન જેવડું મોટું ને ચાંદીના વાડકા જેવું સફેદ એક પુલ મેં ચુંટયું કે તરત જ મધ ચુસનારી માખીઓનું એક ટેળું, કમળ ઉપર બેસવાની લાલસાએ કમળના ઘાટના અને કમળના જે વાસ આપતા મારા મેં તરફ ધસી આવ્યું. મેં ઉપર એ મધમાખીએ બેસવા જતી હતી, તેમને મેં મારા મૃદુ હાથ વડે વારી; પણ મારા હાથ તે જાણે પવનમાં ડાંખળી હાલતી હોય એમ માની એની દરકાર કર્યા વિના જ તે મેં ઉપર આવી લાગી. વેદનાએ મેં ચીસ પાડી અને હું પાછી પી; પણ માખીઓના ગણગણાટ અને પંખીઓના કલબલાટમાં મારી ચીસ તે કયાંય દબાઈ ગઈ. ઘોડાના મેંના ફ્રેણ કરતાંએ નરમ એવી મારી ઓઢણી મેં મારા મેં ઉપર ખેંચી લીધી, કે જેથી ઘણીખરી. માખીઓ ખશી ગઈ. પણ આમતેમ દેડવાથી મારાં રત્નજડિત ઘરેણું વિખેરાઈ પડયાં, અને કામદેવનું બાણ જેના વડે ચઢાવાય એવી કટિમેખળા કેડેથી છૂટી પડી. પણ વેદનાને લીધે એની પરવા કર્યા વિના જ હું તે દેડી ને કેળના માંડવામાં પશી ગઈ. ત્યાં મારી સખી સારસિકા હતી તેણે મને આશ્વાસન આપી કહ્યું: “તને મધમાખીઓ તે હજી યે બહુ લાગેલી છે, પણ ડરવા જેવું કશું નથી.”
૨૫૧-૨૬૧. જે સપ્તપર્ણને અમે જોવા આવ્યાં તે ઝાડ પાસે હવે હું ગઈ. કમળના તળાવવાળી મધમાખીઓનાં ટેળેટેળાં તેના ઉપર બેઠાં હતાં. પુનમના ચાંદા જેવા મધપુડાને છોડીને આજે એ બધી શરનાં કુલેમાં ભરાઈ બેઠી છે. અમારા સાથમાંની જે સ્ત્રીઓ ત્યાં પહોંચી હતી તેમણે તો ફુલના મેહમાં ઝાડની ડાંખળીઓ સુદ્ધાં બધી ચુંટી નાંખી હતી. મારી સખીના ખભા ઉપર મારા ડાબા હાથનું કાંડુ ટેકવીને અને કમળસરોવર ભણી નજર રાખીને હું આગળ ચાલી રહી હતી. બધી જાતનાં કમળફુલ પુરેપુરાં ખીયાં હતાં. બાગના રત્નસમાન આ સરોવરની સપાટી પક્ષીઓના શબ્દથી ગાજી રહી હતી અને મધમાખીઓનાં ટેળાંથી છવાઈ રહી હતી. રાતાં કુલ પ્રભાતની, સફેદ ફુલ ચંદ્રપ્રભાની, અને શ્યામળાં કુલ વાદળાની યાદ આપતાં હતાં. મધમાખીઓને ગણગણાટ અને હસેના નાદથી ગગન ભરાઈ ગયું હતું. પાણીની ઉપરનાં મેજ ઉપર ફલ પવનથી હીંચકા ખાતાં હતાં. ત્યાં મેં કલબલાટ કરતી બતકે, નર-માદાની જોડીએ
Aho Shrutgyanam