________________
પૂર્વભવનું
મરણ વર્ણન,
ચાલતાં ચક્રવાકે, અને ઘેળો પીછો વાળા આનંદી હસે જોયા. પીળાં કમળ ઉપર બેઠેલી મધમાખીઓ સેનાની તાસકમાં મુકેલાં નીલમ જેવી શોભી રહી હતી અને રેતીના કિનારા ઉપર રૂના જેવાં સફેદ પીછાંવાળ હંસ શરહ્ના સુંદર હાસ્ય સાથે પિતાનું હાસ્ય ભેળવતા હતા.
(૨૬-૨૭. પછી મેં નર-માદાની જોડીએ બંધાયેલાં અને પિતાના સ્નેહને લીધે પંકાયેલાં અનેક ચકવાને જોયાં. એમના રાતા રંગમાં પીળા રંગ ભેળવાયાથી એ રમણીના સ્તનના રંગ જેવાં બહુરંગી દેખાતાં હતાં. તળાવમાં રંગિત ફરસબંધી જેવાં લીલાં પાનનાં જે આસન બંધાઈ રહ્યાં હતાં તેના ઉપર કેટલાક આવા ચક્રવાક આરામ લેતા હતા, અને કેટલાક વળી આવાં પત્રાસનેની વચ્ચે વચ્ચે સોમલન જેવા રાતા રંગના, જાણે સનેહને લીધે જ રાતા બન્યા હોય એવા, પોતાની નારીઓના સ્નેહને પિષતા બેઠા હતા. એ વખતે તળાવમાંને આ દેખાવ હું જોતી હતી તે વખતે એ ચક્રવાકેને પરસ્પરને સનેહ અને મમતા જોઈને મારા મનમાં કોઈ અગમ્ય વિચારો આવવા લાગ્યા. આ જન્મમાં નહિ અનુભવેલી એવી કાંઈ કલ્પના મને થવા લાગી અને એ ઉંડા વિચારમાં ને વિચારમાં મને મારે પૂર્વ અવતાર પ્રત્યક્ષ થઈ આવ્યું. એ પૂર્વ જન્મનું મરણ થતાં જ મને મૂછ થઈ આવી અને ચેતન વિનાના શરીરની માફક હું જમીન પર ઢળી પડી.
૨૬૮-ર૭૨. જ્યારે મને ભાન આવ્યું ત્યારે જાણ્યું કે મારી આંખમાંથી તે શું પણ મારા વેદના-ભર્યા હૈયામાંથી પણ આંસુની નદી વહે જતી હતી, અને મારી સખી કમળપત્રને પડીઓ બનાવી તેમાં પાણી લઈ આવીને મારા દુખભર્યા હૈયા ઉપર અને આંખ ઉપર એ પાણી છાંટતી હતી. હું ઉભી થઈ અને પાસેની કેળની ઘટા અંદરની એક કુંજમાં પડેલી આસમાની કમળને વાત કરાવતી કાળી શીલા ઉપર જઈને
બેઠી. ત્યાર પછી મારા દુઃખમાં અને અશાન્તિમાં હૃદયથી ભાગ લેતી મારી સખી મને પુછવા લાગી. “બેન, તને એકદમ આ શું થયું? શું તને ચક્કર આવવા લાગ્યાં કે બહુ થાક લાગ્યો કે ખરેખર તને મધમાખીએ ચટકે ભર્યો?”
ર૭-ર૭૭. મારી આંખમાં નાં આંસુ તે એ પુછી રહી હતી, પણ મારા ઉપરના નેહને કારણે એની આંખમાંથી આંસુ દડદડ વલ્લે જતાં હતાં. વળી એ બેલીઃ “તને આમ મૂછ શાથી આવી ગઈ? બેન, તું જે જાણતી હોય તે કહે કે જેથી જલદી તેને ઉપાય થાય; તારૂ શરીર કથળી ન જાય એટલા માટે હવે ખાટી થવાય નહિ. દરદ બેશક કંઈક ભારે હોવું જોઈએ, બેપરવા કે બેદરકાર કર્યો પાલવે નહિ. વાત હાથમાં હેય એટલામાં જ કંઈક ઉપાય કરી લેવું જોઈએ, નહિ તે માત્ર ઉઝરડે છે, તે પણ કેઢિીના ઘા જે થઈ જાય.”
Aho! Shrutgyanam