________________
વાં
* તાંબવતી. સાતમી અને આઠમી સદીના ટીકાકારોની ટીકાઓથી, ત્રીસ વર્ષ પહેલાંથી જ મારા ધ્યાનમાં આવેલી છે. મારા મિત્રે એ પુસ્તકની તપાસ કરવા, એ હસ્તપ્રતિ ખુશીથી મને સોંપી. એમને એ પ્રતિ અમદાવાદના રા. કેશવલાલ પ્રેમચંદ મોદીએ આપી હતી. આ પ્રત કેટલીક સદીઓ ઉપર લખાએલી કે પ્રતિના ઉતારા રૂપે છે. તેનાં પંદર પાનાં પ્રથમ રા. કેશવલાલે (ગાથા ૧–૪૫૭), તપાસી જેવાને પ્રો. યાકેબીને મોકલ્યાં હતાં. પાછળથી તેમણે પુરી પ્રત મળે, મને મોકલી દીધી હતી.
હસ્તપ્રતના ખુટતા ભાગ ઉપરથી (અને હું માનું છું ત્યાંસુધી તેના સ્વરૂપ ઉપરથી) યથામતિ મારું અનુમાન એવું છે કે કથા પદ્યમાં છે અને ગાથાની સંખ્યા કરવામાં આ એવો ખુટતે મેટો ભાગ એક જ જગાએ છે અને તે ગાથા ૬૭૧ ઉ. થી ૬૭૭ ઉ. સુધી તેર પંક્તિઓ વાળો છે. ગાથાઓના અંકની ગણતરી બધેય (૧૦, ૨૦, ૩૦, એમ) દશકાથી કરેલી છે, અને ૮ના અંકને બે વાર મુકયો છે, તેથી ૯થી બધા અંકમાં દશદશની ભૂલ ઠેઠસુધી ચાલી આવી છે; એક જગ્યાએ ખુટતે ભાગ તે છે જ નહિ, છતાં ગમે તો મૂળ લેખના કે ગમે તો સંસ્કારકના દષ્ટિદોષથી કંઈક ભૂલ થયેલી લાગે છે. પરણ્યા પછી નાયકનાયિકાએ અનેક માસ પછી સંસારત્યાગ કર્યાનું એક જગાએ જણાવ્યું છે. બીજી જગાએ બાર વર્ષ પછી સંસાર ત્યાગ કર્યાનું જણાવ્યું છે. વાર્તાને આખી સળંગ ગોઠવ્યા પછી આ વિરોધભાવ ટાળી શકાય. અનુવાદમાં આવી પૂર્તિ ( બેશક કૌસમાં ) ૧૦મા અધ્યાયને આરંભે મુકી છે, ૧૩૦૯મી ગાથા પૂર્વે હસ્તપ્રતિમાં અમુક ભાગ ખુટતો હોય તેમ લાગે છે, પણ (ગાથાના અંક જોતાં) કંઈ ભાગ ખુટતો જણાતું નથી, એટલે એ લેખક કે સંસ્કારકનો માત્ર દૃષ્ટિદોષ જ છે.
૧૬૪૪ ગાથામાં ભારતભાષામાં આ કથા પુરી થાય છે. મેં એમાં ૧૨ અધ્યાય પાડ્યા છે. અને માઈનમાં ગાથાના અંક મુક્યા છે. તેથી અંકીના ભાગને એક બીજા સાથે સરખાવી જોતાં કયાં અને કેવી રીતે મેં અનુવાદને સંક્ષિપ્ત કર્યો છે એ સમજી શકાશે. બાર અધ્યાયનાં નામ, તેમજ કથા ભાગમાં હકીક્ત સ્પષ્ટ કરવા કે કથા સળંગ કરવા કેટલાક શબ્દો મેં કસમાં મુક્યા છે.
Freiburg i/B. im Hauso Sutterlin, /
Mitte Mai 1921.
Ernst Leumann,
Aho! Shrutgyanam